android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–બીકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનો
calendar_today January 29, 2026

Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–બીકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન સંખ્યા 09491 અને 09291નું બુકિંગ 29 જાન્યુઆરી, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસિટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ ટ્રેન 01-ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ શુક્રવાર,30 જાન્યુઆરી 2026ના રોજ સાબરમતીથી 17.50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06.30 કલાકે બીકાનેર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. 02-ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર સ્પેશિયલ રવિવાર,01 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરથી 19.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વાંસજાલિયા, લાલપુરજામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા બીજા દિવસે યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ તપાસનો ધમધમાટ

Read Full Story arrow_forward
Surat: ખટોદરામાં બેફામ BMW કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી, ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઇજા, કારચાલક ફરાર
calendar_today January 29, 2026

Surat: ખટોદરામાં બેફામ BMW કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી, ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઇજા, કારચાલક ફરાર

સુરત શહેરમાં ફરી એક વખત રફ્તારના રાક્ષસો માજા મુકી રહ્યા છે જેના કારણે નાગરિકોની સુરક્ષા પર પ્રશ્ન ઉભો થયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર મોડી રાતે એક BMW કાર ચાલકે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા ઉંધી વળી ગઇ હતી.ડ્રાઈવર નીતિન પાટીલ ગંભીર રીતે ઘવાયો બેફામ BMW કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી.અકસ્માતમાં ઓટોરિક્ષા ડ્રાઈવર નીતિન પાટીલ ગંભીર રીતે ઘવાયો છે. કારની ઝડપ અંદાજે 100 થી 120 કિમી પ્રતિ કલાક હોવાની શક્યતા પ્રાપ્ત માહિતી અનુસાર, કારની ઝડપ અંદાજે 100 થી 120 કિમી પ્રતિ કલાક હોવાની શક્યતા છે. ટક્કર એટલી ગંભીર હતી કે, નજીકમાં સૂતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે યુવાનનો જીવ બચી ગયો, છતાં તેના માથામાં અને પીઠના ભાગે ઇજા થઇ હતી ઘટના બાદ BMW કાર ચલાવતો શખ્સ તુરંત ફરાર ઘટના બાદ BMW કાર ચલાવતો શખ્સ તુરંત ફરાર થયો હતો. ઘાયલ યુવાનને તરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. ફરાર ડ્રાઇવરની શોધખોળ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Ahmedabad News : પ્રહલાદનગરમાં પાર્કિંગના નામે તાળાં, રોડ પર ટ્રાફિક જામ, પણ મલ્ટીલેવલ બિલ્ડિંગમાં વાહનોને નો-એન્ટ્રી!
calendar_today January 29, 2026

Ahmedabad News : પ્રહલાદનગરમાં પાર્કિંગના નામે તાળાં, રોડ પર ટ્રાફિક જામ, પણ મલ્ટીલેવલ બિલ્ડિંગમાં વાહનોને નો-એન્ટ્રી!

અમદાવાદના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે ભવ્ય મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ હાલ તંત્રની ઘોર બેદરકારીનું પ્રતિક બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પાર્કિંગના દરવાજા જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકોએ હજુ પણ રોડ પર જ વાહનો પાર્ક કરવા પડે છે અને ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહી છે. જનતાના પરસેવાની કમાણીમાંથી બનેલી આ મિલકત હાલ માત્ર ધૂળ ખાઈ રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવો ખેલ વધુ ગંભીર બાબત એ છે કે, આ બંધ પાર્કિંગમાં કલાકો સુધી લાઈટ્સ અને લિફ્ટ ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો પણ મોટો બગાડ થઈ રહ્યો છે. એક તરફ તંત્ર પાસે આ પાર્કિંગ ચલાવવાની વ્યવસ્થા નથી, તો બીજી તરફ હવે આ કરોડોની મિલકતને વેચવાની પેરવી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે, જે સરકારી નાણાં અને આયોજનબદ્ધ વિકાસ સામે મોટા સવાલો ઊભા કરે છે. આ પણ વાંચો : Mehsana News : કડીમાં તસ્કરોનો આતંક, કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર અને પાદુકાની ચોરી

Read Full Story arrow_forward