android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Top News on October 24, 2026: PM મોદીનો વારાણસી પ્રવાસ, રાજનાથ સિંહ એર શો નિહાળશે
calendar_today October 23, 2026

Top News on October 24, 2026: PM મોદીનો વારાણસી પ્રવાસ, રાજનાથ સિંહ એર શો નિહાળશે

દેશના મહત્વના અપડેટ્સમાં વડાપ્રધાનનો 2 દિવસનો પ્રવાસ, ઇન્ડિયા કેમ 2026નો અંતિમ દિવસ અને ઝારખંડમાં ભાજપની કાર્યસમિતિની બેઠકનો સમાવેશ થાય છેPM મોદી 24 અને 25 ઓક્ટોબરે વારાણસી અને કેદારનાથના પ્રવાસેવડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 અને 25 ઓક્ટોબરે વારાણસી અને કેદારનાથની 2 દિવસની મુલાકાતે રહેશે. વારાણસીના સેવાપુરીમાં ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાની અને શહેરના વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન ઔદ્યોગિક વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.રાજનાથ સિંહ નમો ઘાટ પર વાયુસેનાનો એર શો નિહાળશેરક્ષામંત્રી રાજનાથ સિંહ 24 અને 25 ઓક્ટોબરે વારાણસીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો એર શો નિહાળશે. સાથે જ સંકટ મોચન અને ભૈરવ મંદિરમાં દર્શન-પૂજન પણ કરશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.ઇન્ડિયા કેમ 2026નો 24 ઓક્ટોબરે અંતિમ દિવસ14મા ઇન્ડિયા કેમ 2026નો 24 ઓક્ટોબરે અંતિમ દિવસ રહેશે. રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રસાયણ ઉદ્યોગ, નવીનતા, રોકાણ અને ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા અને વેપારની નવી તકો ઊભી કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઝારખંડના 3 દિવસના પ્રવાસેભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 3 દિવસના ઝારખંડ પ્રવાસે રાંચી પહોંચશે. 24 ઓક્ટોબરે તેઓ પ્રદેશ કાર્યસમિતિની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. બેઠકમાં આદિવાસી અને યુવા સમુદાયના વિકાસ અંગે ચર્ચા થવાની છે. આગામી 3 વર્ષ દરમિયાન આ સમુદાયો સુધી પક્ષની પહોંચ વધારવા માટે લક્ષ્ય નક્કી કરાશે. આ પણ વાંચો  :  Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: વડોદરાના ગોત્રી-હરિનગર બ્રિજ પર બેકાબૂ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: વડોદરાના ગોત્રી-હરિનગર બ્રિજ પર બેકાબૂ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad Book Fairમાં મનપાનું સુરક્ષા કવચ, રૂ.227 કરોડનો વીમો લેવાયો, એકસાથે લાખો મુલાકાતીઓ સુરક્ષિત
calendar_today October 23, 2026

Ahmedabad Book Fairમાં મનપાનું સુરક્ષા કવચ, રૂ.227 કરોડનો વીમો લેવાયો, એકસાથે લાખો મુલાકાતીઓ સુરક્ષિત

અમદાવાદમાં આયોજિત થનારા ભવ્ય બુક ફેરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં આવનારા નાગરિકો અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મનપા દ્વારા ખાસ વીમા કવચ લેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના સામે પૂરતી સુરક્ષા મળી રહે.રૂ.227 કરોડનું વિશાળ વીમા કવચ અને પ્રીમિયમ વિગતોઆ આયોજન અંતર્ગત મનપા દ્વારા કુલ 227 કરોડ રૂપિયાનું જંગી વીમા કવચ લેવામાં આવ્યું છે. આ વીમા માટે મનપા દ્વારા પ્રીમિયમ પેટે કુલ 3.01 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ અકસ્માત અને જનરલ વીમા એમ બંને પ્રકારના જોખમોને આવરી લેવામાં આવ્યા છે.એકસાથે 2.27 લાખ લોકોને મળશે કવરેજઆ વીમા પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક જ સમયે એકસાથે 2.27 લાખ લોકોને કવરેજ પૂરું પાડશે. આ વીમા કવચનો લાભ માત્ર મુલાકાતીઓ જ નહીં, પરંતુ મેળા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને એજન્સીના સ્ટાફને પણ મળવાપાત્ર રહેશે.કોનો-કોનો વીમામાં થશે સમાવેશ?અમદાવાદ મનપા દ્વારા લેવાયેલા આ વીમા કવચમાં મેળામાં હાજરી આપનાર દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વીમા સુરક્ષા હેઠળ મુખ્યત્વે નીચે મુજબના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.મુલાકાતીઓ: બુક ફેરની મુલાકાતે આવનાર તમામ સામાન્ય નાગરિકો અને પુસ્તક પ્રેમીઓ.કર્મચારીઓ: મનપાના વિવિધ વિભાગોના ડ્યુટી પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ.એજન્સી સ્ટાફ: મેળાના સંચાલન અને વ્યવસ્થા સાથે સંકળાયેલા એજન્સીના કામદારો અને સુરક્ષાકર્મીઓ.આ પણ વાંચો: Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટના નવીનીકરણ બાદ પ્રથમવાર જાહેર ગરબાનું આયોજન

Read Full Story arrow_forward