android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : સાવધાન! તહેવારોમાં ફટાકડા વેચવાના બદલાયા નિયમો, જાણો પોલીસના નવા જાહેરનામાની મોટી વાતો!
calendar_today October 24, 2026

Rajkot News : સાવધાન! તહેવારોમાં ફટાકડા વેચવાના બદલાયા નિયમો, જાણો પોલીસના નવા જાહેરનામાની મોટી વાતો!

રાજકોટ શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા અને જાહેર શાંતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત મહત્વનું અને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી સમગ્ર રાજકોટ શહેરમાં અમલી રહેશે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અકસ્માતો રોકી શકાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.માત્ર લાઇસન્સધારકો જ કરી શકશે ફટાકડાનું વેચાણજાહેરાત મુજબ, રાજકોટમાં માત્ર અધિકૃત લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ નિયત કરેલી જગ્યાઓ પર જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જો કોઈ પણ વ્યક્તિ વગર લાયસન્સે કે ગેરકાયદેસર રીતે સ્ટોલ લગાવીને ફટાકડા વેચશે તો તેની સામે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં પર્યાવરણ અને અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારે અવાજ ધરાવતા ફટાકડા તેમજ સિરીઝ (લૂમ) ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.DCP જગદીશ બાંગરવાએ આપી વિગતોઆ સમગ્ર માબતે માહિતી આપતા DCP જગદીશ બાંગરવાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વેપારી કે શખ્સ ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા પકડાશે તો તેમનો સમગ્ર માલ જપ્ત કરી લેવામાં આવશે અને તેમની સામે કડક ફોજદારી ગુનો નોંધવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી શકે.આ પણ વાંચો : Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ

Read Full Story arrow_forward
Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે
calendar_today October 24, 2026

Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

મોરબી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો વિવિધ પડતર માંગણીઓ રજૂ કરી રહ્યા હતા.આ આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા કુલ 24 જેટલા મહત્વના મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા હતા.તે પૈકી અગાઉ સરકાર અને ખેડૂતો વચ્ચે 21 મુદ્દાઓ પર સહમતી સધાઈ ગઈ હતી.જોકે બાકી રહેલા ત્રણ મુદ્દાઓને લઈને ખેડૂતોમાં અસંતોષ અને નારાજગી પ્રવર્તતી હતી.ખેડૂતોની આ નારાજગી દૂર કરવા ઉમિયાધામ સિદસર દ્વારા મહત્વપૂર્ણ મધ્યસ્થી કરવામાં આવી છે.સિદસર ઉમિયાધામ સંસ્થાએ સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે સમાધાન માટે ભૂમિકા નિભાવી છે.આ મધ્યસ્થી બાદ ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સકારાત્મક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ખેડૂતોના હિતમાં સરકાર બાકી ત્રણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લઈ શકે છે. માંગણીનો કાયમી ઉકેલ આવવાની શક્યતાઆ સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ ગાંધીનગરમાં મહત્વની મુલાકાત કરી હતી.તેમણે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી સાથે આંદોલન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ ઉપરાંત જગદીશ કોટડિયાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.આ મહત્વની બેઠકમાં રાજ્યના કૃષિમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જગદીશ કોટડિયાએ સરકારના શીર્ષ નેતાઓ સમક્ષ ખેડૂતોના ત્રણ મુદ્દાઓની વિગતો મૂકી હતી.આ બેઠકમાં હાઈ વોલ્ટેજ લાઈન અને કોરિડોરના વળતર અંગે વિચારણા કરવામાં આવી હતી.પાવર લાઈન તથા કોરિડોરના વળતર મુદ્દે સરકાર તરફથી મહત્વનો નિર્ણય આવી શકે છે. ખેડૂતોને વળતર યોગ્ય રીતે મળે તે બાબતે સરકારે અનુકૂળ વલણ દાખવ્યું છે.સરકાર અને મધ્યસ્થી વચ્ચે થયેલી આ વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું મનાય છે. આ મહત્વપૂર્ણ બેઠક બાદ ખેડૂતોની વર્ષો જૂની વળતર માંગણીનો કાયમી ઉકેલ આવવાની શક્યતા વધી છે.મોરબી ખેડૂત આંદોલનનો કાયમી ઉકેલ આવશેઆંદોલનના ઉકેલ માટે જમીનના ભાવ નક્કી કરવાની કમિટીમાં ખેડૂત પ્રતિનિધિની ભૂમિકા મહત્વની રહેશે.કમિટીમાં ખેડૂત પ્રતિનિધિનો સમાવેશ થવાથી ખેડૂતોના પક્ષની યોગ્ય રજૂઆત થઈ શકશે.જમીનના ભાવ નક્કી કરવાની પદ્ધતિમાં પણ મોટો ફેરફાર લાવવા વિચારણા ચાલી રહી છે.અગાઉ ત્રણ ભાવોની ગણતરી થતી હતી તેમાં સુધારો કરવાની માંગણી હતી.હવે ત્રણ નહીં પરંતુ બે બહુમતી ભાવના સરેરાશ ભાવ નક્કી કરાય તેવી વિચારણા છે.આ નવી ગણતરી પદ્ધતિથી ખેડૂતોને જમીનનું વધુ વાજબી વળતર મળવાની આશા છે.સરકારના સ્તરે આ તમામ મુદ્દાઓ અંગે પ્રાથમિક સહમતી બની ચૂકી હોવાનું જણાય છે. ગાંધીનગરની બેઠક બાદ હવે આંદોલનકારી ખેડૂત પ્રતિનિધિઓ સાથે મુલાકાત યોજવામાં આવશે. ખેડૂત પ્રતિનિધિઓને મળીને ટૂંક સમયમાં સરકાર દ્વારા આખરી નિર્ણય જાહેર કરાશે. આ નિર્ણય જાહેર થતાં જ મોરબી ખેડૂત આંદોલનનો કાયમી ઉકેલ આવશે તેવી સંભાવના છે.આ પણ વાંચોઃ Weather Update : ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી વરસાદની આગાહી, ઉત્તરાખંડ અને હિમાચલમાં થશે બરફ વર્ષા

Read Full Story arrow_forward
Gandhinagar News: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી વિના બેઠક યોજી નહીં શકાય
calendar_today October 24, 2026

Gandhinagar News: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી વિના બેઠક યોજી નહીં શકાય

ગુજરાતમાં વિદેશી રાજદ્વારી અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારોમાં ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને સ્થાપિત પ્રત્યાયન ચેનલનું ચુસ્તપણે પાલન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના અર્ધસરકારી પત્રો અને પ્રોટોકોલ હેન્ડબુકની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.જેમાં તમામ સરકારી વિભાગો અને વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. નવા નિયમ અનુસાર મંત્રીઓ કે રાજ્યપાલ સાથેની બેઠક માટે વિદેશ મંત્રાલયની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.જેના વિના કોઈ સત્તાવાર બેઠક યોજી શકાશે નહીં.વિદેશી વેપાર, પ્રોજેક્ટ સહયોગ તેમજ વિદેશ પ્રવાસના તમામ આમંત્રણો પણ વિદેશ મંત્રાલય મારફતે જ આગળ ધપાવવાના રહેશે અને તમામ સરકારી વિભાગો તથા કલેક્ટરોને આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ જાહેર કરવામાં આવેલા આ પરિપત્રથી અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.વિદેશ પ્રવાસના આમંત્રણો મંત્રાલયને મોકલવા રહેશેપ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં કેટલાક વિદેશી રાજદ્વારી મિશનો દ્વારા સ્થાપિત પ્રત્યાયન વ્યવસ્થાને બાયપાસ કરીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મહાનુભાવોના કાર્યાલયો સાથે સીધો સંપર્ક સાધીને બેઠકો તથા શુભેચ્છા મુલાકાતો માંગવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.ભારતના બંધારણની સાતમા પરિશિષ્ટની સંઘ યાદી મુજબ વિદેશ સંબંધો, વિદેશી પ્રતિનિધિઓ અને રાજદ્વારી બાબતો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમજ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ 1961 હેઠળ આ તમામ બાબતો સંપૂર્ણપણે વિદેશ મંત્રાલય હસ્તક છે.રાષ્ટ્રીય હિતો અને શિષ્ટાચારની જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે એકસૂત્રતા જાળવવી અનિવાર્ય છે.નવા પરિપત્રની માર્ગદર્શિકા મુજબ,કોઈપણ વિદેશી મિશન કે કોન્સ્યુલર પ્રતિનિધિ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ કે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ સાથે નીતિગત બાબતો, વિદેશ વેપાર, બાહ્ય સહાય, પ્રોજેક્ટ કોલાબોરેશન, પ્રવાસ કે શુભેચ્છા મુલાકાત માટે સીધો સંપર્ક કરવામાં આવે તો તેનો સીધો સ્વીકાર કરવો નહીં કે મંજૂરી આપવી નહીં. તમામ વિભાગો અને કલેક્ટરોને પાલનનો આદેશવિદેશ મંત્રાલયની સ્પષ્ટ લેખિત મંજૂરી વિના કોઈપણ સત્તાવાર બેઠક,પ્રવાસ કે મુલાકાતનું આયોજન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જોકે,તકનીકી વિષયો કે તથ્યલક્ષી માહિતી મેળવવા જેવી માત્ર રોજીંદી બાબતો અંગે જ કોન્સ્યુલર પ્રતિનિધિઓ સાથે સીધો પત્રવ્યવહાર કરવાની છૂટ રહેશે.આ આદેશોનું રાજ્યભરમાં ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે સચિવાલયના તમામ વહીવટી વિભાગોએ પોતાના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ,બોર્ડ-કોર્પોરેશનો,પોલીસ વડા તેમજ તમામ જિલ્લા કલેક્ટરો અને ક્ષેત્રીય કચેરીઓના ધ્યાને આ સૂચનાઓ લાવવાની રહેશે.વિદેશી મિશનો દ્વારા મોકલવામાં આવતા આમંત્રણો અથવા પ્રસ્તાવ પણ સીધા સ્વીકારવાને બદલે વિદેશ મંત્રાલય અથવા રાજ્યના પ્રોટોકોલ વિભાગ મારફત જ આગળ વધારવાના રહેશે.આ પગલાથી દેશના રાજદ્વારી હિતોનું સચોટ રક્ષણ થશે અને સત્તાવાર સંચાર વ્યવસ્થા વધુ પારદર્શક બનશે.  આ પણ વાંચોઃ Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

Read Full Story arrow_forward