Mahisagar News : પાણી નહીં મળે તેવા પત્રથી સળગ્યો હતો વિરોધ, સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું
મહીસાગર જિલ્લામાં શિયાળુ સિઝન માટે પાણી મેળવવાના મુદ્દે ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો. ભાદર ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી આપવામાં નહીં આવે તેવા એક પત્રના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોની આ ગંભીર સમસ્યા અને રોષને 'સંદેશ ન્યૂઝ' દ્વારા અગ્રતા આપીને અહેવાલ સ્વરૂપે પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતાં જ ગાઢ નિંદ્રામાં પોઢેલું સિંચાઈ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.ભાદર ડેમના પાણી માટે ખાનપુર, લુણાવાડા અને વિરપુરના ખેડૂતો હતા આક્રમકજિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વિરપુર તાલુકાના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર માટે પાણીની સતત માંગ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભાદર ડેમમાંથી પાણી ન મળવાના સમાચારથી ખેડૂતોના મુખમાંથી રોટલો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેથી ખેડૂતો આકરા પાણીએ થયા હતા. સંદેશ ન્યૂઝ પર અહેવાલ દર્શાવાયા બાદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ખેડૂતોને મળવા માટે રવાના થયા હતા.ખાનપુરના લીમડિયા ગામે યોજાઈ સંકલન બેઠકસિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના રોષને શાંત કરવા અને સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે ખાનપુર તાલુકાના લીમડિયા ગામ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાતે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. અધિકારીઓએ ખેડૂતોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને પાણી વિતરણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવાનો આશ્વાસન આપ્યો હતો, જેનાથી ખેડૂતોમાં મોટી રાહત જોવા મળી છે.આ પણ વાંચો : Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ
Read Full Story arrow_forward