android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો
calendar_today August 31, 2026

Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DDO (જિલ્લા વિકાસ અધિકારી) સ્નેહલ ભાપકર ફરી એકવાર પોતાના વિવાદિત નિર્ણયો અને આકરા વલણને કારણે ચર્ચાની એરણે ચડ્યા છે. DDO સ્નેહલ ભાપકરે ગત 1 ઓગસ્ટના રોજ પોતાની સત્તા મર્યાદા બહાર જઈને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જ્યંત સીતાપરાનો ચાર્જ બદલવા અંગેનો એક આદેશ જારી કર્યો હતો.DDOનો વિવાદિત આદેશ ગાંધીનગરે આખરે કર્યો રદનિયમ મુજબ રાજ્ય સરકાર અને વિભાગીય સત્તામંડળ હસ્તક આવતી આવી મહત્વની જગ્યાઓના ચાર્જ બદલવા કે સોંપવાની સત્તા DDO પાસે હોતી નથી છતાં સ્નેહલ ભાપકરે આ નિર્ણય લેતાં વહીવટી વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.DDO ના આ વહીવટી રીતે અયોગ્ય અને સત્તા મર્યાદા બહારના આદેશ સામે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી. ગાંધીનગર પંચાયત વિભાગે સમગ્ર બાબતની ગંભીર નોંધ લેતાં તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પંચાયત વિભાગના ઉપસચિવે DDO નો 1 ઓગસ્ટનો આદેશ વહીવટી નિયમો વિરુદ્ધનો ઠેરવીને તેને તાત્કાલિક અસરથી રદ કરી દીધો હતો.DDO ની કાર્યશૈલી સામે સવાલોગાંધીનગરથી મળેલા આકરા ઠપકા અને આદેશ રદ થવાના નિર્ણય બાદ DDO સ્નેહલ ભાપકરે આખરે પોતાનો જ વિવાદિત આદેશ પાછો ખેંચવાની ફરજ પડી છે.રાજ્ય સરકારે આ મામલે DDO ને કડક સૂચના આપી છે કે ભવિષ્યમાં પોતાની સત્તા મર્યાદા બહાર જઈને આવી ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. DDO ની આવી મનસ્વી કાર્યશૈલી અને અન્ય વહીવટી અધિકારીઓ સાથે સતત થતા ઘર્ષણને કારણે ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે અને અધિકારીઓ-કર્મચારીઓમાં ભારે ચર્ચા જાગી છે.આ પણ વાંચો: Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો

Read Full Story arrow_forward
Vav-Tharad News: સુઈગામમાં 33 કિમી કેનાલનું કામ 6 મહિનાથી અટવાતા ખેડૂતોમાં રોષ, પાણી છોડવા માગ
calendar_today August 31, 2026

Vav-Tharad News: સુઈગામમાં 33 કિમી કેનાલનું કામ 6 મહિનાથી અટવાતા ખેડૂતોમાં રોષ, પાણી છોડવા માગ

રાજ્યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની ભારે અછત સર્જાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈના પાણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વાવ-થરાદ પંથકના સુઈગામ નજીક નર્મદા કેનાલનું કામ છેલ્લા 6 મહિનાથી અટકેલું હોવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.33 કિમી લાંબી કેનાલનું 95 ટકા કામ પૂર્ણ, છતાં પાણી માટે તરસતા ખેડૂતોથરાદના દેવપુરાથી લઈને સુઈગામ સુધીની 33 કિલોમીટર લાંબી કેનાલનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કેનાલનું 95 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા 6 મહિનાથી બાકી રહેલું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કેનાલનું નિર્માણ પૂરું ન થતાં સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી.જમીન આપવા છતાં પાણી ન મળતા કેનાલ પર જઈ કર્યો વિરોધસુઈગામ પંથકના ખેડૂતોએ કેનાલના નિર્માણ માટે પોતાની કિંમતી જમીનો આપી હતી, છતાં આજે વરસાદની અછત વખતે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આ મુદ્દે આક્રોશિત થયેલા મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર નર્મદાનું પાણી છોડી પાકને નવું જીવન આપવાનો દાવો કરે છે, પણ કેનાલના અધૂરા કામને કારણે તેઓ આ લાભથી વંચિત રહ્યા છે.તાત્કાલિક કામ પૂર્ણ કરી પાણી છોડવા ઉગ્ર માગખેડૂતોએ તંત્ર સમક્ષ માગ કરી છે કે, કેનાલનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને તેમાં સત્વરે પાણી છોડવામાં આવે. જો આ 33 કિમી લાંબી કેનાલ કાર્યરત થઈ જાય તો સુઈગામ પંથકના ડઝનબંધ ગામોના ખેડૂતોને સિંચાઈનો મોટો લાભ મળી શકે તેમ છે અને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય તેમ છે.આ પણ વાંચો - Vav-Tharad News : સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં આરોપી કમા ઝોઝુવાડિયાને આજીવન કેદ

Read Full Story arrow_forward
Ahmedabad News: ધોળકાના ભેટાવાડામાં ગંદા પાણીના પ્રશ્ને ખેડૂત આગેવાનની ઉગ્ર ચીમકી
calendar_today August 31, 2026

Ahmedabad News: ધોળકાના ભેટાવાડામાં ગંદા પાણીના પ્રશ્ને ખેડૂત આગેવાનની ઉગ્ર ચીમકી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે ગંદા અને કેમિકલયુક્ત ઝેરી પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોનું આંદોલન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું છે. 10 દિવસ વીતી ગયા હોવા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસંદ, નેસડા, પાલડી અને આંબારેલી એમ પાંચ ગામોના લોકોનો આક્ષેપ છે કે, ધોળકા નગરપાલિકા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ખુલ્લામાં ગંદુ અને કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે. પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરોઆ દૂષિત પાણીના કારણે સ્થાનિક ખેતી, પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે તથા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે.આંદોલનના 10મા દિવસે ખેડૂત આગેવાન પિન્ટુ કોળીએ ઉગ્ર ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આ દૂષિત પાણીના ટેન્કર ભરીને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને તેમજ ધોળકા નગરપાલિકા કાર્યાલયમાં ઠાલવવામાં આવશે. ગ્રામજનોએ પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું છે કે, ભલે આંદોલનમાં જીવ આપવો પડે, પણ જ્યાં સુધી પાણી બંધ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે.દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરોગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં પાંચેય ગામોમાં આવતું દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરવામાં આવે.પ્રદૂષિત પાણી ગામમાં આવતું રોકવા માટે રોડ લેવલથી 5 ફૂટ ઊંચી મજબૂત RCC દિવાલનું બાંધકામ કરવામાં આવે. અસરગ્રસ્ત ગ્રામજનો માટે નર્મદાના શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા થાય અને ભૂગર્ભજળ સુધારવાના પગલાં લેવાય.નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ, GPCB અને નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરાય.આ પણ વાંચોઃ Ahmedabad News: હવેથી ખાનગી સોસાયટીમાં ઝાડ કાપવા માટે AMC ચાર્જ વસૂલશે

Read Full Story arrow_forward