android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી
calendar_today August 31, 2026

Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરવામાં આવતી SQAAF (સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક) અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી શાળાઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર કરવાની હોય છે. આ માટે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ૩૧ ઓગસ્ટ સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની માંગ સામે સરકાર નમીજોકે, શ્રાવણી તહેવારો, રજાઓ અને અન્ય શૈક્ષણિક કામગીરીના બોજને કારણે નિર્ધારિત સમયમાં તમામ શાળાઓની સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ હતી. આ બાબતે રાજ્યના વિવિધ શિક્ષક સંઘો તેમજ શાળા સંચાલક મંડળો દ્વારા શિક્ષણ વિભાગ અને GCERT સમક્ષ તારીખ લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.સ્વ-મૂલ્યાંકનની તારીખમાં કરાયો વધારોશિક્ષક સંઘો અને શાળા સંચાલકોની વાજબી માગણી અને રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હવે આગામી 8 સપ્ટેમ્બર સુધી SQAAF સ્વ-મૂલ્યાંકનની એન્ટ્રી અને કામગીરી પૂર્ણ કરી શકશે. આ તારીખ લંબાવાતાં રાજ્યની હજારો શાળાઓના શિક્ષકો અને આચાર્યોને મોટી રાહત મળી છે અને પોર્ટલ પર ટેકનિકલ કે સમયના દબાણ વગર કામગીરી પૂર્ણ કરી શકાશે.આ પણ વાંચો: banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર

Read Full Story arrow_forward
Surat: વરાછામાં ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ, 3 રીઢા ગુનેગારો મુદ્દામાલ સાથે ઝડપાયા
calendar_today August 31, 2026

Surat: વરાછામાં ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ, 3 રીઢા ગુનેગારો મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરતના ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા વરાછાના ઘનશ્યામનગર ખાતે તાજેતરમાં એક યુવક સાથે ઓનલાઇન લૂંટનો સનસનાટીભર્યો બનાવ બનવા પામ્યો હતો. પીડિત યુવકને Grindr નામની ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી મુલાકાત માટે બોલાવવામાં આવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતાં જ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો અને ચપ્પુ બતાવી ઢોર માર માર્યો હતો.સુરતમાં Grindr ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશઆરોપીઓએ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન તેમજ ખિસ્સામાંથી 5,500 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને જો કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઘટના અંગે પીડિત યુવકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટને અંજામ આપનાર ત્રણેય આરોપીઓ અચીત ઉર્ફે લેમ્બો, જયેશ ઉર્ફે મામુદડુ અને રાજ ઉર્ફે કાળીયોને ઝડપી લીધા હતા.વરાછા પોલીસે 3 શાતિર આરોપીઓને પકડી પાડ્યાપોલીસે આરોપીઓ પાસેથી લૂંટવામાં આવેલો મોબાઇલ ફોન અને રોકડા 5,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગહન પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ Grindr તેમજ અન્ય ઓનલાઇન એપ્લિકેશન્સ પર ખોટા પ્રોફાઇલ બનાવી લોકોને મળવા બોલાવતા હતા અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારી લૂંટી લેતા હતા. પોલીસ રેકોર્ડની તપાસ કરતા સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય ઈસમો સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ પણ વાંચો: Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

Read Full Story arrow_forward
Mehsana News: સતલાસણામાં પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત 83 હજારની લાંચ લેતા પકડાયો
calendar_today August 31, 2026

Mehsana News: સતલાસણામાં પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત 83 હજારની લાંચ લેતા પકડાયો

મહેસાણા જિલ્લાના સતલાસણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડીને લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અને તેના એક ખાનગી સાગરીતને 83 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યુંસતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના સાથીદારો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે પોલીસ સ્ટેશનમાં હાજર કરી માર નહીં મારવાના અવેજ પેટે આરોપી પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરીએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક અંતે રૂ. 83 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીમોજે સુરજ કોમ્પલેક્ષની સામે જાહેર રોડ ઉપર આરોપીના મિત્રની ગાડીમાં, ટેલિફોનિક વાતચીત મુજબ આરોપી કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરી અને તેમના સાથીદાર આશિષભાઈ નાનજીભાઇ ચૌધરીએ ફરિયાદી પાસેથી રૂ. 83 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેઓને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ 83 હજાર રીકવર કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward