android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amit Shah: પંજાબમાં ડ્રગ્સના મુદ્દે અમિત શાહનો મોટો દાવ, સરકારને ઘેરવાની તૈયારી ?
calendar_today October 18, 2026

Amit Shah: પંજાબમાં ડ્રગ્સના મુદ્દે અમિત શાહનો મોટો દાવ, સરકારને ઘેરવાની તૈયારી ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 ઓક્ટોબરે પંજાબની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ માનસા, સંગરુર અને ગુરદાસપુરમાં નશાના વેપાર સામે અવાજ ઉઠાવનારા લોકોના પરિવારોને મળશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે પંજાબમાં નશાના વેપાર અને કાયદો-વ્યવસ્થાને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છેત્રણ જિલ્લાનાં પરિવારોને મળશે અમિત શાહઅમિત શાહ માનસા, સંગરુર અને ગુરદાસપુરમાં પરવિંદર સિંહ ઝોટા, ગુલઝાર સિંહ અને બિક્રમજીત સિંહના પરિવારજનોને મળશે. આ ત્રણેયના મોતના મામલાએ પંજાબમાં નશાના વેપાર સામે અવાજ ઉઠાવનારા લોકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે નશાના વેપાર સામે અવાજ ઉઠાવનારા લોકોને ચૂપ કરવાના પ્રયાસો સફળ નહીં થાય. તેમણે પંજાબ સહિત દેશમાંથી નશાના વેપારને ખતમ કરવાની વાત પણ કરી છે. પરવિંદર સિંહ ઝોટાની હત્યા બાદ વિવાદમાનસાના નશા વિરોધી કાર્યકર પરવિંદર સિંહ ઝોટાની 13 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ વિસ્તારમાં નશાના વેપાર સામે અવાજ ઉઠાવતા હતા. આ ઘટના બાદ તેમના પરિવારજનોએ ન્યાયની માગ કરી હતી. આ કેસમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વધુ બે લોકો સામે પણ કેસ નોંધાયો હતો. આ ઘટનાને લઈને પંજાબમાં વિરોધ પ્રદર્શન પણ થયાં હતાં. બિક્રમજીત સિંહના મોત પાછળનું કારણ ચર્ચામાંગુરદાસપુર જિલ્લાના મારી પનવાન ગામના 40 વર્ષીય બિક્રમજીત સિંહનું 15 ઓક્ટોબરે મોત થયું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે તેમણે વિસ્તારમાં નશાના વેચાણનો વિરોધ કર્યો હોવાથી તેમના પર હુમલો થયો હતો. જોકે, પોલીસે નશાના વેપાર સાથે આ હત્યાનો સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે જૂથો વચ્ચે મોબાઇલ ફોનને લઈને થયેલા વિવાદ બાદ આ ઘટના બની હતી. ગુલઝાર સિંહના મોતનો મામલો પણ ચર્ચામાંસંગરુર જિલ્લાના ગુલઝાર સિંહનું 7 સપ્ટેમ્બરે ઝેર પીધા બાદ મોત થયું હતું. અહેવાલો મુજબ, તેમણે વિસ્તારમાં નશાના વેચાણ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને સ્થાનિક સ્તરે દબાણનો સામનો કરવો પડ્યો હોવાના આરોપો સામે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે પણ પંજાબ સરકાર પાસે વિગતવાર રિપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પરવિંદર સિંહ ઝોટાની હત્યા, ગુલઝાર સિંહના મોત અને બિક્રમજીત સિંહના કેસ અંગે પંજાબ સરકાર પાસે વિગતો માગી છે. આ મુદ્દે અમિત શાહે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. ભગવંત માને પણ નશાના વેપાર અને સરહદની સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. આમ, પંજાબમાં નશાના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. આ પણ વાંચો: India News: દિલ્હીમાં CJPના આગેવાનોની જામીન અરજી સુનાવણી વખતે મેજિસ્ટ્રેટને ધમકી મળી

Read Full Story arrow_forward
October 19 2026: અમેરિકાના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત, ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ
calendar_today October 18, 2026

October 19 2026: અમેરિકાના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત, ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ

19 ઓક્ટોબરના સમાચાર, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ભારત મુલાકાત, ભારત અને ન્યુઝીલેન્ડ FTA લાગુ સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે.માર્કો રૂબિયોની ભારત મુલાકાતઅમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો 19 થી 22 ઓક્ટોબર, 2026 દરમિયાન પોતાની ભારત મુલાકાત વખતે રાજધાની નવી દિલ્હી જવાની જગ્યાએ સીધા મુંબઈ અને જામનગર જશે. કૂટનીતિક ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે કે કોઈ અમેરિકી વિદેશ મંત્રી સત્તાવાર ભારત પ્રવાસે આવી રહ્યા હોય અને તેમનો દિલ્હીમાં કોઈ કાર્યક્રમ નક્કી ન હોય.ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) કાલથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ બપોરે 1 વાગ્યે વાણિજ્ય ભવન ખાતે આ કરાર લાગુ થવાના સમારોહનું નેતૃત્વ કરશે.SCO ની બેઠકમાં રાજનાથ સિંહની હાજરીરક્ષા મંત્રી રાજનાથ સિંહ 19-20 ઓક્ટોબરે તજાકિસ્તાનના દુશાંબે ખાતે યોજાનારી શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વડાઓની પરિષદની ૨૫મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બેઠક સભ્ય દેશો વચ્ચે બહુપક્ષીય સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે.સુપ્રીમ કોર્ટમાં દશેરાનું વેકેશન સુપ્રીમ કોર્ટમાં 19 ઓક્ટોબરથી દશેરાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે, જેના કારણે આ આખા અઠવાડિયા દરમિયાન કોર્ટમાં નિયમિત સુનાવણી નહીં થાય. દશેરાની આ રજાઓ 19 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રૂપાલ જશેઆવતીકાલે સવારે 9:30 વાગે રૂપાલ વરદાયિની માતાના મંદિરે દર્શન કરવા જશે નવરાત્રીનું અંતિમ નોરતુંનગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની છેલ્લા નવરાત્રીના દિવસે ભીડ જામશે ત્યારે સવારે દર્શનાર્થીઓ ઉપર કરી શકાયવડોદરામાં મહાકાય રાવણનું દહન થશેવડોદરાના પોલોમેદાન ખાતે દર વર્ષ ની જેમ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલાનું આયોજન કરાશે. ઉપરાંત મહાકાય રાવણ નું દહન કરાશે.જી.આઈ. ડી.સી ખાતે હાલ રાવણ,કુમ્ભકર્ણ અને મેઘનાદ ના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. અંબાજીમાં પરંપરાગત પૂજાનું આયોજનશક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલે આઠમા નોરતે પરંપરાગત હવન અને પૂજાનું આયોજન થવાનું છે.દાંતા રાજ પરિવાર સાથે જોડાયેલી આશરે 40 પેઢી જૂની પરંપરા અનુસાર આઠમની પૂજા કરવામાં આવશે.

Read Full Story arrow_forward
Surat News : પોલીસ જ બની બુટલેગર! ટ્રાફિક પોલીસના 4 જવાનો વિદેશી દારૂના જથ્થા સાથે હાઈવે પરથી ઝડપાયા
calendar_today October 18, 2026

Surat News : પોલીસ જ બની બુટલેગર! ટ્રાફિક પોલીસના 4 જવાનો વિદેશી દારૂના જથ્થા સાથે હાઈવે પરથી ઝડપાયા

સુરત પોલીસ બેડા અને સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ જ દારૂની હેરાફેરી કરતા નવસારી જિલ્લામાંથી ઝડપાઈ ગયા છે. નવસારી એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે પર સઘન વોચ ગોઠવીને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલા સુરત ટ્રાફિક પોલીસના 4 કર્મચારીઓ સહિત કુલ 5 શખ્સોને રસ્તામાં જ આંતરી લીધા હતા.ફિલ્મી ઢબે પીછો કરી પાંચેય આરોપીઓની ધરપકડનવસારી LCB ની ટીમે જ્યારે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ બચવા માટે પોલીસની ટીમ પર જ હુમલો કરી દીધો હતો. કારમાં સવાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં લઈને નવસારી LCB ના જવાન પર લાઠી વડે હુમલો કરી દીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, LCB ની ટીમે સહેજ પણ ડર્યા વગર ફિલ્મી ઢબે કારનો પીછો કરી તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુરત ટ્રાફિક પોલીસના કર્મચારી રાહુલકુમાર ધ્રાંગી, અંકિત દેવડા, પીન્ટુ ડુંગાઇસા અને દિતા ચૌહાણનો સમાવેશ થાય છે.રાયોટિંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયોપોલીસે અટકાયત બાદ કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની કુલ 64 બોટલો મળી આવી હતી. નવસારી LCB એ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 5,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોતાની જ ખાખી વર્ધીને દાગ લગાડનાર સુરત ટ્રાફિક પોલીસના આ ચારેય કર્મચારીઓ અને તેમના સાથીદાર સામે નવસારી પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટિંગ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર કલમો નોંધી આગળની આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Suratમાં નવરાત્રી મહોત્સવમાં ભારે હોબાળો, 'OG નવરાત્રી'માં બેરિકેડ તૂટ્યા તો 'સુવર્ણ નવરાત્રી'માં બાઉન્સરોએ યુવતીઓ પર હાથ ઉઠાવ્યો

Read Full Story arrow_forward