android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને હાઈકોર્ટની ફટકાર
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને હાઈકોર્ટની ફટકાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Dwarka News : લાલ સમુદ્રમાં ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર ભીષણ હુમલો, આગ લાગ્યા બાદ તમામ 14 નાગરિકોનો આબાદ બચાવ
calendar_today October 24, 2026

Dwarka News : લાલ સમુદ્રમાં ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર ભીષણ હુમલો, આગ લાગ્યા બાદ તમામ 14 નાગરિકોનો આબાદ બચાવ

લાલ સમુદ્ર વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. યમનના ઝુકાર ટાપુ નજીક દરિયાઈ માર્ગે જઈ રહેલા એક વહાણ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વહાણમાં ભીષણ આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વહાણ ઓમાનનો ધ્વજ ધરાવતું હતું અને તે SALALAH MARINE TRANSPORT CO. સાથે સંકળાયેલું હતું. ગત 21 ઓક્ટોબરના રોજ બનેલી આ આકસ્મિક ઘટનાના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી.યમન દ્વારા સફળ બચાવ કામગીરીઆ ગંભીર કટોકટીની સ્થિતિમાં યમનના સ્થાનિક તંત્ર દ્વારા ત્વરિત અને સરાહનીય બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓ ને હેમખેમ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ બચાવાયેલા તમામ 14 ખલાસીઓ ગુજરાતના જામનગર જિલ્લાના પ્રખ્યાત સલાયા અને સિક્કા ગામ ના વતની હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ કર્યા બાદ તમામ ખલાસીઓને હુદૈદાહ વિસ્તારની એક સુરક્ષિત હોટલમાં આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને ભોજન, કપડાં તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.ભારતીય દૂતાવાસે આપી સુરક્ષિત હોવાની પુષ્ટિઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલય અને સંબંધિત દૂતાવાસ સતત સંપર્કમાં હતા. ગત 23 ઓક્ટોબરના રોજ ભારતીય દૂતાવાસે સત્તાવાર રીતે માહિતી આપી હતી કે હુમલાનો ભોગ બનેલા તમામ 14 ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ આ ખલાસીઓ કયા રૂટ કે માર્ગેથી ભારત અને પોતાના વતન પરત ફરશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી સંભાવના છે.આ પણ વાંચો : Rajkot News : સાવધાન! તહેવારોમાં ફટાકડા વેચવાના બદલાયા નિયમો, જાણો પોલીસના નવા જાહેરનામાની મોટી વાતો!

Read Full Story arrow_forward
Surat News: વંદેભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ
calendar_today October 24, 2026

Surat News: વંદેભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ

રાજ્યમાં ટ્રેન પર પથ્થરમારો થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી વંદે ભારત ટ્રેન સુરત આવી રહી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ ટ્રેન પર પથ્થર મારો કર્યો હતો.પથ્થરમારાને કારણે વંદે ભારત ટ્રેનના કોચની બારીઓના કાચ તૂટ્યા હતાં. ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ભય ફેલાયો હતો. પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.આખરે આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  ઉદયપુરથી સુરત આવતી ટ્રેનને બનાવાઈ હતી નિશાનપ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 19 ઓક્ટોબરે રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી 26904 નંબરની વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ઉતરાણ અને સુરત વચ્ચેથી પસાર થતી હતી. આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ટ્રેનના કોચ નંબર C-6ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસેની બારીઓના કાચ તૂટી ગયા હતાં. ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં પથ્થરમારાને લઈને ભય ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફર કે કર્મચારીને હાની પહોંચી નહોતી. આ ઘટનાની માહિતી મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ તરફથી સુરત RPF પોસ્ટને આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.  સીસીટીવી કેમેરાની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડઆ સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે પુછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે, તેમણે મજા લેવા માટે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રાજ્યમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. તોફાની તત્વો દ્વારા માત્ર મોજ મસ્તી ખાતર સરકાર દ્વારા લોકોને આપવામાં આવતી સુવિધાઓને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવતી હોવાથી મુસાફરોમાં પણ ભય ફેલાયો છે. આ પણ વાંચોઃ Gandhinagar News: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી વિના બેઠક યોજી નહીં શકાય

Read Full Story arrow_forward