android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં 2003ના અપહરણ કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી વલસાડથી ઝડપાયો
calendar_today October 23, 2026

Ahmedabadમાં 2003ના અપહરણ કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી વલસાડથી ઝડપાયો

અમદાવાદની ચાંદખેડા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતા મેળવતા છેલ્લા બે દાયકાથી ફરાર ચાલી રહેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં 16 વર્ષીય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેતો આરોપી દિનેશ ચીમનલાલ બોચીયા પોલીસના સકંજામાં આવી ગયો છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની એવો આ આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને વલસાડ ખાતે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.મદદથી વલસાડમાંથી શોધી કાઢ્યું આરોપીનું સરનામુંઆ કેસ વર્ષ 2003નો જૂનો હોવાથી પોલીસ પાસે આરોપી કે ભોગ બનનાર અંગેના કોઈ નક્કર પુરાવા કે સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી. જોકે, ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે આ કોલ્ડ કેસને ગંભીરતાથી લઈને ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદથી વલસાડ ખાતે આરોપીનું ચોક્કસ સરનામું અને તેના કામનું સ્થળ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે બાતમીના આધારે વલસાડમાં દરોડો પાડીને આરોપી દિનેશ બોચીયાને દબોચી લીધો હતો.આરોપીને સાબરમતી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈદિનેશ ચીમનલાલ બોચીયાની ધરપકડ કર્યા બાદ તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હોવાથી, આ પકડાયેલા આરોપીને વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાબરમતી પોલીસ સ્ટેશનના હવાલે કરવાની સત્તાવાર તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. દાયકાઓ જૂના કેસમાં પોલીસની સતર્કતાથી આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraમાં રૂ.8 કરોડની સોનાની ઠગાઈનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી 7 આરોપીઓની કરી ધરપકડ
calendar_today October 23, 2026

Vadodaraમાં રૂ.8 કરોડની સોનાની ઠગાઈનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી 7 આરોપીઓની કરી ધરપકડ

વડોદરા શહેરમાં ગુનાખોરી વિરુદ્ધ પોલીસને એક મોટી અને યશસ્વી સફળતા મળી છે. મુંબઈના એક સોનાના વેપારી સાથે આચરવામાં આવેલી અંદાજે રૂ.8 કરોડની તોતિંગ સોનાની ઠગાઈ અને છેતરપિંડીના પ્રકરણનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી 'અંબિકા જ્વેલર્સ' નામની દુકાનમાં આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. મુંબઈના વેપારીના કરોડો રૂપિયાના સોનાના દાગીના લઈને આરોપીઓ પલાયન થઈ ગયા હતા, જેને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.કુલ રૂ.3 કરોડથી વધુનું સોનું જપ્તઆ પ્રકરણની વિગતો આપતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, પોલીસની સઘન તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી ભાવિક સોનીને ગોવા રાજ્યમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ સોનાની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા કુલ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં રૂ.3 કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના સફળતાપૂર્વક રિકવર કરી લીધા છે.ચોરી કર્યા બાદ હાલોલ પહોંચ્યા હતા આરોપીઓપોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. સોનાના દાગીનાની ચોરી અને ઠગાઈ કર્યા બાદ આરોપીઓ વડોદરાથી હાલોલ તરફ નાસી છૂટ્યા હતા. હાલોલ પહોંચ્યા બાદ તમામ આરોપીઓએ લૂંટેલા સોનાની આપસમાં વહેંચણી કરી લીધી હતી અને પુરાવા નાશ કરવાના ઇરાદે દાગીના મૂકવાની બેગ કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ તથા ગાડીઓ અને 11 જેટલા મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે, જ્યારે બાકીના સોનાની રિકવરી માટે વધુ તપાસ ચાલુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજમાં 11 વર્ષની માસૂમ બાળકીને ગરબા ચોકમાંથી ઢસડી જઈ આચર્યું દુષ્કર્મ; પિતાએ માઈક પર એનાઉન્સમેન્ટ કરતાં આરોપી ભાગ્યો!
calendar_today October 23, 2026

Patan: હારીજમાં 11 વર્ષની માસૂમ બાળકીને ગરબા ચોકમાંથી ઢસડી જઈ આચર્યું દુષ્કર્મ; પિતાએ માઈક પર એનાઉન્સમેન્ટ કરતાં આરોપી ભાગ્યો!

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં દશેરાની પવિત્ર રાત્રે માનવતાને લજવતો અને સમાજને હચમચાવી દેતો અત્યંત શરમજનક બનાવ સામે આવ્યો છે. ગામના ચોકમાં ઉત્સાહભેર ગરબા નિહાળી રહેલી 11 વર્ષની માસૂમ સગીરાને તેના જ પાડોશમાં રહેતો એક નરાધમ યુવક બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને સીધો જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે.પિતા ઘરે ગયા ને પાડોશીએ મોકો શોધી માસૂમ પર ત્રાટક્યોઘટનાની વિગતો અનુસાર દશેરાના પર્વ નિમિત્તે ગામના ગરબી ચોકમાં 11 વર્ષની બાળકી પોતાના પિતા સાથે ગરબા જોવા ગઈ હતી.દરમિયાન ઘરે મહેમાન આવ્યા હોવાની જાણ થતાં પિતા પુત્રીને ગરબા સ્થળે બેસાડીને થોડીવાર માટે ઘરે ગયા હતા.પિતા ગેરહાજર હોવાનો ફાયદો ઉઠાવીને પાડોશમાં જ રહેતો શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને બાળકીનો હાથ પકડી, બળજબરીથી અંધારામાં ઢસડી ગયો હતો, જ્યાં તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું.પિતા પરત ફરતાં બાળકી ગરબી ચોકમાંથી ગાયબ જણાતાં તેમણે તાત્કાલિક લાઉડસ્પીકર (માઈક) પર એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું.ચોકમાં શોધખોળ અને માઈકમાં જાહેરાત થતાં જ પકડાઈ જવાના ડરે આરોપી ગભરાઈને સગીરાને ત્યાં જ છોડીને અંધારામાં નાસી છૂટ્યો હતો.હારીજ પોલીસની ત્વરિત કાર્યવાહીબનાવ અંગે આઘાતમાં સરી પડેલા બાળકીના પરિવારે હારીજ પોલીસ મથકે પહોંચી આપવીતી જણાવતાં પોલીસે તાત્કાલિક BNS અને POCSO કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.હારીજ પોલીસની ટીમે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે તેને જેલહવાલે (જ્યુડિશિયલ કસ્ટડી) મોકલવા હુકમ કર્યો હતો.સમગ્ર કેસ અંગે તપાસ અધિકારી પી.આઈ. એ.બી. મહેરીયાએ જણાવ્યું હતું કે, "આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાળકીની તબીબી તપાસ તેમજ અદાલત સમક્ષ કલમ ૧૮૩ (CrPC ૧૬૪ સમકક્ષ) મુજબ નિવેદન નોંધાવવા સહિતના વૈજ્ઞાનિક અને કાનૂની પુરાવા એકત્રિત કરવાની તજવીજ તેજ ગતિએ ચાલી રહી છે."આ પણ વાંચો: Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલા

Read Full Story arrow_forward