android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod : આંબા ગામે ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલ ચોરી, 5 લાખથી વધુની કિંમતના સળિયા ગાયબ, 3 આરોપી ઝડપાયા
calendar_today January 30, 2026

Dahod : આંબા ગામે ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલ ચોરી, 5 લાખથી વધુની કિંમતના સળિયા ગાયબ, 3 આરોપી ઝડપાયા

દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અંતર્ગત ચાલી રહેલા ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલના સળિયાની ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. દાહોદ તાલુકાના આંબા ગામ નજીક ભારતમાળા પ્રોજેક્ટના રોડ કામ પાસેથી રૂ. 5 લાખથી વધુ કિંમતના સ્ટીલના સળિયા ચોરી ગયા હોવાનું બહાર આવ્યું છે.આશરે 8 હજાર કિલો સ્ટીલના સળિયા ચોરાયા હતા મળતી માહિતી મુજબ દિલ્હી–મુંબઈ કોરિડોરના પેકેજ નંબર 26 હેઠળ ચાલી રહેલા કામમાંથી આશરે 8 હજાર કિલો સ્ટીલના સળિયા ચોરાયા હતા. ચોરી કરાયેલા સળિયા બાદમાં ચોરોએ સ્થાનિક સળિયા ભંગારમાં વેચી નાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે સ્ટીલના સળિયા ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી આ મામલે લીમડી પોલીસે કાર્યવાહી કરી સ્ટીલના સળિયા ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે રૂ. 5.20 લાખની કિંમતના સ્ટીલના સળિયા સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પેટા કોન્ટ્રાક્ટર આશાપુરા પ્રા. લિ. કંપનીના સુપરવાઇઝરની પણ ચોરીમાં મીલીભગત પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે ભારતમાળા પ્રોજેક્ટમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે કાર્યરત આશાપુરા પ્રા. લિ. કંપનીના સુપરવાઇઝરની પણ આ ચોરીમાં મીલીભગત હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોરીમાં સંડોવાયેલો સુપરવાઇઝર હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ફરાર સુપરવાઇઝરની શોધખોળ પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, તેમજ ફરાર સુપરવાઇઝરની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે.આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Gandhinagar: કુખ્યાત ભરત રબારી ગેંગ પર ગુજસીટોકનો સકંજો, 6 સાગરીતો સામે ગુનો દાખલ
calendar_today January 30, 2026

Gandhinagar: કુખ્યાત ભરત રબારી ગેંગ પર ગુજસીટોકનો સકંજો, 6 સાગરીતો સામે ગુનો દાખલ

ગુજરાતમાં સંગઠિત ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટેના કડક કાયદા ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગાંધીનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટનગરના સેક્ટર-7 પોલીસ મથકે કુખ્યાત ભરત સુખભાઈ રબારી અને તેની ગેંગના કુલ 6 સાગરીતો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જમીન પચાવી પાડવાથી લઈને કરોડોના સટ્ટાના કાળા કારોબાર સુધી આ ગેંગનું નેટવર્ક ફેલાયેલું હતું.ભૂમાફિયા અને સટ્ટાખોરીનું સામ્રાજ્યઆ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ભયાનક હતી. તેઓ કિંમતી જમીનો પચાવી પાડવા માટે માલિકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જમીન ખાલી કરાવતા હતા. એટલું જ નહીં, સટ્ટાની દુનિયામાં પણ આ ગેંગનો ભારે આતંક હતો; લોકો પાસે ધાક-ધમકી આપીને કરોડો રૂપિયા પડાવતા હતા. મુખ્ય આરોપી ભરત રબારી સામે અગાઉ ફાયનાન્સ અને મારામારી જેવા 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગનું જાળું ગાંધીનગર ઉપરાંત પાટણ અને સુરેન્દ્રનગર સુધી ફેલાયેલું હતું.પોલીસના સકંજામાં આવેલા આરોપીઓપોલીસે આ ગેંગના સભ્યોની યાદી તૈયાર કરી છે, જેમાંથી મોટાભાગના હાલ જેલના સળિયા પાછળ છે.ધરપકડ કરાયેલ અજમલભાઈ સુખાભાઈ રબારી.હાલ પાટણ સબ જેલમાં સજા ભોગવતા અન્ય આરોપીઓ  ભરતભાઇ સુખાભાઈ રબારી (મુખ્ય સૂત્રધાર),હરિભાઈ સુખાભાઈ રબારી,બળદેવભાઈ વિરમભાઈ રબારી ભોજાભાઈ ભૂરાભાઈ ભરવાડ,રવિભાઈ સવતી ભાઈ નાયી.આ પણ વાંચો: Surat: મેટ્રોની કામગીરી અને વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિકટ; મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે યોજાશે બેઠક

Read Full Story arrow_forward
Surat News: ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ, મનપાનું બુલડોઝર એક્શન
calendar_today January 30, 2026

Surat News: ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ, મનપાનું બુલડોઝર એક્શન

સુરતમાં ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયા બાદ હવે પાણી માફિયાનો પગ પેસરો થયો છે. સુરત શહેરમાં ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ બોલાવવામાં આવી છે. સુરતમાં ગેરકાયદે પાણીની બોરિંગ પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિંડોલીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીનો વેપાર ચાલી રહ્યો છે. જેની સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.સુરત મનપાએ બોરવેલ તોડયા સુરતમાં ગેરકાયદે બોરવેલથી પાણી કાઢીને મિલોને પહોંચાડવામાં આવતું હતું. જે કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા બોરવેલ તોડવામાં આવ્યા છે. આ મામલે સુરત મનપા વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. જેમાં શિક્ષાત્મક પગલા લેવાની તૈયારી પણ મનપા દ્વારા દર્શાવવામાં આવી છે. સુરત મનપાની આ કાર્યવાહીને કારણે પાણી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીનો વેપાર સુરત શહેરમાં ગેરકાયદેસર પાણી માફિયા મહાનગરપાલિકા ગેરકાયદેસર પાણીની બોરિંગ ઉપાડવા માટે બુલડોઝર લઈને પહોંચી હતી. ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સી સામે મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીનો વેપાર ચાલી રહ્યો હતો. જ્યાં જમીનમાંથી બોરવેલથી પાણી કાઢી મિલોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ બોરવેલ તોડી પાડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ પાણી માફિયા સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તે તો હવે સમય જ જણાવશે. આ પણ વાંચો - Surat: મેટ્રોની કામગીરી અને વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિકટ; મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે યોજાશે બેઠક

Read Full Story arrow_forward