android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં નબીરાનો કહેર, હરિનગર બ્રિજ પર વૈભવી કારે 5 થી 9 વાહનોને અડફેટે લેતા બે લોકોનાં કમકમાટીભર્યા મોત
calendar_today October 24, 2026

Vadodaraમાં નબીરાનો કહેર, હરિનગર બ્રિજ પર વૈભવી કારે 5 થી 9 વાહનોને અડફેટે લેતા બે લોકોનાં કમકમાટીભર્યા મોત

ગુજરાતના સાંસ્કૃતિક નગર ગણાતા વડોદરા શહેરમાંથી બેફામ સ્પીડ અને અસંવેદનશીલતાની એક અત્યંત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના હરિનગર અને ગોત્રી બ્રિજ વિસ્તારમાં એક ધનાઢ્ય બિલ્ડરના પુત્ર દ્વારા પોતાની વૈભવી કાર બેફામપણે હંકારીને રસ્તા પર ચાલતા નિર્દોષ નાગરિકો અને વાહનોને કચડી નાખવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 8 થી 9 જેટલાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે સમગ્ર વડોદરા શહેરમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.બે નિર્દોષ લોકોનાં કમકમાટીભર્યા મોતઆ ભયાનક અકસ્માતમાં ઓલા રિક્ષામાં મુસાફરી કરી રહેલા નિર્દોષ રિક્ષાચાલક અર્જુનસિંહ પઢિયારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેઓ પોતાના પરિવારના એકમાત્ર રોજી રળનાર મુખ્ય મોભી હતા. આ ઉપરાંત, ગંભીર રીતે ઘાયલ થયેલાં ગિરિજા મિસ્ત્રી નામના મહિલાએ સારવાર દરમિયાન ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓ પણ હચમચી ગયા હતા. અર્જુનસિંહના અચાનક અવસાનથી તેમના પત્ની અને બે નાનાં માસૂમ બાળકો નિરાધાર બની ગયા છે. અકોટા પોલીસની કડક કાર્યવાહીઆ ગંભીર ગુનાને અંજામ આપનાર કારચાલક યુવક કુખ્યાત બિલ્ડર શબ્બીર પરદાવાલાનો પુત્ર તાહા પરદાવાલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અકોટા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આરોપી તાહા પરદાવાલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા કારચાલક અકસ્માત વખતે નશાની હાલતમાં હતો કે કેમ તેની વૈજ્ઞાનિક અને તબીબી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આરોપીને ફાંસીની સજા આપવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ અપીલમૃતક ગિરિજાબેનના પુત્ર અમિત મિસ્ત્રી અને અન્ય પીડિત પરિવારજનોએ આ નબીરાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, "આ પ્રકારના રક્ષિત નબીરાઓ ક્યારે નિર્દોષ લોકોના ભોગ લેતા અટકશે? આવા લોકો અકસ્માત સર્જીને જામીન પર છૂટી જાય છે, જ્યારે નિર્દોષ પરિવારો કાયમ માટે વેરવિખેર થઈ જાય છે." પીડિત પરિવાર અને નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે અને આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી હૃદયપૂર્વકની અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Vapiમાં 12 કરોડના ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું, 243 કિલો નશીલા પદાર્થો સાથે બે આરોપીઓ સકંજામાં...

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાતના પેન્શનર્સ માટે નાણાં વિભાગનો ઠરાવ, મોંઘવારી ભથ્થામાં 443 ટકા સુધીનો વધારો
calendar_today October 24, 2026

Gandhinagar News: ગુજરાતના પેન્શનર્સ માટે નાણાં વિભાગનો ઠરાવ, મોંઘવારી ભથ્થામાં 443 ટકા સુધીનો વધારો

ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં માતબર વધારો કરવામાં આવ્યો છે. આ હંગામી વધારો 381 ટકાથી સીધો 443 ટકા સુધી પહોંચાડવામાં આવ્યો છે, જેનાથી પેન્શનરોને મોટો આર્થિક લાભ મળશે.તબક્કાવાર મોંઘવારી ભથ્થામાં વધારો નાણાં વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલા ઠરાવ મુજબ, જુલાઈ 2022થી જાન્યુઆરી 2024 સુધીના સમયગાળા માટે તબક્કાવાર મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ધારિત યોજના અનુસાર પેન્શનરોને જુલાઈ 2022થી 396 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી 2023થી આ દર વધારીને 412 ટકા કરવામાં આવ્યો છે અને જુલાઈ 2023થી પેન્શનરોને 427 ટકાના સુધારેલા દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. છેવટે જાન્યુઆરી 2024થી પેન્શનરોને પૂરેપૂરું 443 ટકા ભથ્થું ચૂકવવા માટે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ કરીને મંજૂરી આપી દીધી છે. આમ, દરેક નિયત સમયગાળા મુજબ ભથ્થાના દરમાં ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે. આ તબક્કાવાર ગણતરીના કારણે પેન્શનધારકોને દરેક સમયગાળાનો અલગથી હિસાબ કરીને સુધારેલા દર મુજબ નાણાકીય ચુકવણી કરવામાં આવશે.131 ટકા એરિયર્સની ચુકવણી પણ કરાશેનાણાં વિભાગના ઠરાવ પ્રમાણે જુલાઈ 2021થી જૂન 2024 સુધીના સમયગાળા માટેના કુલ 131 ટકા એરિયર્સની ચુકવણી પેન્શનરોને રોકડમાં કરવામાં આવશે. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા કર્મચારીઓને આ બાકી રહેલા એરિયર્સની રકમ મળવાથી મોટો આર્થિક ટેકો પ્રાપ્ત થશે.રાજ્ય સરકારના નાણાં વિભાગે આ તમામ તબક્કાઓ અને એરિયર્સની ચુકવણી બાબતે વિસ્તૃત જોગવાઈઓ સાથેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે.આ ઠરાવને પગલે હવે વહીવટી કક્ષાએથી તમામ પાત્રતા ધરાવતા પેન્શનરોના ખાતામાં નિયત ટકાવારી પ્રમાણે નાણાં જમા કરવાની પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરાશે.જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131 ટકા એરિયર્સની ચુકવણીનો લાભ પેન્શનરોને નિયમાનુસાર મળશે.આ પણ વાંચોઃ Surat News: વંદેભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ

Read Full Story arrow_forward
Britainમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો, બિક્રમ સિંહ મજીઠિયાએ જયશંકરને કરી અપીલ
calendar_today October 24, 2026

Britainમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો, બિક્રમ સિંહ મજીઠિયાએ જયશંકરને કરી અપીલ

બ્રિટનના ટેલફોર્ડ શહેરના મેડલી વિસ્તારમાં એક શખ્સે ચાલુ બસમાં શીખ ડ્રાઇવર પર હુમલો કરી બસ હાઇજેક કરી લીધી હતી. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનામાં હુમલાખોરે ટિકિટ મશીનથી ડ્રાઇવર પર હુમલો કર્યો, તેની દાઢી ખેંચી અને માથા સાથે ટક્કર મારી હતી. ત્યારબાદ તે બસ લઈને ભાગ્યો હતો.ટેલફોર્ડમાં ચાલુ બસમાં હુમલાખોરનો આતંકઆ ઘટના બ્રિટનના ટેલફોર્ડ શહેરના મેડલી વિસ્તારમાં આવેલા કોર્ટ સ્ટ્રીટની હોવાનું જણાવવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે આશરે 6 વાગ્યે ‘ટ્રાવેલ ટેલફોર્ડ’ની સિંગલ ડેકર બસમાં એક અજાણ્યા શખ્સે ફરજ પર હાજર શીખ ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોર બસની કેબિનમાં ઘૂસીને ડ્રાઇવર સાથે મારપીટ કરતો દેખાય છે. હુમલો થતાં જ બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. લોકો હુમલાખોરને રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા, જ્યારે રસ્તા પર ચાલતા લોકોને પણ દૂર હટી જવા માટે ચેતવવામાં આવી રહ્યા હતા. વીડિયોમાં ઘાયલ ડ્રાઇવર મુસાફરો પાસે ફોન માગીને પોલીસને બોલાવવા વિનંતી કરતો જોવા મળે છે. એક મહિલા હુમલાખોરને ડ્રાઇવરને છોડી દેવા માટે સતત બૂમો પાડતી રહી હતી. અન્ય મુસાફરોએ પણ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટિકિટ મશીન ઉખાડીને ડ્રાઇવર પર ફેંક્યું, દાઢી ખેંચી માથા સાથે ટક્કર મારીપ્રત્યક્ષદર્શીઓ અને સામે આવેલા વીડિયો અનુસાર, હુમલાખોરે બસની ટિકિટ મશીન ઉખાડીને ડ્રાઇવર પર ફેંકી મારી હતી. ત્યારબાદ તેણે શીખ ડ્રાઇવરની દાઢી ખેંચી અને માથા સાથે જોરદાર ટક્કર મારી હતી. ડ્રાઇવર લાચાર બની જતાં હુમલાખોર પોતે ડ્રાઇવરની સીટ પર બેસી ગયો હતો અને બસ લઈને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસનો કબજો મેળવ્યા બાદ આરોપીએ તેને રસ્તા પર ખોટી દિશામાં દોડાવી હતી. આ દરમિયાન રસ્તામાં અનેક વાહનોને ટક્કર વાગી હતી. રસ્તાની બાજુમાં ઊભેલા લોકો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા અને બસને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ચાલુ બસમાં થયેલા હુમલા અને ત્યારબાદની આ ઘટનાથી રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.10 મિનિટમાં હથિયારધારી પોલીસે આરોપીને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતાં જ મેલિન્સગેટ પોલીસ સ્ટેશનની હથિયારધારી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બસને ઘેરી લીધી હતી અને પ્રથમ ઇમરજન્સી કોલ મળ્યાની આશરે 10 મિનિટમાં 33 વર્ષના આરોપીને ઝડપી પાડ્યો હતો. અહેવાલો અનુસાર, આરોપી સામે લૂંટ અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.બિક્રમ સિંહ મજીઠિયાએ ઘટનાને ધાર્મિક ઓળખ પરનો હુમલો ગણાવ્યોશિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલાનો વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડના ટેલફોર્ડમાં શીખ બસ ડ્રાઇવર પર થયેલો કથિત જાતિવાદી હુમલો ચિંતાજનક છે. મજીઠિયાના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર સાથે મારપીટ કરવામાં આવી, તેની દાઢી ખેંચવામાં આવી અને હુમલાખોરે બસ પર કબજો મેળવી અનેક વાહનોને ટક્કર મારી હતી. તેમણે આ ઘટનાને માત્ર એક ડ્રાઇવર પરનો હુમલો નહીં, પરંતુ શીખોની પાઘડી અને ધાર્મિક ઓળખને નિશાન બનાવતી ઘટના ગણાવી હતી. બ્રિટિશ સરકાર પાસે તપાસની માગ, જયશંકરને પણ કરી અપીલમજીઠિયાએ બ્રિટિશ સરકારને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ સભ્ય સમાજમાં જાતિવાદ કે કોઈની ધાર્મિક આસ્થા અને ઓળખને નિશાન બનાવતા હુમલાઓ માટે સ્થાન ન હોવું જોઈએ. આ ઉપરાંત તેમણે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દો તાત્કાલિક બ્રિટિશ અધિકારીઓ સમક્ષ ઉઠાવે અને વિદેશમાં રહેતા શીખ સમુદાયની સુરક્ષા તથા માન-સન્માન સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાય તે માટે રજૂઆત કરે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward