android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Home Department: દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત, મરીન ટાસ્ક ફોર્સ માટે 3 SP, 9 DySP અને 725 નવી જગ્યાઓ મંજૂર
calendar_today October 23, 2026

Gujarat Home Department: દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત, મરીન ટાસ્ક ફોર્સ માટે 3 SP, 9 DySP અને 725 નવી જગ્યાઓ મંજૂર

ભારતની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યના દરિયા કિનારાની સુરક્ષાને વધુ સઘન અને અભેદ્ય બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ સીમા પર ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે 'મરીન ટાસ્ક ફોર્સ'ને વધુ મજબૂત બનાવવામાં આવી છે.મરીન ટાસ્ક ફોર્સનું નવું માળખું અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂકરાજ્ય સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સનું વિગતવાર માળખું આખરી કરવામાં આવ્યું છે. આ સુરક્ષા વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત કુલ 3 SP (પોલીસ અધિક્ષક) અને 9 DySP (નાયબ પોલીસ અધિક્ષક) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેઓ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાનું સીધું મોનિટરિંગ કરશે.મરીન અનામત દળની 725 જગ્યાઓ ફાળવાશેદરિયાઈ સીમાઓની ચોકીદારી અને પેટ્રોલિંગને વધુ સક્ષમ બનાવવા માટે મરીન પોલીસ સ્ટેશનોને વધારાનું મહેકમ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મરીન અનામત દળની કુલ 725 જગ્યાઓ મરીન પોલીસ સ્ટેશનોને ફાળવવામાં આવશે. આ વધારાના બળને કારણે તટવર્તી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની તાકાતમાં મોટો વધારો થશે અને કોઈપણ આપત્તિ કે જોખમનો ત્વરિત સામનો કરી શકાશે.આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ

Read Full Story arrow_forward
Bharuch News: અંકલેશ્વરમાં લાખોનું પાણીમાં, 80 લાખના ખર્ચે વસાવેલું પશુઓના અગ્નિસંસ્કારનું મશીન બંધ
calendar_today October 23, 2026

Bharuch News: અંકલેશ્વરમાં લાખોનું પાણીમાં, 80 લાખના ખર્ચે વસાવેલું પશુઓના અગ્નિસંસ્કારનું મશીન બંધ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુઓના મૃતદેહોના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને વસાવવામાં આવેલું 'ડેડ એનિમલ ઇન્સીનરેટર' મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. પાલિકાની ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત આ મશીન લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તેનો કોઈ જ ઉપયોગ થઈ રહ્યો નથી.છેલ્લા એક વર્ષથી રૂ. 80 લાખનું સ્ટ્રક્ચર ઉપયોગ વગરનુંમળતી માહિતી મુજબ, અંકલેશ્વરમાં મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહના યોગ્ય નિકાલ માટે અંદાજે 80 લાખ રૂપિયાના જંગી ખર્ચે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં આ મશીનનો એક દિવસ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.પશુઓના મૃતદેહ ખુલ્લામાં સડવા ફેંકાતા હોવાના ગંભીર આક્ષેપમશીન કાર્યરત ન હોવાના કારણે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મૃત પામેલા પશુઓના મૃતદેહોને વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળવાના બદલે ડમ્પિંગ સાઈટના ખુલ્લા વિસ્તારોમાં ઢગલાબંધ સડવા માટે ફેંકી દેવામાં આવતા હોવાના ચોંકાવનારા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. આ ગંદકી અને બેદરકારીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને પાલિકાનો પોકળ બચાવઆ સમગ્ર મામલે વિપક્ષી નેતાઓ દ્વારા પ્રોજેક્ટ પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી બાજુ, નગરપાલિકા તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, ગેસ લાઈન ઉપલબ્ધ ન હોવાના કારણે આ પ્રોજેક્ટ હાલ ઠપ્પ પડેલો છે. જોકે, લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ ગેસ લાઈન જેવી પ્રાથમિક સુવિધાનું આયોજન વગર જ પ્રોજેક્ટ શરૂ કરવાના પાલિકાના વહીવટ સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં NH-48 પર નિલેશ ચોકડી બ્રિજ નીચે કન્ટેનર ભટકાયું; સળિયા દેખાઈ ગયા

Read Full Story arrow_forward
Gujarat High Courtની વડોદરા કલેક્ટર સામે લાલ આંખ, જાણો શું છે મામલો?
calendar_today October 23, 2026

Gujarat High Courtની વડોદરા કલેક્ટર સામે લાલ આંખ, જાણો શું છે મામલો?

ગુજરાત હાઈ કોર્ટમાં વડોદરા કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ન્યાયતંત્રની કામગીરી અને ન્યાયાધીશો સામે ટિપ્પણી કરતી એફિડેવિટ રજૂ કરવાના મામલે હાઈકોર્ટે કલેક્ટરને આડેહાથ લેતા આકરો રોષ વ્યક્ત કર્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અધિકારીઓ પોતાની મર્યાદા ભૂલીને કામ કરી રહ્યા છે.NA જમીન વિવાદ અને કલેક્ટરની વિવાદાસ્પદ ટિપ્પણીસમગ્ર મામલો જમીનના NA (બિનખેતી) ના વિવાદ સાથે જોડાયેલો છે. કલેક્ટર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ન્યાયાધીશે કેસને યોગ્ય દૃષ્ટિકોણથી જોયો નથી. અદાલતના આદેશો અને ન્યાયતંત્રની ગરિમા વિરુદ્ધની આ પ્રકારની ટિપ્પણીને હાઈકોર્ટે અત્યંત ગંભીરતાથી લીધી છે.હાઈકોર્ટે કલેક્ટરની માફી ફગાવી, અધિકારીનું વલણ અયોગ્ય ઠેરવ્યુંકોર્ટમાં સુનાવણી દરમિયાન કલેક્ટર દ્વારા પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની આ માફી ફગાવી દીધી હતી. અદાલતે ટકોર કરી હતી કે, સરકારી અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસીને ન્યાયતંત્ર વિશે ટિપ્પણી કરતી વખતે પોતાની મર્યાદા અને પદની ગરિમા ભૂલી રહ્યા છે, જે સાંખી શકાશે નહીં.ન્યાયતંત્રની ગરિમા અને સત્તાના સીમાડા અંગે સખત ટકોરઆ કેસમાં હાઈકોર્ટે કાયદો અને ન્યાયતંત્રની સર્વોપરિતા અને ગરિમા જાળવી રાખવા અંગે કડક ટકોરો કરી છે. વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના સંબંધો અને મર્યાદાઓ પર સવાલો ઊભા કરતી આ ઘટનાથી નોકરશાહીમાં ભારે ચકચાર મચી ગઈ છે, અને આગામી સમયમાં આ મામલે વધુ કડક પગલા લેવાય તેવી સંભાવના છે.આ પણ વાંચો: 23 October Top News: 10,000 કરોડનું નુકસાન, અમેરિકાનું ગુપ્ત બ્રહ્માસ્ત્ર! કેટલો ખતરનાક છે આ વાયરસ?

Read Full Story arrow_forward