android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો વિશ્વાસ વધારવા ગુજરાત સરકારનો નિર્ણય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ રચાશે હાઈ-પાવર ક્વોલિટી કમિટી!
calendar_today October 23, 2026

Gandhinagar: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો વિશ્વાસ વધારવા ગુજરાત સરકારનો નિર્ણય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ રચાશે હાઈ-પાવર ક્વોલિટી કમિટી!

રાજ્યની સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) માં મળતી સારવારની ગુણવત્તામાં ધરમૂળથી સુધારો કરવા તેમજ સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આરોગ્ય માળખા પર નજર રાખવા માટે રાજ્ય અને જિલ્લા બંને કક્ષાએ 'ક્વોલિટી એશ્યોરન્સ કમિટી'ની નવેસરથી પુનર્ગઠન કર્યું છે. આ કમિટી હોસ્પિટલોમાં સુવિધાઓ, સારવારના ધોરણો અને તબીબી સ્ટાફની કામગીરીનું સતત મોનિટરિંગ કરશે.રાજ્ય અને જિલ્લા કક્ષાએ બે-સ્તરીય મોનિટરિંગ માળખુંઆરોગ્ય વિભાગના ઉચ્ચ સચિવની અધ્યક્ષતામાં કુલ 24 સભ્યોની રાજ્ય કક્ષાની હાઈ-લેવલ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર રાજ્યની હોસ્પિટલોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સનું વિશ્લેષણ કરશે અને ગુણવત્તા સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેશે. દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની જિલ્લા સમિતિ કાર્યરત થશે. આ સમિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને તબીબી નિષ્ણાતો સામેલ રહેશે, જેઓ સ્થાનિક હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લઈ ગુણવત્તા ચકાસશે.પરિવાર નિયોજન કેસો માટે ખાસ સબ-કમિટી અને વળતરની સમીક્ષારાજ્યમાં પરિવાર નિયોજન ઓપરેશનો અને પ્રક્રિયાઓના સઘન નિરીક્ષણ માટે સમિતિ અંતર્ગત એક ખાસ ડેડિકેટેડ સબ-કમિટી ની રચના કરવામાં આવી છે.ઓપરેશન દરમિયાન કે તે પછી દર્દીના અણધાર્યા મૃત્યુ કે પ્રક્રિયાની નિષ્ફળતાના કિસ્સાઓમાં દર્દી કે તેમના પરિજનો દ્વારા કરવામાં આવતા સરકારી વળતરના દાવાઓની હવે ત્વરિત અને સમયબદ્ધ સમીક્ષા કરવામાં આવશે.પીડિત પરિવારોને સરકારી સહાય કે વીમા વળતર મેળવવામાં થતો વહીવટી વિલંબ અટકે તે સુનિશ્ચિત કરવા આ સબ-કમિટીને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં

Read Full Story arrow_forward
Patan News: ગોચનાદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત, સોની પરિવારના બે સભ્યોના મોત, ચાર ગંભીર
calendar_today October 23, 2026

Patan News: ગોચનાદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત, સોની પરિવારના બે સભ્યોના મોત, ચાર ગંભીર

પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમી નજીક આવેલા ગોચનાદ ગામ પાસે એક પુરપાટ ઝડપે જતી સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચરઘાણ નીકળી ગયો હતા. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો.બેંગલુરુથી આવેલો સોની પરિવાર શોકમાં ડૂબ્યોપ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલો સોની પરિવાર મૂળ બેંગલુરુમાં સ્થાયી થયેલો હતો અને હાલ ગુજરાત ફરવા માટે આવ્યો હતો. આ પરિવાર દ્વારકા ખાતે દર્શન કરીને પોતાની દીકરીને મળવા માટે ભાભર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કાળ બનીને આવેલી ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી. આ કરૂણ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળઆ ગોઝારા અકસ્માતમાં પરિવારના અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત તમામ 4 લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરાઈઘટનાની જાણ થતાં જ સમી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. સમી પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટ્રક ચાલકની ભૂમિકા શું હતી તે દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં

Read Full Story arrow_forward
PM Modi Delhi : મારી નીતિઓના કેન્દ્રમાં યુવા જ છે, ચિન્મય મહોત્સવમાં બોલ્યા પીએમ મોદી
calendar_today October 23, 2026

PM Modi Delhi : મારી નીતિઓના કેન્દ્રમાં યુવા જ છે, ચિન્મય મહોત્સવમાં બોલ્યા પીએમ મોદી

શુક્રવારે, વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'ચિન્મય અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચિન્મય મહોત્સવમાં સંબોધન કરતા જણાવ્યું કે આદ્યાત્મિક ઉન્ન્તિને વ્યક્તિગત ઉન્નતિ સાથે જોડો. આજે ટેક્નોલોજી મારફતે ગુરુદેવ સાથે વાત થઇ-પીએમ મોદી 'ચિન્મય' એ એક એવી વિભાવના છે જેનો ઉદ્ભવ ઋષિ ચિન્મયથી થયો છે. જે 'ચિન્મય' (શુદ્ધ ચેતના) છે, તે સ્વયં અમર છે; તેથી, આ કાર્યક્રમનું નામ ઊંડો અર્થ ધરાવે છે. ટેક્નોલોજીએ આ કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. આજે સ્વામીજીના હોલોગ્રામ સાથે સંવાદ સાધતી વખતે એવું અનુભવાયું જાણે હું 33 વર્ષ પાછળ સમયમાં પાછો જતો રહ્યો હોઉં. 1993માં ગુરુદેવ સાથે થયેલી મારી વાતચીત તેમનો સ્નેહ અને આશીર્વાદ સહિત આજે મારી આંખો સમક્ષ જીવંત થઈ ઊઠી.  = દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને - પીએમ મોદી તેમને મળ્યાના થોડા વર્ષો બાદ, જનતાના આશીર્વાદથી મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. ત્યારથી, હું સરકારના વડા તરીકે રાષ્ટ્રની સેવા કરી રહ્યો છું. આ સમગ્ર સમયગાળા દરમિયાન, દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને રહ્યા છે.ભાગલા પાડતી તાકાતો વિરુદ્ધ એકજૂથ થાઓ- પીએમ મોદી ભાગલા પાડતી તાકાતો સામે એક જૂથ થવાનું છે. આત્મનિર્ભરતા માટે દેશને જાગૃત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનો વિકાસ અને ગૌરવ તે તમામનુ લક્ષ્ય છે. ઋષિમુનિઓનું વિઝન એ આપણી શક્તિ- પીએમ મોદી આજે સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી એક સાંસ્કૃતિક નવજાગરણ આકાર લઈ રહ્યું છે. પછી તે અયોધ્યામાં રામ મંદિર હોય, ઉજ્જૈનમાં મહાકાલ ધામ હોય, કે પછી કેદારનાથ અને બદ્રીનાથ હોય, આ પરિવર્તન દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે.એક સમય એવો હતો જ્યારે ભારતમાંથી ઘણી મૂર્તિઓ ચોરાઈને વિદેશ લઈ જવામાં આવતી અને ત્યાં વેચી દેવામાં આવતી. ત્યારે તેમની સંભાળ રાખનાર કે તેમને પાછી લાવવાનો પ્રયાસ કરનાર કોઈ નહોતું. છેલ્લાં 12 વર્ષોમાં, અમે આવી 600 મૂર્તિઓને પરત લાવ્યા છીએ. આજે આપણો દેશ આપણા ઋષિ-મુનિઓ અને દેશભક્તોએ કલ્પેલી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમનું વિઝન (દ્રષ્ટિકોણ) જ આપણી શક્તિ છે. =

Read Full Story arrow_forward