android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dangના જાખાના ગામેથી પોલીસે કોટબાના દંપતીની 464 ગ્રામ ગાંજા સાથે કરી ધરપકડ
calendar_today October 23, 2026

Dangના જાખાના ગામેથી પોલીસે કોટબાના દંપતીની 464 ગ્રામ ગાંજા સાથે કરી ધરપકડ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા રાજ્યમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા ‘NO DRUGS IN SOUTH GUJARAT’ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જાખાના ગામે હનુમાનજીના મંદિર પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી અને શંકાના આધારે તપાસ કરતાં ૪૬૪ ગ્રામ ગાંજા સાથે એક દંપતીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે.મહારાષ્ટ્રના શિરપુરથી લાવ્યા હતા જથ્થોપોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ગણેશભાઈ માહલા અને હંસાબેન માહલા તરીકે થઈ છે, જેઓ બંને ડાંગ જિલ્લાના આહવા તાલુકા અંતર્ગત આવતા કોટબા ગામના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દંપતી ગાંજાનો આ જથ્થો મહારાષ્ટ્રના શિરપુર વિસ્તારના ‘મહારાજ’ નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે ડાંગ લાવ્યું હતું. પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયોપોલીસે આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને અપરાધમાં વપરાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ.68,050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ડાંગ પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : AMCમાં મચ્છરના નામે મોટો ખેલ? 2.31% ઊંચા ભાવે રૂ. 97 લાખનો પાવડર ખરીદવા સામે ઉઠ્યા ગંભીર સવાલો!
calendar_today October 23, 2026

Ahmedabad News : AMCમાં મચ્છરના નામે મોટો ખેલ? 2.31% ઊંચા ભાવે રૂ. 97 લાખનો પાવડર ખરીદવા સામે ઉઠ્યા ગંભીર સવાલો!

અમદાવાદ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા અને રોગચાળો અટકાવવાના નામે મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતી ખરીદીઓ ફરી એકવાર વિવાદના ઘેરાવામાં આવી છે. આગામી 1 વર્ષના સમયગાળા માટે તંત્ર દ્વારા અંદાજે 250 મેટ્રિક ટન જેટલો મેલેથિઓન પાવડર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા દરમિયાન બજારના અંદાજ કરતાં ઊંચા ભાવ ચૂકવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.અંદાજ કરતાં 2.31 ટકા ઊંચા ભાવે ખરીદી પાછળ 97 લાખથી વધુનો જંગી ખર્ચમળતી માહિતી મુજબ, AMC દ્વારા આ મેલેથિઓન પાવડરની ખરીદી મંજૂર કરવામાં આવી છે તે અંદાજિત બજાર કિંમત કરતાં આશરે 2.31 ટકા જેટલા ઊંચા ભાવે કરવામાં આવી છે. આ મોંઘી ખરીદીના કારણે તંત્રને માત્ર આ પાવડર પાછળ 97 લાખ રૂપિયાથી પણ વધુ જંગી રકમ ખર્ચવી પડી રહી છે. એક તરફ મનપા દ્વારા શહેરમાં મચ્છરોના ઉપદ્રવને રોકવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ ઊંચા ભાવે થતી આ ખરીદીના કારણે પ્રજાના નાણાંના વ્યય બાબતે આક્રોશ જોવા મળી રહ્યો છે.મચ્છર નિયંત્રણના નામે ખરીદી પણ છંટકાવ માત્ર VIP મૂવમેન્ટમાં જ થવાના ગંભીર આક્ષેપઆ વિવાદનો સૌથી મોટો અને ચૌંકાવનારો પક્ષ એ છે કે, આટલી મોટી માત્રામાં અને કરોડોના ખર્ચે ખરીદવામાં આવતો મેલેથિઓન પાવડર ખરેખર સામાન્ય જનતા કે સોસાયટીઓમાં મચ્છર નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે કે કેમ તેને લઈને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષ અને નાગરિકોનો આક્ષેપ છે કે આ પાવડરનો છંટકાવ સામાન્ય વિસ્તારો કે ઝૂંપડપટ્ટીઓમાં નિયમિત થવાને બદલે માત્ર વી.આઈ.પી. (VIP) મૂવમેન્ટવાળા વિસ્તારો કે ખાસ મેળાવડાઓમાં જ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય જનતા મચ્છરોના ત્રાસથી હજુ પણ બેહાલ છે.આ પણ વાંચો : Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ

Read Full Story arrow_forward
Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ
calendar_today October 23, 2026

Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવતા 3 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બોગસ ડોક્ટર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા.ક્યા ગામોમાંથી પકડાયા બોગસ ડોક્ટર?પોલીસની આ સઘન તપાસ દરમિયાન જસદણ તાલુકાના 3 અલગ-અલગ ગામોમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ હતી. પકડાયેલા શખ્સોસંતોષકુમાર શંકરરામ બિહારી (રહે. કાળાસર ગામ)ચંદુભાઈ વાલજીભાઈ પલાળીયા (રહે. આંબરડી ગામ)અરવિંદભાઈ પ્રભુદાસ દેસાણી (રહે. લીલાપુર ગામ)ઇન્જેક્શન અને બાટલા ચડાવી આચરતા ખેલઆ ત્રણેય શખ્સો પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ અધિકૃત ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી બીમાર દર્દીઓની ગેરકાયદે સારવાર કરતા હતા. ગામડાના ભોળા લોકોને સાજા કરવાના નામે આ શખ્સો દર્દીઓને હેવી ઇન્જેક્શનો આપતા અને બોટલ ચડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હતું.દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો કબજેમાહિતી મળતા જ જસદણ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા. પોલીસની ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બાટલા, એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સાધનોનો જથ્થો કબ્જે કર્યો છે. આ તમામ સામગ્રી ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી.પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહીલોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના આરોપસર જસદણ પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ અને આ દવાઓ ક્યાંથી લાવતા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot News: ભ્રષ્ટાચાર પર લાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward