android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: જસદણમાં શ્રી બાલાજી ધામ ખાતે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી
calendar_today August 28, 2026

Rajkot News: જસદણમાં શ્રી બાલાજી ધામ ખાતે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી

રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શ્રી પંચ દશનામ જુના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જયંબાનંદગીરી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પર્વની ગરિમામયી ઉજવણી થઈ હતી.સૂતરનો નાજુક તાંતણો બને છે વજ્ર સમાન મજબૂતઆ પવિત્ર પ્રસંગે રક્ષાસૂત્રનું મહાત્મ્ય સમજાવતા જણાવાયું હતું કે, રાખડી કે રક્ષા આમ તો માત્ર એક સૂતરનો અત્યંત નાજુક તાંતણો છે, પરંતુ જ્યારે એક બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ અને રક્ષા કાજે સંપૂર્ણ પ્રેમ, સ્નેહ અને લાગણીથી ભાઈના કાંડા પર તેને બાંધે છે, ત્યારે આ નાજુક તાંતણો વજ્ર સમાન અતિ મજબૂત સુરક્ષા કવચ બની જાય છે.દેવતાઓને પણ દુર્લભ છે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધશાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ રજૂ કરતા સંતોએ જણાવ્યું હતું કે, ભાઈ અને બહેન વચ્ચેના અગાધ અને પવિત્ર સંબંધની અનુભૂતિ કરવાનું સૌભાગ્ય દેવતાઓને પણ સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. સ્વયં ભગવાને પણ આ સ્નેહપૂર્ણ સંબંધનો આનંદ માણવા માટે મનુષ્ય અવતાર ધારણ કરવો પડે છે. સંસારની 84 લાખ યોનિઓમાંથી માત્ર માનવ યોનિને જ આ અદભુત અને પવિત્ર સંબંધ અનુભવવાનું સૌભાગ્ય મળ્યું છે.આ પણ વાંચો - Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો

Read Full Story arrow_forward
Chhattisgarh News: બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું, 41 મુસાફરોના શ્વાસ અધ્ધર
calendar_today August 28, 2026

Chhattisgarh News: બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું, 41 મુસાફરોના શ્વાસ અધ્ધર

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી બિલાસપુર પહોંચેલી એલાયન્સ એર (Alliance Air) ની ફ્લાઈટના લેન્ડિંગ વખતે અચાનક ટાયર ફાટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લેનમાં 37 મુસાફરો અને કેબિન ક્રૂના 4 સભ્યો સહિત કુલ 41 લોકો સવાર હતા. ઘટના બાદ તમામ 41 લોકોને સુરક્ષિત રીતે પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી ન હતી.તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવીઆ ઘટના શુક્રવારે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ બની હતી.દિલ્હીથી આવેલી એલાયન્સ એરની ફ્લાઈટ (9I613) બિલાસપુર એરપોર્ટ પર ઉતરી રહી હતી તે જ સમયે વિમાનની ડાબી તરફનું ટાયર પંચર થઈને ફાટી ગયું હતું. ઘટના બનતાં જ એરપોર્ટ પર તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને રનવે પરથી સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા.આગળની તમામ ઉડાન રદ કરી દેવામાં આવીટાયરમાં ખામી સર્જાવાને કારણે આ વિમાનની આગળની તમામ ઉડાન રદ કરી દેવામાં આવી છે. આ જ ફ્લાઈટ બિલાસપુરથી આગળ પ્રયાગરાજ જવા માટે રવાના થવાની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યા અને ટાયર ફાટવાની ઘટનાને પગલે પ્રયાગરાજ જતી ફ્લાઈટ રદ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પ્લેનની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છેલેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર કયા કારણોસર ફાટ્યું તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. એરલાઈન અને એવિએશનના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં અગાઉથી કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી રનવે પર લેન્ડિંગ દરમિયાન ઘર્ષણને કારણે ટાયર પંચર થયું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં એરલાઈન દ્વારા પ્લેનની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Bollywood: કૃતિ સેનન બાદ સેલીના જેટલીના રક્ષાબંધન લૂક પર બબાલ, ડીપનેક બ્લાઉઝ પહેરતા થઈ ટ્રોલ

Read Full Story arrow_forward
India News : NTA માં મોટો ફેરબદલ, દિલ્હી ખાતે બે નવા ડિરેક્ટર અને એક સંયુક્ત ડિરેક્ટરની કરાઈ નિમણૂક
calendar_today August 28, 2026

India News : NTA માં મોટો ફેરબદલ, દિલ્હી ખાતે બે નવા ડિરેક્ટર અને એક સંયુક્ત ડિરેક્ટરની કરાઈ નિમણૂક

દેશમાં વિવિધ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સ્થિત NTA ખાતે એજન્સીની કામગીરીને વધુ સુદ્રઢ અને સુચારુ બનાવવા માટે મહત્વની નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય હેઠળ એજન્સીમાં બે નવા ડિરેક્ટર અને એક સંયુક્ત ડિરેક્ટરની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે, જેનાથી સંસ્થાનું વહીવટી માળખું વધુ સક્ષમ બનશે.એજન્સીની ક્ષમતા અને પારદર્શિતા વધારવાનો મુખ્ય હેતુપરીક્ષાઓની સુચારુ પ્રક્રિયા અને વ્યવસ્થાપન સામે સમયસમય પર ઊભા થતા પડકારો બાદ એજન્સીને ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ભાગરૂપે આ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ પરીક્ષાઓના આયોજન, સિક્યોરિટી પ્રોટોકોલ અને ટેકનિકલ પાસાઓની ગંભીરતાથી સમીક્ષા કરશે. અનુભવી અધિકારીઓની નિમણૂકથી આગામી તમામ પરીક્ષાઓનું સંચાલન વધુ પારદર્શી, સુરક્ષિત અને ક્ષતિરહિત રીતે થઈ શકશે તેવો દાવો કરવામાં આવ્યો છે.ભાવિ પરીક્ષાઓના સુચારુ આયોજન માટે મહત્વનું કદમઆ નવી નિમણૂકો સાથે જ NTA દ્વારા આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓને પણ વેગ આપવામાં આવશે. ઉચ્ચ વહીવટી સ્તરે થયેલા આ ફેરબદલથી સંસ્થાની નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનશે અને સંકલનમાં વધુ સચોટતા આવશે. દેશભરના લાખો વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરાવવાના હેતુથી NTA આ સુધારાત્મક પગલાં ભરી રહ્યું છે.આ પણ વાંચો : India News : નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર, 21 યાત્રાળુઓનું દિલ્હીમાં સુરક્ષિત આગમન

Read Full Story arrow_forward