android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
J-K:સાંબામાં શંકાસ્પદ કબૂતર મળતા મચ્યો ખળભળાટ, ઉર્દુમાં લખેલી હતી નોટ અને પગમાં પણ મળી કોડ નંબરવાળી રિંગ
calendar_today October 24, 2026

J-K:સાંબામાં શંકાસ્પદ કબૂતર મળતા મચ્યો ખળભળાટ, ઉર્દુમાં લખેલી હતી નોટ અને પગમાં પણ મળી કોડ નંબરવાળી રિંગ

જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, કબૂતરના પગમાં એક વીંટી (રિંગ) હતી, અને તેની સાથે ઉર્દૂ ભાષામાં લખેલી એક શંકાસ્પદ ચિઠ્ઠી તથા પાકિસ્તાની ચલણ પણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને લોકોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કબૂતર પાસેથી મળેલી વસ્તુઓએ સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ કબૂતર ક્યાંથી આવ્યું અને તે ચિઠ્ઠી તથા પાકિસ્તાની ચલણ પાછળનો હેતુ શું હતો, તે જાણવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.પગમાં કોડ નંબરવાળી વીંટીઅહેવાલો મુજબ, સાંબાના સરહદી ગામ 'માવા'માં આવેલા કાલી માતા મંદિર પાસે એક કબૂતર મળી આવ્યું હતું, જેના પગમાં કોડ નંબર લખેલી એક રીંગ હતી. સ્થાનિક રહેવાસીઓએ આ પક્ષીને જોયું અને પોલીસને જાણ કરી. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાની ચલણ અને ઉર્દૂમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. સ્થાનિક લોકોએ કબૂતરને પકડીને સંબંધિત સત્તાવાળાઓ અને પોલીસને સોંપી દીધું હતું.એજન્સીઓ દ્વારા તપાસ શરૂસ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની ચલણ, ઉર્દૂમાં લખેલી ચિઠ્ઠી અને કોડ નંબરવાળી વીંટી મળી આવતા સત્તાવાળાઓએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. જોકે, કબૂતર ક્યાંથી આવ્યું, ચિઠ્ઠીમાં શું લખેલું છે કે પછી વીંટી પરના કોડનો અર્થ શું છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.અગાઉ પાકિસ્તાની ફુગ્ગાઓ મળી આવ્યાની ઘટનાઓછેલ્લા કેટલાક અઠવાડિયાથી સરહદ પારથી ફુગ્ગાઓ અને કબૂતરો આવવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. જે એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં, જમ્મુના ખૌર વિસ્તારમાં આવેલા પાલનવાલામાં વિમાનના આકારનો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવ્યો હતો. આ ફુગ્ગા પર 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ' (PIA) ના નિશાન હતા.આ પણ વાંચો: India: મેટ્રો નેટવર્કમાં જાપાનને પણ પાછળ છોડી પહોંચ્યું નંબર-3 પર... હવે અમેરિકાને ટક્કર આપવાની તૈયારી!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સુરત સિવિલમાં ફિઝિયોથેરાપી વિભાગના પહેલા માળે આગ લાગી, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: સુરત સિવિલમાં ફિઝિયોથેરાપી વિભાગના પહેલા માળે આગ લાગી, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vapiમાં 12 કરોડના ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું, 243 કિલો નશીલા પદાર્થો સાથે બે આરોપીઓ સકંજામાં...
calendar_today October 24, 2026

Vapiમાં 12 કરોડના ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું, 243 કિલો નશીલા પદાર્થો સાથે બે આરોપીઓ સકંજામાં...

ગુજરાતના ઉદ્યોગનગર તરીકે જાણીતા વાપી શહેરમાંથી ડ્રગ્સ અને નશાના કારોબારને લગતી અત્યંત ચોંકાવનારી અને મોટી ઘટના સામે આવી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન વાપીમાંથી અંદાજે 12 કરોડ રૂપિયા ની બજાર કિંમત ધરાવતો 243 કિલોગ્રામથી વધુ નો વિશાળ જથ્થો નશીલા પદાર્થો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં યુવાધન અને સુરક્ષાને નુકસાન પહોંચાડતા આ મોટા રેકેટનો પર્દાફાશ થતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ગુજરાત ATS ની તપાસમાં એન્ટ્રીઆ ગંભીર ગુનાની તપાસને વધુ વેગ આપવા માટે હવે ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) પણ સત્તાવાર રીતે તપાસમાં જોડાઈ ગઈ છે. પોલીસે આ પ્રકરણમાં પ્રાથમિક તપાસ બાદ નોંધવામાં આવેલી FIR માં બે મુખ્ય આરોપીઓનાં નામ સામે લાવ્યા છે. આ સાથે જ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન, શંકાસ્પદ વાહનો અને અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ આરોપીઓ વિરુદ્ધ કડક NDPS (Narcotic Drugs and Psychotropic Substances) કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સપ્લાય ચેઈન અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ તેજઝેરી અને નશીલા પદાર્થોના આ પૂરા નેટવર્કનું મૂળ ક્યાં સુધી ફેલાયેલું છે અને આ જથ્થો ક્યાંથી સપ્લાય થતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એજન્સીઓ દ્વારા આ કથિત નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ અને મોટા માથાઓની પણ સઘન પૂછપરછ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ સિંડિકેટના સમગ્ર નેટવર્કને નેસ્તનાબૂદ કરી શકાય.આ પણ વાંચો : Rajkot News : બાળકોના ભોજન સામે સવાલ! આંગણવાડીમાં ખોરાક આપતી કંપની પર દરોડા, મેનેજરે કહ્યું- 'અમને બદનામ કરવાનું ષડયંત્ર'

Read Full Story arrow_forward