Mahesana : આખજમાં મહેસાણા જિલ્લા યુવા ઉત્સવ 2026-27 યોજાઈ ગયો
મહેસાણા જિલ્લા યુવા ઉત્સવ-2026-27નું આયોજન આખજ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આર.જે. પટેલ વિનય વિદ્યાવિહાર, આખજના સહયોગથી શાળા ખાતે યોજાયેલા યુવા ઉત્સવમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન અને નુક્કડ નાટક સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ પોતાની કલા અને સર્જનાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં શ્રી નવયુવક પ્રગતિ મંડળ, આખજના પ્રમુખ રસિકભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મંડળના મંત્રી અંબાલાલભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે યુવા ઉત્સવના સફ્ળ આયોજન બદલ શ્રી નવયુવક પ્રગતિ મંડળ, આખજના સંચાલક મંડળ તેમજ શાળાના આચાર્ય વિનોદભાઈ પટેલ દ્વારા મળેલા સહયોગની સરાહના કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward