android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો
calendar_today October 23, 2026

Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો

અંબાજી અને આબુરોડ વચ્ચેના માર્ગ પર લુખ્ખાતત્વોનો ત્રાસ વધી રહ્યો છે.આ માર્ગ પરથી પસાર થતાં મુસાફરોએ હવે નીકળતાં પહેલાં ભારે સાવધાની રાખવી પડે તેવી સ્થિતિ છે.રસ્તા પર બેફામ બનેલા અસામાજિક તત્વો કોઈ પણ ડર વગર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. હથિયારો સાથે સજ્જ ટોળકી દ્વારા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.લુખ્ખાતત્વો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા હોવાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લા બે દિવસમાં જ હુમલાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.આ બંને ઘટનાઓએ માર્ગ પરથી અવરજવર કરતા મુસાફરોની ચિંતામાં વધારો કર્યો છે.મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરીપ્રથમ ઘટના 21 ઓક્ટોબરના રોજ સામે આવી હતી.તે દિવસે 8 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક 8 શખ્સોની ધરપકડ પણ કરી લીધી હતી.પોલીસની આ કાર્યવાહી છતાં અસામાજિક તત્વોમાં કોઈ ડર રહ્યો નથી. ધરપકડના ગણતરીના સમયમાં જ 22 ઓક્ટોબરની રાત્રે ફરી બાઇક સવારોએ હુમલો કર્યો હતો.હથિયારો સાથે બાઇક પર આવેલા શખ્સોએ માર્ગ પર આતંક મચાવ્યો હતો.સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને પગલે અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે અગાઉ આરોપીઓને પકડ્યા હોવા છતાં ફરી હુમલો થતાં લોકોમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં આબુરોડ માર્ગ પર મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરી છે.અગાઉ બનેલી ઘટનામાં આરોપી ઝડપાયાતાજેતરમાં અંબાજી હાઈવે પર સ્કૂટી પર સવાર નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 5 આરોપીઓ તેમજ ખુલ્લેઆમ તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો લહેરાવીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં ભય ફેલાવનારા અન્ય 3 યુવકો સામે પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.સિરોહી એસપી અજેય સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડીએસપી જીતેન્દ્ર સિંહ રાઠોડ અને પીઆઈ લક્ષ્મણ સિંહ ચંપાવતની ટીમે સેંકડો સીસીટીવી ફૂટેજ અને સાયબર ટેકનિકલ ડેટાની મદદથી ગણતરીના દિવસોમાં જ આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલીને ગુનામાં વપરાયેલી 3 મોટરસાયકલ પણ જપ્ત કરી છે સોશિયલ મીડિયા પર દાદાગીરી બતાવનારા તત્વોમાં કડક સંદેશો આપ્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકો યોજશે

Read Full Story arrow_forward
Ahmedabad News : GU તંત્રનો ધાંધિયાશાહી કારભાર, રૂ. 8 લાખ વેડફ્યા છતાં કેમિસ્ટ્રી લેબ અધૂરી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું!
calendar_today October 23, 2026

Ahmedabad News : GU તંત્રનો ધાંધિયાશાહી કારભાર, રૂ. 8 લાખ વેડફ્યા છતાં કેમિસ્ટ્રી લેબ અધૂરી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું!

રાજ્યની સૌથી જૂની અને નામાંકિત ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીને લઈને નવો વિવાદ વકર્યો છે. M.Sc. કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જાન્યુઆરી 2026 માં યોગ્ય લેબ સુવિધા ન હોવા અંગે તંત્રને આકરી ફરિયાદ કરી હતી. આ રજૂઆતના પગલે માર્ચ મહિનામાં કેમિસ્ટ્રી વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જૂની લેબને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, જૂની લેબ તોડી પાડ્યા બાદ નવી લેબનું કામ યોગ્ય રીતે આગળ ન વધતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.8 લાખનો ખર્ચ કરવા છતાં કામગીરી અધૂરીવિભાગીય સ્તરેથી મળેલી વિગતો અનુસાર, કેમિસ્ટ્રી વિભાગ દ્વારા પોતાના ફંડમાંથી અંદાજે 8 લાખ રૂપિયા જેટલી રકમનો ખર્ચ આ લેબોરેટરીના કામકાજ પાછળ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગ તરફથી જરૂરી વધારાનું ફંડ ન ફાળવવામાં આવતાં હાલ નવી લેબમાં બારીઓ લગાડવી, ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવી અને ઇલેક્ટ્રિસિટી (વીજળી) નું પાયાનું કામ સંપૂર્ણપણે અધૂરું રહી ગયું છે. પ્રાથમિક સુવિધાઓ વિનાની આ અધૂરી લેબના કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કાર્ય કરી શકતા નથી.એસ્ટેટ વિભાગની લાપરવાહી સામે ઉઠ્યા સવાલોએસ્ટેટ વિભાગ તરફથી સમયસર અને પૂરતું ફંડ ન મળવાના કારણે જ નવી કેમિસ્ટ્રી લેબનું કામ અટકી પડ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો અને એસ્ટેટ વિભાગની આ પ્રકારની ધીમી અને બિનકાળજીભરી નીતિ સામે વિદ્યાર્થીઓ તેમજ ડિપાર્ટમેન્ટમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. જો તાત્કાલિક ધોરણે જરૂરી ફંડ મંજૂર કરીને લેબનું બાકી કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો M.Sc.ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડશે, જેને લઈને હવે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન અને આંદોલનની તૈયારી કરી રહ્યા છે.આ પણ વાંચો : Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

Read Full Story arrow_forward
Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ
calendar_today October 23, 2026

Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતું આપણું ગુજરાત શું હવે ધીમે-ધીમે નશાખોરીના ખતરનાક રવાડે ચઢી ગયું છે? આ એક એવો સવાલ છે જે આજે દરેક જાગૃત નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે. રાજ્યમાં યુવાધન જે પ્રકારે ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, તેણે વાલીઓ અને તંત્રની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં જ રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ આવ્યો છે, જે એક ભયાનક ચિત્ર રજૂ કરે છે.ઓક્ટોબર મહિનામાં ડ્રગ્સના માતબર જથ્થાનો પર્દાફાશછેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરો અને હાઇવે પરથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ઓક્ટોબર માસમાં જ સામે આવેલા આંકડાઓ ડરામણા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ: પોલીસે 25 કરોડ રૂપિયાથી વધુની જંગી કિંમતનું હેરોઈન અને એમડી (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.બાપુનગર પોલીસ: બાપુનગર વિસ્તારમાંથી 125 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.દાળમીલ રોડ અને શાહપુર: આ વિસ્તારોની પોલીસે પણ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો.બોપલ પોલીસ: હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ વિસ્તારમાંથી મોંઘો ગણાતો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબ્જે કરાયો હતો.અન્ય જિલ્લાઓ: અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, વાપી, ખેડા-ધોળકા હાઈવે તેમજ અરવલ્લીમાંથી પણ અવારનવાર ડ્રગ્સ ઝડપાયું છે.તંત્રની બેદરકારી કે ડ્રગ્સ કાર્ટેલની હોશિયારી?રાજ્યમાંથી આ પ્રકારે સતત ડ્રગ્સ પકડાવા છતાં તેના વેપાર પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવી રહ્યો? તે એક મોટો પ્રશ્ન છે. શું આ તંત્રની નિષ્ક્રિયતા કે બેદરકારી છે, કે પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની કોઈ કુટિલ ચાલ છે, જેના કારણે સરળતાથી સપ્લાય થાય છે? ઉત્તર ભારતના કેટલાક રાજ્યોની સ્થિતિ નશાના કારણે પહેલેથી જ ખરાબ થઈ ચૂકી છે, અને હવે આ જ કાર્ટેલની નજર ગુજરાત પર હોય તેમ લાગે છે.રાજકોટિયન્સનો મણ અને 'ઉડતા ગુજરાત'ની ચિંતારાજકોટમાં પણ ડ્રગ્સ પકડાવવાના મામલે સ્થાનિક લોકો અને યુવાનોએ પોતાની આકરી પ્રતિક્રિયાઓ આપી છે. રાજકોટના નાગરિકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ડ્રગ્સના વેચાણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો અને કિશોરો વધુ પ્રમાણમાં આ દૂષણના શિકાર બની રહ્યા છે.એકવાર નશાખોરી તરફ વળેલો યુવાન ફરી પાછો મુખ્ય પ્રવાહમાં આવી શકતો નથી, જેના કારણે તેનું આખું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પંજાબની સ્થિતિને દર્શાવતી ફિલ્મની જેમ હવે લોકો ગુજરાત માટે પણ 'ઉડતા ગુજરાત' શબ્દપ્રયોગ કરવા મજબૂર બન્યા છે.સરકારે લેવું પડશે કડક પગલાગુજરાતમાં દિન-પ્રતિદિન વધી રહેલા ડ્રગ્સના આ મલીન કારોબારને ડામવા માટે સરકારે હવે એક્શન મોડમાં આવવું પડશે. યુવાધનને બચાવવા માટે ડ્રગ્સના સપ્લાયરો અને પેડલરો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવ્યા વિના અત્યંત કડક કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે અને આ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.આ પણ વાંચો: Banaskantha News: ડીસા માર્કેટ યાર્ડમાં 500 કરોડનું GST કૌભાંડ થયું?, વેપારીએ વીડિયો વાયરલ કરી પર્દાફાશ કર્યો

Read Full Story arrow_forward