android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara નજીક DRIનું ધમાકેદાર ઓપરેશન: ચાલુ ટ્રેને ચેકિંગ દરમિયાન લાખોના MD ડ્રગ્સ સાથે મહિલાની અટકાયત!
calendar_today October 24, 2026

Vadodara નજીક DRIનું ધમાકેદાર ઓપરેશન: ચાલુ ટ્રેને ચેકિંગ દરમિયાન લાખોના MD ડ્રગ્સ સાથે મહિલાની અટકાયત!

વડોદરા નજીક દોડતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. DRI ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાલુ ટ્રેને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમૃતસરથી મુંબઈના બાંદ્રા તરફ જઈ રહેલી ટ્રેનમાંથી MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ રેકેટમાં સંડોવાયેલી એક નાઈજિરિયન મહિલાને પણ રંગે હાથ ઝડપી લેવામાં આવી છે.ચાલુ ટ્રેને સઘન ચેકિંગ દરમિયાન મળી સફળતાપ્રાપ્ત વિગતો અનુસાર, DRI ની ટીમને બાતમી મળી હતી કે અમૃતસરથી બાંદ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીને પગલે અધિકારીઓએ વડોદરા સેક્શન આસપાસ ચાલુ ટ્રેનમાં જ અચાનક ઓપરેશન હાથ ધરીને તપાસ શરૂ કરી હતી. ટ્રેનમાં સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહેલી એક નાઈજિરિયન મહિલા પાસેથી આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.FSLની મદદથી ડ્રગ્સની ચકાસણી અને મુદ્દામાલ જપ્તDRI ની ટીમે મહિલા પાસેથી મળી આવેલ શંકાસ્પદ પદાર્થનો જથ્થો કબજે કરી લીધો છે. જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર MD ડ્રગ્સ જ છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની વિશેષ મદદ લેવામાં આવી હતી. એફએસએલના રિપોર્ટ બાદ ડ્રગ્સના જથ્થાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ એજન્સી દ્વારા આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ રેકેટમાં કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Farooq Abdullahના વિવાદિત નિવેદન પર રાજકારણ ગરમાયું: પાકિસ્તાનની પ્રશંસા કરતા ભાજપનો પલટવાર!
calendar_today October 24, 2026

Farooq Abdullahના વિવાદિત નિવેદન પર રાજકારણ ગરમાયું: પાકિસ્તાનની પ્રશંસા કરતા ભાજપનો પલટવાર!

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાનું એક કથિત નિવેદન ચર્ચામાં છે. તેમાં તેમણે પાકિસ્તાનની પ્રશંસા કરતાં કહ્યું હોવાનું જણાવાય છે કે જો પાકિસ્તાન દુનિયાભરમાં કાશ્મીરનો મુદ્દો ન ઉઠાવતું હોત, તો કાશ્મીરને બચાવવું મુશ્કેલ બની જાત. તેમણે દિલ્હી સરકારના ઇરાદા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના કથિત નિવેદન મુજબ, દિલ્હીના ઇરાદા યોગ્ય લાગતા નથી. સાથે જ તેમણે કહ્યું કે કાશ્મીરના લોકોએ પોતાના અધિકારો માટે પોતે જ લડવું પડશે.ઉત્તર કાશ્મીરના બારામુલ્લા શહેરમાં પાર્ટીના કાર્યકરોના સંમેલનને સંબોધિત કરતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું હોવાનું જણાવાય છે કે પાકિસ્તાન અનેક સ્થળોએ જઈને કાશ્મીરીઓનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, જેના કારણે જમ્મુ-કાશ્મીરના લોકોને બચાવવામાં મદદ મળી રહી છે.તેમના આ કથિત નિવેદનને લઈને હવે રાજકીય વિવાદ શરૂ થયો છે.ફારુક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પલટવારજમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સત શર્માએ ફારુક અબ્દુલ્લા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આવા નેતાઓને કારણે દેશની સ્થિતિ ખરાબ થઈ રહી છે. સત શર્માના જણાવ્યા અનુસાર, ફારુક અબ્દુલ્લાની માનસિકતા આજે પણ 1953 જેવી જ છે. સત શર્માએ વધુમાં કહ્યું કે જો ફારુક અબ્દુલ્લાને પાકિસ્તાન પ્રત્યે આટલો જ પ્રેમ હોય, તો તેમણે પાકિસ્તાન જઈને વસવાટ કરવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વારંવાર આવા નિવેદનો આપીને ફારુક અબ્દુલ્લા દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સત શર્માએ કહ્યું કે ફારુક અબ્દુલ્લાએ માત્ર મુસ્લિમ સમાજની જ નહીં, પરંતુ દેશની 140 કરોડ જનતાની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે આવા નિવેદનોથી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે છે.ફારુક અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર પર પણ ઉઠાવ્યા સવાલફારુક અબ્દુલ્લાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો કે આરોગ્ય ક્ષેત્રને લગતી ફાઇલો લેફ્ટનન્ટ ગવર્નરની કચેરીમાં એક વર્ષથી વધુ સમયથી પડતર છે. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બે વર્ષ સુધી હોસ્પિટલમાં કામ કરવું પડે છે. જો તેઓ આવું ન કરે, તો તેમણે સરકારને 40 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. ફારુક અબ્દુલ્લાના જણાવ્યા અનુસાર, આ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ સંબંધિત ફાઇલો છેલ્લા એક વર્ષથી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસે પડતર છે અને તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
Weather Update: 48 કલાક આ રાજ્ય માટે ભારે, હવામાન વિભાગે કરી મૂશળધાર વરસાદની આગાહી
calendar_today October 24, 2026

Weather Update: 48 કલાક આ રાજ્ય માટે ભારે, હવામાન વિભાગે કરી મૂશળધાર વરસાદની આગાહી

દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન (સાયક્લોનિક સ્ટોર્મ) અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ અને પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25-26 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન સર્જાવાની શક્યતા છે. IMDએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. બીજી તરફ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે, જે વહેલી શિયાળાની ઠંડીના આગમનનો સંકેત આપે છે.IMD મુજબ, 25 ઓક્ટોબર અને 30 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. ૨૫ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશમાં પણ હળવો વરસાદ પડી શકે છે. મેદાની વિસ્તારોમાં, 28 થી 29 ઓક્ટોબર દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 થી 30 ઓક્ટોબર દરમિયાન, અને પૂર્વી રાજસ્થાનમાં 25 ઓક્ટોબરે તથા ફરીથી 29 થી 30 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. 29-30 ઓક્ટોબર દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના મોટા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.આવતીકાલે ક્યાં વરસાદની શક્યતા છે?તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મુશળધાર વરસાદકેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છેકર્ણાટકના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છેલક્ષદ્વીપ અને તેની નજીકના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છેજમ્મુ-કાશ્મીરમાં હળવાથી છૂટોછવાયો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છેઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ)ની આંશિક અસરને કારણે, રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ઝરમર વરસાદ થઈ શકે છે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં અને 28 ઓક્ટોબરે પૂર્વ મધ્યપ્રદેશમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, 27 ઓક્ટોબર અને 29-30 ઓક્ટોબરે વિદર્ભમાં તથા 27 થી 30 ઓક્ટોબર દરમિયાન છત્તીસગઢમાં પણ વરસાદ પડી શકે છે. 28 અને 29 ઓક્ટોબરની વચ્ચે હવામાન વધુ ગંભીર બનવાની શક્યતા છે, જેમાં છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશના મોટા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 27 થી 29 ઓક્ટોબર સુધી છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે (જેના ઝાપટાં 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે) તેજ પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 27 ઓક્ટોબરે છત્તીસગઢમાં, અને 29 ઓક્ટોબરે પૂર્વ મધ્યપ્રદેશ તથા વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 28 ઓક્ટોબરે વિદર્ભના કેટલાક ભાગોમાં અને 28-29 ઓક્ટોબરે છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતી પ્રણાલીને કારણે 27 અને 28 ઓક્ટોબરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, 28 ઓક્ટોબરે ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઓડિશામાં 27 અને 29 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે.બંગાળની ખાડીમાં એક વાવાઝોડું વિકસી રહ્યું છે, જ્યારે બીજી તરફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના લક્ષદ્વીપ વિસ્તારમાં પણ એક લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ ધરાવતો) વિસ્તાર સક્રિય થયો છે. પરિણામે, 24 અને 25 ઓક્ટોબર માટે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તથા 25 અને 26 ઓક્ટોબર માટે કેરળ અને માહેમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં 21 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે, જે એક રેકોર્ડ સમાન છે. તેજ પવનો અંગે ચેતવણીહવામાન વિભાગે જણાવ્યું છે કે 26 ઓક્ટોબરની સવાર સુધીમાં બંગાળની ખાડીમાં પવનની ગતિ 70 થી 80 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જેમાં પવનના ઝાપટાંની ગતિ 90 કિમી/કલાક સુધી હોઈ શકે છે. ત્યારબાદ, 27 ઓક્ટોબરથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 80 કિમી/કલાકની ગતિએ તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે. દરિયાઈ સ્થિતિ અત્યંત તોફાની રહેવાની અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે.આ પણ વાંચો: India: અમે આતંકવાદની વિરુદ્ધ છીએ, જોર્ડનમાં ચર્ચ પર થયેલા હુમલાની ભારતે કરી નિંદા

Read Full Story arrow_forward