android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો
calendar_today January 30, 2026

Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફરી એકવાર હડકંપ મચી ગયો છે. વધુ એક વખત અજાણ્યા તત્વો દ્વારા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.તમામ સ્ટાફને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યો ધમકી મળતાની સાથે જ કચેરીમાં કાર્યરત તમામ સ્ટાફને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર કચેરી ખાલી કરાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કલેકટર કચેરી આસપાસના વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો-----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા
calendar_today January 30, 2026

Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા

જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનીજના ખનન પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા છેલ્લા 24 કલાકમાં ખનીજ ચોરી સામે આ બીજો મોટો દરોડો છે.મોટા પાયે ખનનનો પર્દાફાશપોલીસના દરોડા દરમિયાન ચોરવીરાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા 20 થી વધુ કોલસાના કૂવાઓ મળી આવ્યા હતા. ખનીજ માફિયાઓ અત્યંત જોખમી રીતે જમીનમાં ઊંડા કૂવા ખોદીને કાર્બોસેલ કાઢતા હતા. ઘટનાસ્થળેથી 15 જેટલી ચરખીઓ અને અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અગાઉ પણ ખનીજ ચોરી માટે ચર્ચામાં રહ્યો છે, તેમ છતાં માફિયાઓ બેફામ હોવાનું સામે આવ્યું છે. જીવના જોખમે કરાતું હતું કામઆ દરોડાની સૌથી મહત્વની બાબત એ રહી કે, પોલીસે કૂવાઓમાં ઉતરીને જીવના જોખમે કામ કરી રહેલા 50 જેટલા શ્રમિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ઊંડા ખાડાઓમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર આ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢીને તેમની પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો: Gandhinagar: કુખ્યાત ભરત રબારી ગેંગ પર ગુજસીટોકનો સકંજો, 6 સાગરીતો સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Rajkot અંધાપાકાંડમાં હાઈકોર્ટની લાલ આંખ, SPને 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસનો આદેશ
calendar_today January 30, 2026

Rajkot અંધાપાકાંડમાં હાઈકોર્ટની લાલ આંખ, SPને 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસનો આદેશ

રાજકોટમાં વર્ષ 2024માં બનેલી માનવતાને શર્મસાર કરતી ‘અંધાપાકાંડ’ની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો અને કડક આદેશ આપ્યો છે. મફત નિદાન કેમ્પના નામે અનેક લોકોની આંખોની રોશની છીનવી લેનાર જવાબદારો સામે હવે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. હાઈકોર્ટનો મહત્વનો આદેશ આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે રાજકોટ રૂરલ એસપીને સીધો હુકમ કર્યો છે કે આ સમગ્ર મામલે કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કોર્ટે તપાસ પૂર્ણ કરવા માટે 8 સપ્તાહનો (બે મહિનાનો) સમયગાળો નિશ્ચિત કર્યો છે. એડવોકેટ મારફતે પીડિતોએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન કોર્ટે માનવ જિંદગી સાથે થયેલા ચેડાંને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા. ઘોર બેદરકારીને કારણે લોકોએ ગુમાવી હતી આંખોની રોશની વર્ષ 2024માં રાજકોટમાં એક મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે તબીબો અને કેમ્પના સંચાલકોની ઘોર બેદરકારીને કારણે અનેક નિર્દોષ દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. સેવાની આડમાં થયેલી આ બેદરકારીએ અનેક પરિવારોને અંધકારમાં ધકેલી દીધા હતા. સંચાલકો સામે તપાસનો ધમધમાટ તેજ કોર્ટના આ આદેશ બાદ હવે જવાબદાર તબીબો અને હોસ્પિટલના સંચાલકો સામે તપાસનો ધમધમાટ તેજ થશે. નિષ્પક્ષ તપાસમાં જો કોઈની પણ ક્ષતિ સાબિત થશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પીડિત પરિવારોમાં આ આદેશ બાદ ન્યાયની આશા જાગી છે. આ પણ વાંચોઃ Rajkot: Rajkot: યુવતીએ પ્રેમ ઠુકરાવ્યો તો પ્રેમીએ કર્યું પ્રેમિકાના પરિવારનું અપહરણ,પોલીસે મિનિટોમાં ઝડપી પાડ્યો

Read Full Story arrow_forward