Gandhinagar: રાજ્ય સરકાર નવું હેલિકોપ્ટર ખરીદ કરશે, ઉડ્ડયન વિભાગની દરખાસ્ત બાદ કમિટીનું ગઠન થયું
રાજ્ય સરકાર મુખ્યમંત્રી અને રાજ્યપાલના પ્રવાસ દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખી નવું હેલિકોપ્ટર ખરીદવાનું આયોજન કરી રહી છે.હાલ વર્ષ 2007માં ખરીદવામાં આવેલું AS-365 ડોફીન હેલિકોપ્ટર છે અત્યાર સુધી રાજ્ય સરકાર પાસે વર્ષ 2007માં ખરીદવામાં આવેલું AS-365 ડોફીન હેલિકોપ્ટર છે, જે 19 વર્ષ જૂના હોવાથી વારંવાર ટેક્નિકલ ખામી સર્જાય છે. ઉડ્ડયન વિભાગની દરખાસ્ત પર કમિટીનું ગઠન કરવામાં આવ્યું હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ઉડ્ડયન વિભાગની દરખાસ્ત પર કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નાણાં અને ઉડ્ડયન વિભાગના અધિકારીઓનો સમાવેશ થયો છે. કમિટીએ હાલના હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની તપાસ કરી છે અને નવા હેલિકોપ્ટર ખરીદી માટે સુચિત માર્ગદર્શન આપ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ. 30 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ. 30 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. નવા હેલિકોપ્ટર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થતા, વર્ષ 2026ના અંત સુધીમાં હેલિકોપ્ટર સરકારને મળે તેવી શક્યતા છે. કમિટીની પસંદગી પછી હેલિકોપ્ટરની ખરીદી માટે સમીક્ષા કરવામાં આવશે અને તે મુખ્યમંત્રી-વીઆઇપી ઉપયોગ માટે રહેશે. નવું હેલિકોપ્ટર જરૂરી હાલના જુના હેલિકોપ્ટરનું નુકસાન અને વારંવારની ખામીને કારણે, રાજ્ય સરકાર ક્યારેક ખાનગી ક્રાફ્ટની મદદ પણ લેવી પડી રહી છે, જેને ટાળવા માટે નવું હેલિકોપ્ટર જરૂરી છે.આ પણ વાંચો---- Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું
Read Full Story arrow_forward