android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સૌરાષ્ટ્રમાં ગરમીમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા, અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાશે
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: સૌરાષ્ટ્રમાં ગરમીમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા, અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Bharuch: ઝઘડિયાના ભાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન બનશે
calendar_today October 23, 2026

Bharuch: ઝઘડિયાના ભાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન બનશે

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નવા બનનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું બુધવારના રોજ સવારે 10 વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલના હસ્તે વિધિવત્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા સાત વર્ષથી પેટા આરોગ્ય કેન્દ્રના મકાનમાં કાર્યરત છે. હવે નવા મકાન માટે મંજૂરી મળતાં જૂના સરકારી દવાખાનાની જગ્યા પર નવા મકાનના નિર્માણની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સુવિધાસભર મકાન તૈયાર થતાં આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતાં આશરે 20 ગામોના લોકોને આરોગ્ય સેવાઓનો વધુ સારો લાભ મળી શકશે. આ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ, વણાકપોર, સંજાલી અને રતનપોરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબેન રાજ તથા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સરસ્વતીબેન વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અગ્રણી વિક્રમસિંહ રાજ, જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી મહેશભાઈ પાટણવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Bharuch: અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ પંચાયતને રોડ વેકયૂમ સ્વીપર મશીન અર્પણ કરાયું
calendar_today October 23, 2026

Bharuch: અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ પંચાયતને રોડ વેકયૂમ સ્વીપર મશીન અર્પણ કરાયું

ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી, અદાણી સિમેન્ટની કોર્પોરેટ પર્યાવરણ જવાબદારી સીઈઆર પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ ગ્રામ પંચાયતને અદ્યતન ટ્રક માઉન્ટેડ રોડ વેક્યૂમ સ્વીપર મશીન ભેટ આપવામાં આવ્યુ છે. આ આધુનિક મશીનનું વિધિવત લોકાર્પણ અદાણી ફાઉન્ડેશનના ડીરેકટર અતુલ ગોર, અદાણી દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશ, વાગરાના તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, લખીગામના સરપંચ અમરસંગભાઈ રાઠોડ તથા ઉપસરપંચ સતીશભાઈ ગોહિલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે તલાટી કમ મંત્રી ઓમકારસિંહ રાણા, તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રાઠોડ, દહેજ પોર્ટ તથા અદાણી ફાઉન્ડેશનના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામ પંચાયત દ્વારા મહત્વપુર્ણ યોગદાન બદલ અદાણી પોર્ટ, અદાણી સિમેન્ટ અને અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યકત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward