android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ
calendar_today October 23, 2026

Rajkot News: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવતા 3 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બોગસ ડોક્ટર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા.ક્યા ગામોમાંથી પકડાયા બોગસ ડોક્ટર?પોલીસની આ સઘન તપાસ દરમિયાન જસદણ તાલુકાના 3 અલગ-અલગ ગામોમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ હતી. પકડાયેલા શખ્સોસંતોષકુમાર શંકરરામ બિહારી (રહે. કાળાસર ગામ)ચંદુભાઈ વાલજીભાઈ પલાળીયા (રહે. આંબરડી ગામ)અરવિંદભાઈ પ્રભુદાસ દેસાણી (રહે. લીલાપુર ગામ)ઇન્જેક્શન અને બાટલા ચડાવી આચરતા ખેલઆ ત્રણેય શખ્સો પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ અધિકૃત ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી બીમાર દર્દીઓની ગેરકાયદે સારવાર કરતા હતા. ગામડાના ભોળા લોકોને સાજા કરવાના નામે આ શખ્સો દર્દીઓને હેવી ઇન્જેક્શનો આપતા અને બોટલ ચડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હતું.દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો કબજેમાહિતી મળતા જ જસદણ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા. પોલીસની ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બાટલા, એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સાધનોનો જથ્થો કબ્જે કર્યો છે. આ તમામ સામગ્રી ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી.પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહીલોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના આરોપસર જસદણ પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ અને આ દવાઓ ક્યાંથી લાવતા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot News: ભ્રષ્ટાચાર પર લાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward
Banaskantha News: ડીસા માર્કેટ યાર્ડમાં 500 કરોડનું GST કૌભાંડ થયું?, વેપારીએ વીડિયો વાયરલ કરી પર્દાફાશ કર્યો
calendar_today October 23, 2026

Banaskantha News: ડીસા માર્કેટ યાર્ડમાં 500 કરોડનું GST કૌભાંડ થયું?, વેપારીએ વીડિયો વાયરલ કરી પર્દાફાશ કર્યો

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક પ્રકારની ગેરરીતિઓની અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ ચૂંટાયેલા સત્તાધીશો અને માર્કેટના અધિકારીઓની મિલીભગતથી સરકારને ચૂનો લગાડવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે.ત્યારે હમણાં એક વેપારીનો ખળભળાટ મચાવી દે તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોના કારણે માર્કેટમાં પેઢી ધરાવતા અને GSTની ચોરી કરનાર અનેક વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે સાથે માર્કેટના સંડોવાયેલ અધિકારીઓ પણ પોતાના બચાવમાં દોડધામ શરૂ કરી છે.આ વીડિયોમાં 500 કરોડનું GST કૌભાંડ થયું હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરી આપી હતીવર્ષ 2025-26 માં બીજા રાજ્યોમાંથી મગફળી ખરીદી ખેડૂતોના રોકડા પૈસા આપી અને એ બિલોનો વહીવટ બારોબાર કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તા 5 મે 2025થી 31 જૂન 2026 સુધી આ બિલોનો વહીવટ થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.ચોમાસુ મગફળીમાં આનો વહીવટ થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.હાલમાં હરાજીમાં ખરીદી કરીને વેપારીઓ ખેડૂતોને રોકડા પૈસા આપી દેતા હોય છે અને તેના બિલો અન્ય રાજ્યોમાંથી આવેલા બિલો જે ડીસામાંથી ખરીદી કરતા વેપારીઓને બારોબાર પકડાવી દેતા હોય છે. જેનાથી રાજ્યને GSTનું મોટું નુકસાન થઈ રહ્યું છે.વર્ષ 2025-26 માં ગુજકોમાસોલ દ્વારા વિવિધ મંડળીઓને ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરી આપી હતી.GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો તેમાં પણ વેપારીઓ અને મંડળીના સંચાલકો ભેગા મળી અન્ય રાજ્યોમાંથી મગફળી લાવી અને હલકી ગુણવત્તાની મગફળી ભરાવી સરકારને નુકસાન કરાવવાનું કામ કર્યું છે. હાલમાં પણ મગફળીની ખરીદી બિલોથી થતી નથી.માત્ર પાંચ ટકા જ વેપારીઓ બિલથી વ્યવહાર કરી રહ્યા છે.બાકીના વેપારીઓ સરકારને નુકસાન કરાવવાનું કામ કરી રહ્યા છે.કેટલીક પેઢીઓના નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે, અગાઉ ખરીદેલી મગફળીનું હવે વેચાણ બતાવી અને પાકા બિલો બનાવવાનું શરૂ કરી દીધેલ છે અને GSTની સરકારને નુકસાન કરાવવાનું કામ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.GST બાબતે સરકારે નોંધ લેવી જરૂરી છે તેવું આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે. આ વીડિયો પાંચ દિવસથી માર્કેટના વેપારીઓના ગ્રુપોમાં ફરી રહ્યો છે જેના કારણે GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીને દબાવવાના પ્રયાસ થયાની લોકોમાં ચર્ચાવીડિયો વાયરલ કરનાર વેપારીને હવે કેટલાક વેપારીઓ અને માર્કેટના સત્તાધીશો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના મોબાઈલમાંથી આ વીડિયો ડીલીટ કરાવવાની સાથે માર્કેટના વેપારીઓને પણ આ વીડિયો ક્યાંય જાય નહીં તે માટે ડીલીટ કરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ સંદેશના પ્રતિનિધિ પાસે આ વીડિયો પહોંચતા જ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને મીડિયા સુધી આ વાત ન પહોંચે તે માટે તમામ પ્રયાસો કરી દેવામાં આવ્યા હતા.જોકે હાલમાં વીડિયો વાયરલ કરનાર વેપારીને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા રહી છે.આ પણ વાંચોઃ Mahuva: માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, 66 નંબરના સીધા ₹2,260 બોલાયા!

Read Full Story arrow_forward
Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકો યોજશે
calendar_today October 23, 2026

Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકો યોજશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ અને ઔદ્યોગિક ભાગીદારીને નવી ગતિ આપવા માટે સાઉથ કોરિયાના પ્રવાસે પહોંચેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય ડેલિગેશન દ્વારા આજે સિઓલ ખાતે વિવિધ ગ્લોબલ કંપનીઓના વડાઓ સાથે કુલ 10 જેટલી મહત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો યોજાશે.તેમજ દિવસના અંતે કોરિયન ઉદ્યોગજગત સાથે એક વિશેષ બિઝનેસ સેમિનાર અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.એડવાન્સ્ડ ટેક્નોલોજી સેન્ટર એસોસિએશન સાથે બેઠક દિવસની શરૂઆતમાં પ્રતિનિધિમંડળ ATCAના સીઈઓ અને ચેરમેન જેજિયોંગ લી તથા મુખ્ય સંશોધકો સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરશે.કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની કોલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને સીઈઓ હહ સુંગ સાથે વન-ટુ-વન બેઠક યોજાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને BESS સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત DeltaXના સીઈઓ સ્ટીફન કિમ સાથે બેઠકનું આયોજન છે.નાયબ મુખ્યમંત્રી એલએસ ઇલેક્ટ્રિકના વડામથકની મુલાકાત લઈ કંપનીના ચેરમેન જા-ગ્યુન કૂ સાથે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણ અંગે ચર્ચા કરશે.નિયમો અને રોકાણ સરળતા અંગે રાઉન્ડ ટેબલ બેઠકઆ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે જાણીતી કંપની સિઓલ વાયોસિસના ઉચ્ચ નેતૃત્વ સાથે પ્રતિનિધિમંડળ બેઠક કરશે.કોરિયાની અગ્રણી કાનૂની સંસ્થાઓ સાથે નિયમો અને રોકાણ સરળતા અંગે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.જેટી કોર્પોરેશન સાથે ઔદ્યોગિક સહયોગ અંગે બેઠક યોજાશે.નાયબ મુખ્યમંત્રીએ કોરિયાની લીડિંગ ટેકસટાઇલ કંપની યંગવન કોર્પોરેશનના મુખ્ય મથકની મુલાકાત લઈ કંપનીના ચેરમેન સુંગ કી-હાક સાથે વન-ટુ-વન બેઠક યોજી ટેક્સટાઇલ ઉત્પાદન ક્ષેત્રે વિસ્તરણ અંગે વિચારવિમર્શ કરશે.બાયોટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ UMTR, Plantner અને Bereumના સીઈઓઓ સાથે રાઉન્ડટેબલ ચર્ચા હાથ ધરાશે.કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપક સંવાદતેઓ ફૂડ અને કન્ફેક્શનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની લોટ્ટે વેલફૂડના ગ્લોબલ બિઝનેસ હેડ ચો ક્યુંગ વૂન સાથે વિસ્તરણ અંગે બેઠક યોજાશે.બ્યુટી અને હેલ્થકેર પ્રોડક્ટ્સના વૈશ્વિક અગ્રણી ઉત્પાદક કોસ્મેક્સના મુખ્ય મથકની મુલાકાત લઈને વાઇસ ચેરમેન સાથે બેઠક યોજાશે.સાઉથ કોરિયાના ઉભરતા સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાતમાં ઇનોવેશન અને ઇકોસિસ્ટમ વિકસાવવા અંગે વિશેષ રાઉન્ડટેબલ યોજાશે.દિવસના સમાપને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઇન કોરિયા (ICCK) દ્વારા આયોજિત સેમિનાર અને ડિનરમાં કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપક સંવાદ સાધવામાં આવશે.આ પણ વાંચોઃ Mahuva: માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, 66 નંબરના સીધા ₹2,260 બોલાયા!

Read Full Story arrow_forward