android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maharashtra: રેપિડો રાઈડર બની કરતો હતો આતંકીઓ માટે કામ, હવે મહારાષ્ટ્ર ATS શંકાસ્પદને દબોચ્યો
calendar_today October 24, 2026

Maharashtra: રેપિડો રાઈડર બની કરતો હતો આતંકીઓ માટે કામ, હવે મહારાષ્ટ્ર ATS શંકાસ્પદને દબોચ્યો

મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ મુંબઈના માહિમ વિસ્તારમાંથી 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા છે. આરોપીની ઓળખ મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તર તરીકે થઈ છે. ગુપ્ત માહિતીના આધારે મહારાષ્ટ્ર ATS ના કાલાચોકી યુનિટે તેને માહિમ મેટ્રો સ્ટેશન નજીકથી પકડી લીધો.તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી રેપિડો રાઇડર અને પરફ્યુમ વેચનાર તરીકે કામ કરવાની આડમાં કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યો હતો. ATSનો આરોપ છે કે તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સાંપ્રદાયિક નફરત અને રાષ્ટ્રવિરોધી લાગણીઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસકર્તાઓએ તેના મોબાઇલ ફોનમાંથી આવી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રી પણ જપ્ત કરી છે.એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવતો હતો. 1 જૂનના રોજ, તેણે કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર દ્વારા જૂથ પર ઉશ્કેરણીજનક ઓડિયો ભાષણો અપલોડ કર્યા હતા, જેમાં બાબરી મસ્જિદ અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ હતો. ATS એ એવો પણ દાવો કર્યો હતો કે તે 'IBN-e-Kasim' નામની પાકિસ્તાન સમર્થિત કટ્ટરપંથી ટેલિગ્રામ ચેનલનો એક્ટિવ સભ્ય હતો.ગુજરાત ATS એ જુલાઈમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ કરતી વખતે પાંચ લોકોની અટકાયત કર્યાના થોડા મહિના પછી જ આ ધરપકડ કરવામાં આવી છે. પાંચ આરોપીઓની ઓળખ બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખલીલ અયુબ સુનસારા, શફિયા રઈસ મુક્તિ અને મોહમ્મદ હસન કારડિયા તરીકે થઈ હતી. તેમની ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે તે મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા આઠ કથિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સભ્યોની તપાસ દરમિયાન પાંચ શંકાસ્પદો તપાસ હેઠળ આવ્યા હતા. આરોપીઓને મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એમ. ભાટિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને ATS કસ્ટડીમાં મોકલ્યા હતા.સરકારી વકીલ પી.આર. દંતાણીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓની કથિત પ્રવૃત્તિઓની તપાસ માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. તેમણે દાવો કર્યો હતો કે એક આરોપીએ ટાઇમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, અને તપાસકર્તાઓને હજુ પણ બોમ્બ બનાવવાની સામગ્રી અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ ઉર્દૂ સાહિત્ય મેળવવાનું બાકી છે.પત્રકારો સાથે વાત કરતા, સરકારી વકીલે કહ્યું કે તપાસ દરમિયાન આ પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ATS એ શોધવા માંગે છે કે કથિત બોમ્બ બનાવવાની સામગ્રી ક્યાંથી આવી, ક્યાં છુપાવવામાં આવી અને આરોપીએ પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલ જેહાદી સાહિત્ય કેવી રીતે મેળવ્યું.

Read Full Story arrow_forward
Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર
calendar_today October 24, 2026

Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર

ડાયમંડ સિટી સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તસ્કરો અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત પોલીસ દ્વારા અત્યંત મહત્વનું સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરતના જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ, બેંકો અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.24 કલાક CCTV, બ્લાઇન્ડ સ્પોટ નિવારવા અને KYC ફરજિયાતનવી માર્ગદર્શિકા મુજબ, તમામ પેઢીઓ અને દુકાનોમાં 24 કલાક સીસીટીવી (CCTV) કેમેરા કાર્યરત રાખવા અને કોઈપણ પ્રકારના બ્લાઇન્ડ સ્પોટ વિના કેમેરા ચાલુ રાખી તેનો ક્લાઉડ બેકઅપ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ, ગ્રાહકો અથવા આંગડિયા સ્ટાફનું આઈડી અને વાહન વેરિફિકેશન કર્યા પછી જ પ્રવેશ આપવા તથા જૂના ઘરેણાં ખરીદતી વખતે ગ્રાહકોનું KYC ફરજિયાત કરીને આધાર-પુરાવા તપાસ્યા બાદ જ પાક્કું બિલ બનાવવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.રોકડ અને દાગીનાની હેરાફેરી પર વિશેષ નજરરોકડ અને કિંમતી હીરા-દાગીનાની હેરાફેરી કરતી વખતે કોઈપણ મોટી રકમ કે માલ ક્યારેય એકલા વ્યક્તિ સાથે ન મોકલવા અને રસ્તાની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જણાય તો કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરવી, જેથી પોલીસ ત્વરિત કાર્યવાહી કરી શકે.આ પણ વાંચો : Ahmedabad News : રિક્ષાચાલકોના આક્રોશ સામે RTO નું કડક વલણ, ગાઇડલાઇનનો ભંગ કરનાર Ola-Uber-Rapido ને નોટિસ...

Read Full Story arrow_forward
Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ
calendar_today October 24, 2026

Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને મોંઘી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સંગ્રહ ધરાવતા આ ગોડાઉનમાં તસ્કરોએ માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં અંદાજે 1 કરોડ રૂપિયા જેટલા માતબર મુદ્દામાલની ચોરીને અંજામ આપીને ભારે ચકચાર મચાવી દીધી છે.પતરાં ખોલીને બે બુકાનીધારીઓ ત્રાટક્યાપ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા. તેમણે વેરહાઉસના છતનાં પતરાં ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંદરથી કિંમતી ગેજેટ્સની ચોરી કરી હતી, જેમાં અંદાજે 40 iPhone-17 અને 30 iPhone-16 જેવા લેટેસ્ટ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈફોન સિવાય વેરહાઉસમાંથી હાઈ-ટેક કીબોર્ડ, આઈપેડ (iPads), આઈવોચ (iWatch) અને પ્રીમિયમ લેપટોપ પણ ચોરી થઈ ગયા છે.CCTV ફૂટેજના આધારે ચાંગોદર પોલીસે હાથ ધરી સઘન તપાસઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વેરહાઉસ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બે બુકાનીધારી ચોરોએ કઈ રીતે આટલી મોટી ચોરીને અંજામ આપ્યો અને ચોરાયેલો માલ કઈ તરફ ખપાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, જેથી વહેલી તકે આરોપીઓ પકડાઈ શકે.આ પણ વાંચો : Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર

Read Full Story arrow_forward