android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhanteras: સોના-હીરાંના દાગીનાની ખરીદીમાં ન કરો ઉતાવળ, હોલમાર્કથી લઈને બિલ સુધી આટલું તપાસો
calendar_today October 24, 2026

Dhanteras: સોના-હીરાંના દાગીનાની ખરીદીમાં ન કરો ઉતાવળ, હોલમાર્કથી લઈને બિલ સુધી આટલું તપાસો

ધનતેરસ પર સોનું અને કિંમતી ઘરેણાં ખરીદવાનું ભારતીય પરિવારોમાં શુભ માનવામાં આવે છે. તહેવાર દરમિયાન ઘરેણાંના બજારમાં ગ્રાહકોની ભીડ વધે છે અને લોકો પોતાની પસંદગીનાં ઘરેણાં ખરીદવા માટે અલગ-અલગ દુકાનોમાં પહોંચે છે.સુંદર ડિઝાઇન અને આકર્ષક છૂટ જોઈને ખરીદી કરવી ક્યારેક મોંઘી પડી શકે છે. આવી સ્થિતિમાં ઘરેણાંની શુદ્ધતા, પ્રમાણપત્ર અને કિંમતની સાચી માહિતી મેળવવી જરૂરી છે, જેથી તમારી ખરીદી સુરક્ષિત રહે અને ખર્ચેલા પૈસાનું પૂરતું મૂલ્ય મળે. જો આ વખતે ધનતેરસ પર તમે હીરાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ બાબતો જાણી લો.હીરાનાં ઘરેણાં માટે અલગ પ્રમાણપત્ર જરૂરીસોના પર લાગેલો હોલમાર્ક એ પ્રમાણિત કરતો નથી કે તેમાં જડેલો હીરો અસલી છે કે તેની ગુણવત્તા કેવી છે. તેથી હીરાની વીંટી, હાર કે કાનનાં ઘરેણાં ખરીદતી વખતે હીરાની ગુણવત્તા દર્શાવતું પ્રમાણપત્ર અલગથી માગવું જરૂરી છે.આ પ્રમાણપત્રમાં હીરાની કાપણી, રંગ, સ્વચ્છતા અને વજન જેવી વિગતો સામેલ હોય છે. GIA અને IGI જેવી સંસ્થાઓ હીરાની ગુણવત્તા અંગેના પ્રમાણપત્રો આપે છે.  પ્રમાણપત્રની માહિતી સંબંધિત સંસ્થા દ્વારા ચકાસી શકાય તો તેની પણ ખરાઈ કરવી જોઈએ.સોનાની શુદ્ધતા માટે BIS હોલમાર્ક જરૂર તપાસોસોનાનાં ઘરેણાં ખરીદતી વખતે માત્ર તેની ચમક કે ડિઝાઇન પર ધ્યાન આપવું પૂરતું નથી. ગ્રાહકોએ ઘરેણાં પર ભારતીય માનક બ્યૂરો (BIS)નો હોલમાર્ક, શુદ્ધતાનો અંક અને 6 અંકનો HUID કોડ તપાસવો જોઈએ. ઉદાહરણ તરીકે, 22 કેરેટ સોના પર 916 અને 18 કેરેટ સોના પર 750નો શુદ્ધતાનો અંક હોય છે.ખરીદદારો BIS Care Appમાં રહેલી ‘Verify HUID’ સુવિધાની મદદથી હોલમાર્ક સંબંધિત માહિતી પણ ચકાસી શકે છે. તેનાથી ઘરેણાંની ઓળખ અને નોંધાયેલી વિગતો સરખાવવામાં મદદ મળે છે.પાકું બિલ અને ઘડતરનો ખર્ચ જાણવાનું ભૂલશો નહીંઘરેણાં ખરીદતી વખતે માત્ર પ્રતિ ગ્રામ સોનાના ભાવની સરખામણી કરવી પૂરતી નથી. ઘરેણાંની કિંમતમાં સોનાનું વજન, તેમાં વપરાયેલા પથ્થરોની કિંમત, ઘડતરનો ખર્ચ અને લાગુ પડતા કરનો સમાવેશ થઈ શકે છે. તેથી દુકાનદાર પાસેથી કિંમતની સંપૂર્ણ વિગતો માગો અને અલગ-અલગ ઘરેણાંની દુકાનોમાં મળતી છૂટ તથા ભાવની સરખામણી કરો.ખરીદી પૂર્ણ થયા પછી પાકું બિલ જરૂર લો. તેમાં ઘરેણાંનું વજન, શુદ્ધતા, કિંમત અને અન્ય જરૂરી વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. હીરા કે અન્ય રત્નોનાં પ્રમાણપત્રો અને તેને લગતાં દસ્તાવેજો પણ સાચવીને રાખો.ખરીદીમાં ઉતાવળ કરવાનું ટાળોધનતેરસના શુભ મુહૂર્ત અને મર્યાદિત સમયની છૂટને કારણે ગ્રાહકો ઉતાવળમાં નિર્ણય લઈ શકે છે. પરંતુ મોંઘાં ઘરેણાં ખરીદતી વખતે તેની ગુણવત્તા અને પ્રમાણપત્રોની તપાસને પ્રાથમિકતા આપવી જરૂરી છે.સોનાની શુદ્ધતા, હીરાની ગુણવત્તા અને કિંમતની સંપૂર્ણ માહિતી મળ્યા પછી જ ખરીદી કરો. તેનાથી તહેવારની ખુશીઓ વચ્ચે ખોટી વસ્તુ ખરીદવાની કે પાછળથી વિવાદ થવાની શક્યતા ઘટાડી શકાય છે.પોલકી અને જડાઉ ઘરેણાં ખરીદતી વખતે પણ સાવચેત રહોધનતેરસ પર પરંપરાગત પોલકી અને જડાઉ ઘરેણાંની પણ માંગ રહે છે. આ ઘરેણાંમાં સંપૂર્ણ રીતે ન કોતરેલા હીરા, રંગીન રત્નો અને ઝીણું કારીગરીકામ વપરાયેલું હોઈ શકે છે.આવાં ઘરેણાં ખરીદતાં પહેલાં દુકાનદારને પૂછો કે તેમાં કયા પ્રકારના પથ્થરો વપરાયા છે, તેમની ગુણવત્તા કેવી છે અને તેના પર કોઈ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે કે નહીં. આ બધી વિગતો લેખિતમાં લેવી વધુ યોગ્ય છે. તેનાથી ગ્રાહકોને ઘરેણાંની વાસ્તવિક બનાવટ અને તેની કિંમત સમજવામાં મદદ મળે છે.

Read Full Story arrow_forward
Delhiની હવા સાફ કરવા નવી ટેક્નોલોજી, પ્રદૂષણનાં મૂળ સુધી પહોંચશે વૈજ્ઞાનિક સિસ્ટમ
calendar_today October 24, 2026

Delhiની હવા સાફ કરવા નવી ટેક્નોલોજી, પ્રદૂષણનાં મૂળ સુધી પહોંચશે વૈજ્ઞાનિક સિસ્ટમ

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા વૈજ્ઞાનિકોએ આધુનિક ટેક્નોલોજી આધારિત સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમથી પ્રદૂષણનાં મુખ્ય સ્ત્રોતોનું રિયલ ટાઇમમાં મૂલ્યાંકન કરી શકાશે અને હવાની ગુણવત્તાની આગાહી કરવામાં પણ મદદ મળશે.પ્રદૂષણ ક્યાંથી ફેલાય છે તે જાણી શકાશેકેન્દ્રીય મંત્રી સ્વતંત્ર પ્રભાર જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે દિલ્હી એરોસોલ લેબોરેટરી દ્વારા PM2.5 પ્રદૂષણનાં અલગ-અલગ સ્ત્રોતો ઓળખવા માટે રિયલ ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં હવામાં રહેલા કણોની રાસાયણિક રચના, કાર્બનયુક્ત કણો અને વિવિધ તત્ત્વોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીની મદદથી વાહનોના ધુમાડા, બાયોમાસ બાળવું, કોલસાનું દહન, ઔદ્યોગિક ઉત્સર્જન, રસ્તાની ધૂળ અને કચરો બાળવાથી થતા પ્રદૂષણની ઓળખ કરવામાં મદદ મળશે. મંત્રીએ IITM દિલ્હી ખાતે અટલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરતી વખતે આ માહિતી આપી હતી.AIRWISE સિસ્ટમ કેવી રીતે મદદ કરશે?પ્રદૂષણની આગાહીથી લઈને નિયંત્રણનાં પગલાં સુધી, તંત્રને મળશે સમયસર માહિતી એટલે કે, AIRWISE (Air Quality Warning and Integrated Decision Support System for Emissions) બીજી મહત્વપૂર્ણ સિસ્ટમ છે. તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયોરોલોજી સંસ્થા (IITM) દ્વારા ભારત હવામાન વિભાગ (IMD)ના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ પ્રદૂષણની આગાહી કરવા, તેના સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવા અને સમયસર નિયંત્રણનાં પગલાં લેવામાં મદદ કરે છે.400 મીટર સુધીની ઊંચાઈએ હવાની ગુણવત્તાનું અનુમાનAIRWISE દ્વારા આશરે 400 મીટરની ઊંચાઈ સુધી હવાની ગુણવત્તાની આગાહી અને સ્થાનિક સ્તરે પ્રદૂષણના આકલન અંગે માહિતી આપવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પ્રદૂષણ વધવાની શક્યતા અંગે વહીવટીતંત્રને અગાઉથી સાવચેત કરવાનો છે. સાથે જ, પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં પણ આ સિસ્ટમ મદદરૂપ બને છે.પ્રદૂષણ નિયંત્રણ માટેની વ્યૂહરચના બનાવવામાં મળશે મદદનિષ્ણાતોના મતે, પ્રદૂષણના સ્ત્રોતોની ચોક્કસ ઓળખ થવાથી વાહનો, ઉદ્યોગો, રસ્તાઓની ધૂળ અને પરાળી અથવા અન્ય જૈવિક પદાર્થો બાળવાથી થતા પ્રદૂષણને રોકવા માટે લક્ષિત કાર્યવાહી કરી શકાશે. તેનાથી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વૈજ્ઞાનિક આંકડાઓના આધારે નીતિઓ બનાવવામાં મદદ મળશે. આ બંને વૈજ્ઞાનિક સિસ્ટમનો મુખ્ય હેતુ દિલ્હીમાં પ્રદૂષણના સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવું, હવાની ગુણવત્તાની આગાહી કરવી અને નિયંત્રણનાં પગલાંને વધુ અસરકારક બનાવવાનો છે. જોકે, હવાની ગુણવત્તામાં વાસ્તવિક સુધારો કેટલો થાય છે તે મળેલા આંકડાઓના આધારે વહીવટીતંત્ર કેટલી અસરકારક અને સમયસર કાર્યવાહી કરે છે તેના પર નિર્ભર રહેશે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સુરેન્દ્રનગરના વસ્તડી ગામે અનધિકૃત ફ્યુઅલ પંપ સીઝ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર તંત્રની મોટી કાર્યવાહી
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: સુરેન્દ્રનગરના વસ્તડી ગામે અનધિકૃત ફ્યુઅલ પંપ સીઝ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર તંત્રની મોટી કાર્યવાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward