android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kalol : સ્વામિ. યનિમાં MBBS નવી બેચની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ
calendar_today October 23, 2026

Kalol : સ્વામિ. યનિમાં MBBS નવી બેચની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ

કલોલમાં સ્વામિનારાયણ યુનિવર્સીટી સંલગ્ન સ્વામિનારાયણ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સિસ એન્ડ રીસર્ચ (એસ.આઈ.એમ.એસ.આર.) ખાતે એમ.બી.બી.એસ. બેચ 2026 ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વ્હાઈટ કોટ સેરેમની 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દ્વારા ભાવિ તબીબોએ તબીબી શિક્ષણની પોતાની નવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તથા તબીબી વ્યવસાયની નૈતિકતા માનવસેવા,કરૂણા અને દર્દીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડૉ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજના આશીર્વાદ આપ્યા હતા. યુનિવર્સિટીના ઉપપ્રમુખ પૂજ્ય સ્વામી ભકતવત્સલદાસજી મહારાજ અને પૂજ્ય સ્વામી ભકિતનંદનદાસજી મહારાજ મુખ્ય સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રૂપેશ વાસાણી,પ્રો વાઈસ ચાન્સેલર ડૉ. ગુંજન શાહ, હેલ્થ સાયન્સિસના ડેપ્યુટી પ્રો. વાઈસ ચાન્સેલર ડૉ. રૂપમ ગુપ્તા અને રજીસ્ટ્રાર ડૉ. અજીત ગંગવાણે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સિવીલ હોસ્પીટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એસ.આઈ.એમ.એસ.આર.ના ડીન પ્રાધ્યાપકો તબીબી શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં સહભાગી બની પ્રસંગેને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સફેદ કોટ ધારણ કરાવી તબીબી વ્યવસાયની ગરિમા શિસ્ત નૈતિકતા અને માનવસેવાના મુલ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mansa : માણસામાં ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે વિકાસકામોનું લોકાર્પણ
calendar_today October 23, 2026

Mansa : માણસામાં ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે વિકાસકામોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે માણસા સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલના હસ્તે ઈટલામાં રૂ. 1.40 કરોડ અને લિંબોદરામાં રૂ. 3.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા માર્ગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગો શરૂ થવાથી ગ્રામજનોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. ઉજવણીના ભાગરૂપે માણસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્ળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરી ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. તેમજ મા બહુચર માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને કુસુમબા અન્નક્ષેત્રમાં લોકોને ભોજન પીરસી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. બીજી તરફ્, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિવોલ્વિંગ ફ્ંડ, સ્ટાર્ટ-અપ ફ્ંડ, કેશ ક્રેડિટ લોન અને લખપતિ દીદી યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી સ્વરોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, માણસા તાલુકા તથા શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : માં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
calendar_today October 23, 2026

Gandhinagar : માં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માં નવી વ્યાપારિક તકોના સર્જન માટે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) દ્વારા ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર -UDYAM2026 નું આયોજન કરાયું છે. ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનો શુભારંભ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. પ્રદર્શનના બીજા દિવસે આવતીકાલે 24 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે ગુજરાતની લાર્જેસ્ટ ઈનફ્લુએન્સર મીટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવા વિચારો, નેટવર્કિંગ અને નવી વ્યાપારિક તકો અંગે ચર્ચા થશે. ઉદ્યોગો માટે કુશળ માનવબળ અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશથી પ્રદર્શનના અંતિમ દિવસે એટલે કે 26 ઓક્ટોબરે રોજગાર મેળો પણ યોજાશે. ચાર દિવસીય પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારો દ્વારા વિવિધ 12થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટસનું પ્રદર્શન કર્યું છે. જેમાં એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો પ્રદર્શનીમાં જોડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward