android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં 142 જેટલી જગ્યાની ભરતી છેલ્લા એક વર્ષથી ઘોંચમાં, સરકારની મંજૂરીમાં વિલંબ
calendar_today October 23, 2026

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં 142 જેટલી જગ્યાની ભરતી છેલ્લા એક વર્ષથી ઘોંચમાં, સરકારની મંજૂરીમાં વિલંબ

ગુજરાત યુનિવર્સિટીમાં દિવ્યાંગ સહિત કુલ 142 જેટલી જગ્યા માટે હાથ ધરાયેલી ભરતી છેલ્લા એક વર્ષથી શિક્ષણ વિભાગની મંજૂરીના અભાવે ઘોંચમાં પડી છે. યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં મંજૂરી ન આપી સરકાર હજારો બેરોજગાર ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.કારણ કે, પ્રિલિમ્સ પાસ કર્યા બાદ અંદાજે 5 હજાર જેટલા ઉમેદવારો ગત એપ્રિલ મહિનામાં મુખ્ય પરીક્ષા આપીને નિમણૂકની રાહમાં છેલ્લા 6 મહિનાથી રઝળપાટ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત ઓગસ્ટ-2025માં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી.15 માર્ચના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતીક્લાર્ક સહિતની જગ્યાઓ માટે યુનિવર્સિટી દ્વારા 14 અને 15 માર્ચના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં અંદાજે 5400થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.પ્રિલિમ્સ પાસ કરનારા ઉમેદવારોની 29 અને 30 એપ્રિલના રોજ મેઈન્સ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં 5 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટી દ્વારા મંજૂરી અર્થે ફાઈલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી હતી.કારણ કે,અગાઉ 167 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીએ પોતે કરી દેતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેઆ વખતે આ પ્રકારનો વિવાદ ન થાય તે માટે યુનિવર્સિટીએ સરકારની અગાઉથી મંજૂરી માગી છે,પરંતુ આટલો લાંબો સમય વીતવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી અંગેની મંજૂરી આપવાની તસ્દી લેવામાં આવી નથી.યુનિવર્સિટી અને સરકારની વહીવટી પ્રક્રિયામાં જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપીને બેઠા છે તેમની સ્થિતિ અત્યંત દયનીય બનતી જાય છે અને સરકાર તેમના ભાવિ સાથે ચેડાં કરી રહી હોવાના આક્ષેપો થયા છે.જોકે બીજી તરફ આ જ શિક્ષણ વિભાગ દ્વારા ગત જાન્યુઆરીમાં એક પરિપત્ર દ્વારા રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ખાલી પડેલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપીશિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે,નાણાં વિભાગ દ્વારા જે જગ્યાઓ જે પગારધોરણમાં મંજૂર કરવામાં આવેલી હોય તે જગ્યાઓ પર જે-તે નાણાકીય વર્ષમાં જ ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીઓએ પૂર્ણ કરવાની રહેશે.યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે જો આ જગ્યાઓ સ્થગિત કે રદ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના કુલસચિવની રહેશે.આમ એક તરફ ઝડપથી ભરતી કરવાની સૂચના અને બીજી તરફ ભરતીની મંજૂરીમાં વિલંબ કરવાની શિક્ષણ વિભાગની બેધારી નીતિ સામે આવી છે.આ પણ વાંચોઃ Jaipur : પત્ની કારણ વગર શારીરિક સંબંધ ન બાંધે તો માનસિક ક્રૂરતા ગણાય: હાઇકોર્ટ

Read Full Story arrow_forward
Ahmedabad News : સંમતિથી લિવ ઈનમાંથી છૂટા પડ્યા પછી લગ્નના ખોટા વચન હેઠળ દુષ્કર્મનો ગુનો ન બને: હાઈકોર્ટ
calendar_today October 23, 2026

Ahmedabad News : સંમતિથી લિવ ઈનમાંથી છૂટા પડ્યા પછી લગ્નના ખોટા વચન હેઠળ દુષ્કર્મનો ગુનો ન બને: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે,જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી થયેલા લેખિત કરાર હેઠળ સાથે રહે છે અને ત્યારબાદ લેખિત કરાર દ્વારા તેમની વ્યવસ્થાનો અંત લાવે છે,ત્યારે લગ્નના ખોટા વચન પર પીડિતાનો બળાત્કારનો દાવો ટકાઉ રાખવો મુશ્કેલ બની જાય છે. જસ્ટિસ ઈ. વેણુગોપાલ અને જસ્ટિસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે પૂર્વ લિવ-ઈન પાર્ટનર મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને પીડિતાએ આરોપી પુરુષ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં આરોપી પુરુષને નિર્દોષ ઠરાવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો હતો. કોઈ બળજબરી થઈ હોય તે વાત અસ્થાને છેહાઈકોર્ટે જણાવ્યું હતું કે,અપીલકર્તા અને પ્રતિવાદીનો લાંબા સમયથી ચાલતો સંબંધ,જેમાં તેમના સાથે રહેવા અને એકબીજા સાથે સહવાસ કરવાના સંજોગોનો સમાવેશ થાય છે,તે પણ ફરિયાદ પક્ષના માતા-પિતાની જાણકારી સાથે અલગ ભાડાના રહેઠાણમાં હતો; જે એવી ધારણાને જન્મ આપે છે કે તેમનો સંબંધ માન્ય સંમતિ પર આધારિત હતો.કોર્ટે વધુમાં ઉમેર્યું કે, જ્યારે બે પુખ્ત વયના લોકો એક લેખિત વ્યવસ્થા હેઠળ ઘણા મહિનાઓ સુધી સાથે રહ્યા પછી-જે પોતે જ સ્વતંત્ર સંમતિ જાહેર કરે છે-પરસ્પર એક લેખિત દસ્તાવેજ દ્વારા તે વ્યવસ્થાનો અંત લાવે છે.ત્યારે તેમાં કોઈ બળજબરી થઈ હોય તે વાત અસ્થાને છે. શારીરિક સંબંધ પણ ફરિયાદીની સતત સંમતિ પર આધારિત હતાપીડિતા એટલે કે ફરિયાદ પક્ષનો એવો દાવો કે આ સંબંધ લગ્નના ખોટા વચન અને વારંવાર બળજબરીથી ઉત્પન્ન થયો હતો,તે ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. પ્રસ્તુત કેસમાં મહિલા અને પ્રતિવાદી પુરુષ વચ્ચેના શારીરિક સંબંધ પણ ફરિયાદીની સતત સંમતિ પર આધારિત હતા અને અલગ થવું પણ સ્વૈચ્છિક હતું.લગ્નના ખોટા વચનના આધારે કેસને દુષ્કર્મના દાયરામાં લાવી શકાય નહીં. હાઈકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે,લિવ-ઈન રિલેશનશિપના કરાર મુજબ,સમજૂતી દસ્તાવેજને અમલમાં મૂકતી વખતે પ્રતિવાદી 20 વર્ષનો હતો અને તે 21 વર્ષનો થાય પછી અપીલકર્તા સાથે લગ્ન કરશે તેવી સમજૂતી હતી.અપ્રમાણિક ઈરાદાથી લગ્ન કરવાના વચનનો નથીઆવા દસ્તાવેજને કાયદેસર કહી શકાય નહીં કારણ કે તે જાહેર નીતિ અને કાયદાની વિરુદ્ધ છે.ફરિયાદી દ્વારા આક્ષેપ કરાયેલી રીતે પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી.આ કેસ શરૂઆતથી જ અપ્રમાણિક ઈરાદાથી લગ્ન કરવાના વચનનો નથી.જેથી આવા વચનની આડમાં જાતીય લાભ મેળવી શકાયો હોય.અહીં પક્ષકારોએ પરસ્પર સંમતિથી સાથે રહેવા માટે લેખિત કરાર કર્યો હતો અને ત્યારબાદ બીજા દસ્તાવેજ દ્વારા તેને પરસ્પર રદ કર્યો હતો.બંને જણાએ કોઈપણ ત્રીજી વ્યક્તિના દબાણ કે પ્રભાવ વિના પોતાની મરજીથી સાથે રહેવાનું નક્કી કર્યું હતું.તેથી પ્રતિવાદી પુરુષ વિરુદ્ધ લગ્નના ખોટા વચનના આધારે કેસને દુષ્કર્મના દાયરામાં લાવી શકાય નહીં.આ પણ વાંચોઃ CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 23-10-2026
calendar_today October 23, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 23-10-2026

Mahima HareshKaushik SubhashDhurpal KaushikNitri KaushikBhargava LalitBharat MaganlalNancy Kitriભગવાન તમને દુનિયાભરનુ સુખ આપેજીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;તમારા હોઠ પર સદાય સ્મિત રહે;જન્મદિવસ પર આવી ભેટ આપે??? જન્મ દિવસ ની શુભકામના ???

Read Full Story arrow_forward