android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa : GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ
calendar_today October 23, 2026

Deesa : GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ

ડીસા માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી આગળથી જ એક વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ડીસા માર્કેટયાર્ડમાં સુઆયોજિત રીતે થતું GST કૌભાંડ વિશે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેના સમાચાર સંદેશ દૈનિકમાં પ્રસિદ્ધ થયા બાદ માર્કેટયાર્ડના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી તો માર્કેટના સત્તાધીશો આ વેપારીને દબાવવા માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી ખરીદીની કામગીરીને રોકાવી દીધી હતી અને તેને દબાવી ખુલાસાની માંગણી કરી હતી જોકે વેપારી પણ આ વિડીયો વાયરલ બાદ માર્કેટના અધિકારીઓની ધમકીના કારણે ફફડી ઉઠયો છે જોકે વેપારીએ જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં ક્યાંક સત્યતા હોવાનું પણ ચર્ચા રહ્યું છે જોકે હાલમાં તો આ રૂ.500 કરોડથી વધુ GST ચોરીને દબાવવા વેપારીઓ અત્યારે બિલો બનાવવામાં અને આ મામલાને દબાવવાના પ્રયાસો શરૂ કયર છેતો માર્કેટયાર્ડના સત્તાધીશો ના પગ નીચે રેલો ન આવે તે માટે તેઓ દ્વારા આ વેપારીને દબાવી તેનું માફી પત્ર તેમજ તેને ધંધો ન કરવા દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે અને હાલ તેને લાયસન્સ રદ કરી કમિટી નક્કી કરશે તેમ કહી ખરીદી બંધ કરાવી દેવામાં આવી છે જેને લઈને હાલ આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આ GSTચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલુ રહ્યું હોવાનું પણ કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જોકે કેટલાક વેપારીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાની GST ચોરી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે GST અધિકારીઓ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ કરે છે કે પછી GST અધિકારીઓપર મિલીભગત હોય તેવી ચૂપ ભી ચૂપ મેરી બી ચૂપના નાટકો ભજવે છે કે કેમ તે પણ ચર્ચા નો વિષય બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha : થરા તાણા વિભાગ શરાફી મંડળીના મેનેજરની કારમાંથી સાહિત્ય મળી આવ્યું
calendar_today October 23, 2026

Banaskantha : થરા તાણા વિભાગ શરાફી મંડળીના મેનેજરની કારમાંથી સાહિત્ય મળી આવ્યું

થરા તાણા વિભાગ શરાફી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કર ગત 10મી ઓક્ટોબરની રાત્રે પાટણ ખાતેના તેમના ઘેરથી ગુમ થયા બાદ તેમના નાનાભાઈ રાજુભાઈ દ્વારા પાટણ પોલીસ સ્ટેશને પોતાના મોટાભાઈની ગુમશુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મંડળીના મેનેજરનો કોઈ પત્તો લાગ્યો નથી, ત્યારે હવે મંડળીના મેનેજર થરા-પાટણ અવરજવર માટે વાપરતા તે ગાડીમાંથી મળી આવેલા મંડળીના ચોપડા-રેકર્ડ મંડળીના બોર્ડ ઓફ્ ડિરેક્ટર તેમજ ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાટીને આપવા જતાં તેમણે બેંકનું મટીરીયલ્સ લેવાની ના પાડતા મેનેજરના કુટુંબ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં કાગળિયા ન સ્વીકારવા બાબતે ચેરમેન વિરુદ્ધમાં અરજી કરાઈ હતી ત્યારબાદ તે અંગે હવે થરા પોલીસ સ્ટેશન ખાતે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરની ગાડીમાંથી તેમના કુટુંબીઓને મળેલા ચોપડા, ચાવીનો ઝુમખો તેમજ બેંકની અન્ય ચીજવસ્તુઓનો કબજો મંડળીના બે ડિરેક્ટર, બે કર્મચારી તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં થરા પોલીસ સ્ટેશને પંચનામું કરી સ્વીકારવામાં આવ્યા છે પંચનામા મુજબ કુલ ત્રણ થેલા ભરીને વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ થેલામાં CPU, મોનિટર, પેન ડ્રાઈવ, ડોંગલ, માઉસ, કીબોર્ડ અને માઉથ પેપર, જ્યારે સિગ્નેચર લખેલા બીજા થેલામાં 18/6/2024 થી 6/6/2026 સુધીના હિસાબના ચોપડા નંગ 4 તેમજ 31/7/2017 થી 31/8/2023 સુધીની ઠરાવ બુક નંગ ત્રણ અને એફ્ડી લોનની 101 નંબર સુધીની ખાતાવહી તેમજ એફ્ડીની રસીદો અને1/4/2014 થી એફ્ડી લોનની ખાતાવહી તથા તા. 31/3/2015 સુધીની એફ્ડીની રસીદો તેમજ અન્ય છૂટક કાગળો ભરેલી સાગર લક્ષ્મીની થેલીનો સમાવેશ થાય છે. તેમજ તારીખ 1/4/2001 થી 31/6/2002 ઓડિટ રિપોર્ટનું બંચ, વધુમાં 1/4/1999 થી 31/6/2025 મળીને કુલ 17 વર્ષના ઓડિટ રિપોર્ટનું બંચ અને સિગ્નેચર લખેલો થેલો, જ્યારે ત્રીજા થેલામાં એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 મળીને કુલ સાત મહિનાની સાત જેટલી વાઉચર ફાઈલો જમા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હવે મંડળીના એફ્ડી ધારકો, સભાસદો તેમજ ગ્રાહકો થરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંડળીમાં થયેલી સંભવિત ઉચાપતની તપાસ કરી, મેનેજરના ગુમ થવા અંગેનું કારણ જાણી તેમની શોધ કરી, મંડળીમાં પડેલા ગ્રાહકોના કરોડો રૂપિયા તેમને પાછા મળે તેવી માગણી સાથે પોલીસ સ્ટેશન આગળ એકઠા થયા હતા. ત્યારબાદ ચોપડા સ્વીકારી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની પોલીસ દ્વારા ગ્રાહકોને ધરપત આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol : સ્વામિ. યનિમાં MBBS નવી બેચની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ
calendar_today October 23, 2026

Kalol : સ્વામિ. યનિમાં MBBS નવી બેચની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ

કલોલમાં સ્વામિનારાયણ યુનિવર્સીટી સંલગ્ન સ્વામિનારાયણ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સિસ એન્ડ રીસર્ચ (એસ.આઈ.એમ.એસ.આર.) ખાતે એમ.બી.બી.એસ. બેચ 2026 ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વ્હાઈટ કોટ સેરેમની 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દ્વારા ભાવિ તબીબોએ તબીબી શિક્ષણની પોતાની નવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તથા તબીબી વ્યવસાયની નૈતિકતા માનવસેવા,કરૂણા અને દર્દીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડૉ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજના આશીર્વાદ આપ્યા હતા. યુનિવર્સિટીના ઉપપ્રમુખ પૂજ્ય સ્વામી ભકતવત્સલદાસજી મહારાજ અને પૂજ્ય સ્વામી ભકિતનંદનદાસજી મહારાજ મુખ્ય સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રૂપેશ વાસાણી,પ્રો વાઈસ ચાન્સેલર ડૉ. ગુંજન શાહ, હેલ્થ સાયન્સિસના ડેપ્યુટી પ્રો. વાઈસ ચાન્સેલર ડૉ. રૂપમ ગુપ્તા અને રજીસ્ટ્રાર ડૉ. અજીત ગંગવાણે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સિવીલ હોસ્પીટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એસ.આઈ.એમ.એસ.આર.ના ડીન પ્રાધ્યાપકો તબીબી શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં સહભાગી બની પ્રસંગેને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સફેદ કોટ ધારણ કરાવી તબીબી વ્યવસાયની ગરિમા શિસ્ત નૈતિકતા અને માનવસેવાના મુલ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward