Rajkotમાં 47 સ્થળોએ મનપાનું સઘન ચેકિંગ: વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો કરાયો નાશ!
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં કુલ 47 ખાદ્ય ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાણીપીણીની ચીજોમાં વ્યાપક અનિયમિતતાઓ સામે આવી છે, જેમાં ૩૭ કિલોગ્રામ જેટલો અખાદ્ય અને વાસી જથ્થો સ્થળ પરથી જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો છે.જલારામ ડેપો અને ફોર્ચ્યુંન મિલ્કનું પનીર-ઘી લેબ ટેસ્ટમાં ફેલઆરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ 14 અલગ-અલગ સ્થળોએથી નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન પૂરું પાડતી 'પારસ એગ્રો' સહિતની સંસ્થાઓમાંથી 8 વસ્તુઓના સેમ્પલ લેવાયા હતા. લેબ રિપોર્ટમાં જલારામ ડેપોમાંથી લીધેલું ઘી, લાતી પ્લોટ સ્થિત ફોર્ચ્યુંન મિલ્ક એન્ડ ફૂડમાંથી લીધેલું પનીર અને આર.બી. ફૂડમાંથી લીધેલ સોસના નમૂના સદંતર ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.પનીર અને ઘીમાં વેજિટેબલ ફેટ જ્યારે સોસમાં સિન્થેટિક કલરનું પ્રમાણ વધુતપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પનીર અને ઘીના નમૂનાઓમાં નિર્ધારિત ધોરણો કરતાં વેજિટેબલ ફેટનું પ્રમાણ વધુ મળી આવ્યું છે, જે ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી દર્શાવે છે. આ ઉપરાંત, સોસના નમૂનામાં હાનિકારક સિન્થેટિક કલરનું પ્રમાણ પણ મળી આવ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. મનપાની આ કડક કાર્યવાહીથી મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward