android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : બાળકોના ભોજન સામે સવાલ! આંગણવાડીમાં ખોરાક આપતી કંપની પર દરોડા, મેનેજરે કહ્યું- 'અમને બદનામ કરવાનું ષડયંત્ર'
calendar_today October 24, 2026

Rajkot News : બાળકોના ભોજન સામે સવાલ! આંગણવાડીમાં ખોરાક આપતી કંપની પર દરોડા, મેનેજરે કહ્યું- 'અમને બદનામ કરવાનું ષડયંત્ર'

રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 47 ધંધાર્થીઓની દુકાનો અને પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગને સ્થળ પરથી અંદાજે 37 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુણવત્તાની તપાસ અર્થે કુલ 14 સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.પારસ એગ્રોમાંથી એકસાથે 8 સેમ્પલ લેવાયાઆ દરોડા દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પારસ એગ્રો માંથી એકસાથે 8 જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પારસ એગ્રો દ્વારા શહેરની સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકો માટે ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પીરસવામાં આવતા ભોજનની હલકી ગુણવત્તા અને અનિયમિતતા મુદ્દે અગાઉ પણ વારંવાર ગંભીર ફરિયાદો ઉઠી ચૂકી છે, જેથી આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે.'અમને બદનામ કરવાનું ષડયંત્ર', પારસ એગ્રો મેનેજરનો દાવોબીજી તરફ, મનપાના આકરા ચેકિંગ અને સવાલો સામે પારસ એગ્રોના મેનેજરે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મેનેજરે દાવો કરતા જણાવ્યું છે કે ભોજનની ગુણવત્તા અંગે અગાઉ જે ફરિયાદો હતી તેને ધ્યાને રાખીને અમે ભોજનની ક્વોલિટીમાં સંપૂર્ણ સુધારો કરી લીધો છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સંસ્થાની છબી ખરાબ કરવા માટે અમુક તત્વો દ્વારા આ પ્રકારે બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હાલ મનપા દ્વારા લેવાયેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ આ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થશે.આ પણ વાંચો : Rajkot News : સાવધાન! તહેવારોમાં ફટાકડા વેચવાના બદલાયા નિયમો, જાણો પોલીસના નવા જાહેરનામાની મોટી વાતો!

Read Full Story arrow_forward
મેરી કોમ બિગબોસમાંથી આઉટ, અરુણાચલમાં LAC પર હાલ શું છે સ્થિતિ ? રાહુલ ગાંધીને વેપારીઓએ લખ્યો પત્ર સહિતના સમાચાર
calendar_today October 24, 2026

મેરી કોમ બિગબોસમાંથી આઉટ, અરુણાચલમાં LAC પર હાલ શું છે સ્થિતિ ? રાહુલ ગાંધીને વેપારીઓએ લખ્યો પત્ર સહિતના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Team Indiaમાં ઉથલપાથલ! ઈશાનની જગ્યાએ કોણ આવ્યું? 2. Bigg Boss 20 : ફેન્સને લાગ્યો મોટો ઝટકો! બિગ બોસના ઘરમાંથી બોક્સિંગ લેજેન્ડ મેરી કોમ OUT!3. Gandhinagar News: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી વિના બેઠક યોજી નહીં શકાય4. IND vs NZ 2nd T20I Live : વૈભવ સૂર્યવંશીને મળશે તક? ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી5. US vs Iran War: ટ્રમ્પની ધમકી બાદ ઇરાને છોડયું બ્રહ્માસ્ત્ર, એવું કરીશું કે....ઠપ્પ થશે દુનિયા6.વનુઆતુમાં ધ્રુજી ધરા, 7.2 અને 6.9ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા7. Arunachal Pradesh: તણાવ યથાવત, સ્થિતિ કંટ્રોલમાં..અરુણાચલમાં LAC પર હાલ શું છે સ્થિતિ ?8. Rahul Gandhi Delhi Rally: દિવાળી પર રાહુલ ગાંધીની રેલીનો વિરોધ, વેપારીઓએ લખ્યો પત્ર9. Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ વધાર્યો પેટ્રોલ ડીઝલનો ભાવ? ક્રૂડ ઓઇલ $110ને પાર10. World News: લોરેન્સ બિશ્નોઈની હરિફ ગેંગના ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ

Read Full Story arrow_forward
Anirudh Kavya Wedding: કાવ્યા મારન-અનિરુદ્ધના રિસેપ્શનમાં જોવા મળશે VVIP મહેમાનોનો જમાવડો; કોને-કોને આપ્યું આમંત્રણ
calendar_today October 24, 2026

Anirudh Kavya Wedding: કાવ્યા મારન-અનિરુદ્ધના રિસેપ્શનમાં જોવા મળશે VVIP મહેમાનોનો જમાવડો; કોને-કોને આપ્યું આમંત્રણ

2026નો સૌથી મોટો લગ્ન સમારંભ શરૂ થવાનો છે. સિંગર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારનના લગ્ન ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમના લગ્ન 11 નવેમ્બરે યોજાશે. આ દરમિયાન આ કપલના રિસેપ્શનના સમાચાર સામે આવ્યા છે. રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે અને ફિલ્મ અને રાજકીય જગતની ઘણી જાણીતી હસ્તીઓ તેમાં હાજરી આપશે.કાવ્યા અને અનિરુદ્ધનું રિસેપ્શનહાલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા ફોટા સામે આવ્યા છે, જેમાં સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમની પત્ની કાવેરી મારન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રિસેપ્શનમાં આમંત્રણ આપતા દેખાય છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.કાવ્યાના માતાપિતાએ અગાઉ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. VVIP મહેમાનોની યાદીએ કાવ્યા અને અનિરુદ્ધના રિસેપ્શનને ચર્ચાનો વિષય બનાવ્યો છે. તાજેતરમાં, કાવ્યાના માતાપિતાએ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.અનિરુદ્ધ-કાવ્યાની જોડી હિટ અનિરુદ્ધ અને કાવ્યાએ તેમના લગ્નની ચર્ચા વચ્ચે લો પ્રોફાઇલ જાળવી રાખ્યું છે. તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. કાર્યક્ષેત્રે, અનિરુદ્ધ શોબિઝથી છે અને ઘણી ફિલ્મો માટે ગીતો રચ્યા છે. આમાં જેલર 2, કિંગ, જવાન અને ઇન્ડિયન 3 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કાવ્યા સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. તે IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની CEO છે.આ પણ વાંચો: Maharashtra: રેપિડો રાઈડર બની કરતો હતો આતંકીઓ માટે કામ, હવે મહારાષ્ટ્ર ATS શંકાસ્પદને દબોચ્યો

Read Full Story arrow_forward