android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: રાજકોટના ભાયાવદરમાં 3 ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયાં, 10 આરોપીઓની ધરપકડ
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: રાજકોટના ભાયાવદરમાં 3 ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયાં, 10 આરોપીઓની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Dwarka News : ઓખાના દરિયામાં મોટી દરિયાઈ દુર્ઘટના ટળી, માછીમારી કરતી વેળાએ બોટ અને હોડી વચ્ચે ગંભીર અકસ્માત
calendar_today October 23, 2026

Dwarka News : ઓખાના દરિયામાં મોટી દરિયાઈ દુર્ઘટના ટળી, માછીમારી કરતી વેળાએ બોટ અને હોડી વચ્ચે ગંભીર અકસ્માત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પાસે દરિયામાં માછીમારીની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 19 ઓક્ટોબરની રાત્રે આશરે એકાદ વાગ્યાના સુમારે ‘મા સાકરી આઈ કૃપા’ નામની ફિશિંગ બોટ અને અન્ય કોઈ અજાણી બોટ અથવા હોડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ આકસ્મિક ટક્કરના કારણે ‘મા સાકરી આઈ કૃપા’ બોટને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, જેને બાદમાં અન્ય માછીમારોની બોટની મદદથી સુરક્ષિત રીતે કિનારે લવાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં બોટ પર સવાર તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.અકસ્માત સર્જીને અજાણી બોટ રફુચક્કરઆ ઘટના અંગે બોટના ટંડેલ અને સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સર્જનાર સામેવાળી અજાણી બોટ કોઈપણ પ્રકારની મદદ કે રોકાયા વગર અંધારામાં જ ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી. ભાગી ગયેલી આ શંકાસ્પદ બોટની ઓળખ માટે સંચાલક દ્વારા કેટલીક મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. દાવા મુજબ અકસ્માત સર્જનાર બોટ ખાખી કલરની હતી, જેના પર ‘ઓમ ફાઈબર’ નું નિશાન દોરેલું હતું અને તેના પર લાલ રંગનો વાવટો પણ લગાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બોટને અંદાજે 5 થી 7 લાખ રૂપિયા જેટલું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.માહિતી આપનાર માટે 25 હજારનું ઈનામ જાહેરઅકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલી બોટની ભાળ મેળવવા માટે બોટ માલિક દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ આ શંકાસ્પદ બોટ અંગે સાચી માહિતી પૂરી પાડશે તે માહિતી આપનારને બોટ માલિક તરફથી 25 હજાર રૂપિયા નું રોકડ ઈનામ આપવામાં આવશે તેવી ચર્ચા અને જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે અને આ સંદર્ભે બોટ માલિક દ્વારા મોબાઈલ નંબર 83203 56566 પર સંપર્ક કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જોકે આ વાઈરલ વીડિયોની સત્યતા અંગે સંદેશ ન્યૂઝ સત્તાવાર પુષ્ટિ કરતું નથી.આ પણ વાંચો : Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ

Read Full Story arrow_forward
Rajkot : ભાયાવદરમાં સેક્સ્યુઅલ પાવરની દવા વેચતા 3 ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયાં, 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today October 23, 2026

Rajkot : ભાયાવદરમાં સેક્સ્યુઅલ પાવરની દવા વેચતા 3 ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયાં, 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા હેઠળ આવેલા ભાયાવદર ટાઉનમાં પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ભાયાવદર પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઓનલાઇન દવાના વેચાણ સાથે સંકળાયેલા કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ગેરકાયદે નેટવર્ક સામે પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તપાસ તેજ બનાવી છે.અલગ અલગ ત્રણ સ્થળો પર ઓચિંતા દરોડારાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉનમાં ગેરકાયદે ધમધમી રહેલા કોલ સેન્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાયાવદર પોલીસ દ્વારા નગરમાં અલગ અલગ ત્રણ સ્થળો પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ભાયાવદરના ઉમિયા નગર તેમજ સિનેમા રોડ પર આવેલી ઓફિસ અને મતવા શેરીમાં આવેલા એક રહેણાંક મકાનમાં છૂપી રીતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું.સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની દવાઓનું ઓનલાઇન વેચાણ પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય સ્થળો પરથી સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની દવાઓનું ઓનલાઇન વેચાણ કરવાના બહાને આ ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવવામાં આવતા હતા.10 આરોપીઓની તાત્કાલિક ધરપકડ પોલીસે આ સ્થળો પર એકસાથે ત્રાટકીને સ્થળ પર હાજર રહેલા 10 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત સ્થળ પરથી કામગીરીમાં વપરાતા કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5,16,700 ની કિંમતનો તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યો છે.અન્ય 5 આરોપીઓને પકડવાના બાકી પોલીસ કાર્યવાહીમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દરોડાની આ કાર્યવાહીમાં હજુ અન્ય 5 આરોપીઓને પકડવાના બાકી હોવાથી તેમને ઝડપી લેવા માટે પણ તપાસનો દોર આગળ વધારાયો છે. ભાયાવદર જેવા શાંત અને નાનકડા ગામમાં આ પ્રકારે ત્રણ અલગ અલગ જગ્યાએ ગેરકાયદે કોલ સેન્ટરો પકડાતાં સ્થાનિક સ્તરે મોટો ચકચાર મચી ગયો છે અને આ બાબત સમગ્ર ભાયાવદરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.  આ પણ વાંચો :   CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?                                

Read Full Story arrow_forward