android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: ડુંડવાળાની સીમમાં સગીરનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળ્યો, હોબાળો મચાવતા મામલો ગરમાયો
calendar_today February 1, 2026

Aravalli: ડુંડવાળાની સીમમાં સગીરનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળ્યો, હોબાળો મચાવતા મામલો ગરમાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શનિવારની વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડુંડવાળા ગામની સીમમાં 16 વર્ષીય સગીરનો મૃતદેહ મહુડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ભારે હોબાળો મચાવતા કલાકો સુધી મામલો ગરમાયો હતો.મેઘરજમાંં સગીરનો મૃતદેહ મળ્યોમળતી માહિતી મુજબ, ડુંડવાળા ગામનો 16 વર્ષીય કિશોર, રમેશભાઈ લક્ષમણભાઈ, શનિવારની વહેલી સવારે પોતાના ઘરેથી બાઈક લઈને મેઘરજ ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. જોકે, થોડા સમય બાદ જ ડુંડવાળાની સીમમાં એક મહુડાના ઝાડની ડાળી સાથે તેની લાશ લટકતી હાલતમાં રાહદારીઓને જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠેલા લોકોએ તાત્કાલિક તેના પરિવાર અને મેઘરજ પોલીસને જાણ કરી હતી.આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકાઘટના સ્થળે પહોંચેલી મેઘરજ પોલીસે જ્યારે મૃતદેહને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી, ત્યારે પરિવારજનોએ મડાગાંઠ સર્જી હતી. સગીરની ટ્યુશન બેગ ઘટના સ્થળથી દૂર ખેતરમાંથી મળી આવતા પરિવારે આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી એફએસએલ (FSL) અને ડોગ સ્કવોડની ટીમ તપાસ ન કરે, ત્યાં સુધી લાશને અડવા દેવામાં આવશે નહીં."પોલીસની સમજાવટ અને તપાસસ્થિતિની ગંભીરતા જોતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકો સુધી ચાલેલી સમજાવટ અને ડોગ સ્કવોડ દ્વારા ઘટના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ, અંતે પરિવારે લાશ ઉતારવા સંમતિ આપી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ

Read Full Story arrow_forward
Vadodara Heroin Case: 47 લાખના હેરોઈન કેસમાં ASI લક્ષ્મી દેસાઈના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ડ્રગ્સ માફિયા સાથે હતું કનેક્શન!
calendar_today February 1, 2026

Vadodara Heroin Case: 47 લાખના હેરોઈન કેસમાં ASI લક્ષ્મી દેસાઈના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ડ્રગ્સ માફિયા સાથે હતું કનેક્શન!

'રક્ષક જ ભક્ષક' બને ત્યારે સમાજમાં કેવો ઘાતક પ્રભાવ પડે છે, તેનું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. વડોદરા શહેરના રૂપિયા 47 લાખના હેરોઈન કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના એએસઆઈ (ASI) લક્ષ્મી દેસાઈની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પુરાવાઓના આધારે ધરપકડ કર્યા બાદ આજે કોર્ટે આરોપી ASI ના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જાપ્તામાં લઈ જનાર જ પોતે જાપ્તામાં આવ્યો ગઈકાલ સુધી જે પોલીસકર્મી આરોપીઓને જેલ અને કોર્ટના જાપ્તામાં લઈ જતો હતો, આજે એ જ લક્ષ્મી દેસાઈ પોતે પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ થયો હતો. SMC ની તપાસમાં બહાર આવ્યું છે કે, લક્ષ્મી દેસાઈ ડ્રગ સપ્લાયરો સાથે સીધા સંપર્કમાં હતો અને તેને પોલીસની હિલચાલની બાતમી આપતો હતો. રૂપિયા 47 લાખની કિંમતના હેરોઈન સ્મગલિંગ રેકેટમાં તેની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાતા ધરપકડ કરવામાં આવી હતી. SMC એ મજબૂત પુરાવા એકત્ર કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને આરોપી સપ્લાયરોની પૂછપરછના આધારે મજબૂત કડીઓ મેળવી હતી. લક્ષ્મી દેસાઈ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેના આર્થિક વ્યવહારો અને સંપર્કોની વિગતો પણ પોલીસના હાથમાં આવી છે. આગામી 5 દિવસના રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે મોટા માથાઓ સામેલ છે કે કેમ તેની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ પણ વાંચો - Vadodara News : કેસ દબાવવા PSI એ દોઢ લાખ પડાવ્યા, યુવકે સ્ટિંગ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો

Read Full Story arrow_forward
Dwarka: ખંભાળિયામાં વ્યાજચક્રમાં ફસાયેલા આધેડે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
calendar_today February 1, 2026

Dwarka: ખંભાળિયામાં વ્યાજચક્રમાં ફસાયેલા આધેડે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા 52 વર્ષીય આધેડે સલાયા સ્થિત પોતાના મકાનમાં ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આધેડનું મોત નિપજતા એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.જામ ખંભાળીયામાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મળતી વિગત મુજબ, જામ ખંભાળિયામાં રહેતા જિતેન્દ્રભાઈ વડોલીયા (ઉં. ૫૨) એ સલાયામાં આવેલા પોતાના જૂના મકાન ખાતે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.પરિવારનો વ્યાજખોરો પર ગંભીર આક્ષેપજિતેન્દ્રભાઈના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, જિતેન્દ્રભાઈ વ્યાજખોરોના ત્રાસથી લાંબા સમયથી પરેશાન હતા. વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી માનસિક પીડા અને ધાક-ધમકીઓને કારણે કંટાળીને તેમણે આ આત્મઘાતી ડગલું ભર્યું છે.પોલીસ તપાસ અને કાર્યવાહીઆ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના નિવેદનોના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: Vadodara: અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, પરિવારમાં માતમ

Read Full Story arrow_forward