android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બેડકુવા ગામે દીપડો પાંજરામાં પુરાયો
calendar_today October 18, 2026

બેડકુવા ગામે દીપડો પાંજરામાં પુરાયો

વાલોડ તાલુકાના અનેક ગામોમાં દીપડો લટાર મારી રહ્યો છે. તાજેતરમાં જ વેડછી સ્વરાજ આશ્રામ ખાતે આવેલા શાળા અને છાત્રાલયના ગેટ પાસે રાત્રિના સમયે દીપડો ઊભેલો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. છાત્રાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હોવાથી આ ઘટનાથી મોટી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત વેડછી (નદી ફ્ળિયા), કેળકુઈ પાટિયા, અંધાત્રી, ધામોદલા અને સમારચાલી ફ્ળિયા જેવા વિસ્તારોમાં પણ સતત દીપડાની આંટાફેરા જોવા મળી રહ્યા છે. બેડકુવા ગામના ખોખરા-ઉમરા ફ્ળિયામાં દીપડો દેખાતા આ અંગે બેડકુવા ગામના સરપંચ દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તા.17-10-2026ના રોજ આશિષભાઈ બાબુભાઈ ગામીતના ખેતરે જવાના રસ્તા પર પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6 વાગ્યે 4થી 5 વર્ષનો દીપડો આ પાંજરામાં કેદ થયો હતો. વાલોડ વનવિભાગે દીપડાનો કબજો લઈ વાલોડ નર્સરી ખાતે લઈ ગયા હતા. પશુ ચિકિત્સકની તપાસ બાદ DCF સુરતના માર્ગદર્શન હેઠળ તેને ઊંડાણના જંગલમાં છોડાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અનાવલમાં આગથી યુવકની ઘરવખરી બળીને ખાખ
calendar_today October 18, 2026

અનાવલમાં આગથી યુવકની ઘરવખરી બળીને ખાખ

અંબિકા તાલુકાના અનાવલ કોષ રોડ ઉપર રહેતા મુકેશભાઈ બાબુભાઈ પટેલના ઘરમાં આગ લાગતાં સમગ્ર ઘર અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મુકેશભાઈનાં માતા-પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમના મામાએ કર્યો હતો. ત્યારબાદ લગ્ન કરીને મુકેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી અનાવલ ખાતે અહીં ઘર બનાવી પત્ની સાથે રહેતા હતા. જોકે, છેલ્લા છથી સાત મહિનાથી તેમની પત્ની પણ તેમને છોડીને જતી રહેતાં તેઓ એકલા જ જીવન ગુજારી રહ્યા હતા. આગની જાણ થતાં જિલ્લા પંચાયત સભ્ય રમીલાબેન, અનાવલના સરપંચ, સામાજિક આગેવાન જીતુભાઈ સહિત ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગમાં ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતાં મુકેશભાઈને ભારે નુકસાન થયું હતું. ગામના આગેવાનો, દાતાઓ અને સેવાભાવી લોકો આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગોજીના તળાવમાં ખાબકેલા શ્રામિકનો ત્રીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં
calendar_today October 18, 2026

ગોજીના તળાવમાં ખાબકેલા શ્રામિકનો ત્રીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં

બારડોલી તાલુકાના ગોજી ગામે આવેલું ગ્રામપંચાયત હસ્તકનું સરકારી તળાવ જે તે વખતે માટી ચોરોએ 100 ફૂટથી વધારે ઊંડાઈએ ખોદી કાઢયું હતું. બે દિવસ પહેલા એટલે કે 16મીએ બપોરે ગામના માતા ફળિયામાં રહેતો એક 38 વર્ષીય મજૂર વિનોદભાઈ જગુભાઈ રાઠોડ અન્ય ત્રણ લોકો સાથે મજૂરીએ કામેથી આવીને તળાવ કિનારે હાથ-પગ અને મોઢું ધોવા માટે ઉતર્યો હતો. આ ત્યાં તેનો પગ લપસી જતા તે તળાવમાં ખાબક્યો હતો અને ડૂબી ગયો હતો. આ યુવકનો ત્રણ દિવસ શોધખોળ કરવા છતાં કઈ પત્તો નળ્યો નથી. જેથી તેની પત્ની ટીનાબેન રાઠોડ, બે દીકરીઓ આયુષી અને ઈશાના સહિત પરિવારમાં ચિંતા વ્યાપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward