android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: બેદરકારી મનપાની : જોરાવરનગર શાકમાર્કેટમાં શિયાળામાં નજારો ચોમાસાનો, પાણીની લાઈન લિકેજ થતા પાણીનો વેડફાટ
calendar_today January 28, 2026

Surendranagar: બેદરકારી મનપાની : જોરાવરનગર શાકમાર્કેટમાં શિયાળામાં નજારો ચોમાસાનો, પાણીની લાઈન લિકેજ થતા પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ કરતા વધુ સમય થયો છે તેમ છતાં શહેરમાં તકલાદી કામગીરી થયું હોય તેમ છાશવારે રહેણાંક તેમજ મુખ્ય બજાર વિસ્તારમાં પાણીની લાઈનો લિકેજ થાય છે. શહેરના 80 ફુટ રોડ પર અવારનવાર સર્જાતી સમસ્યા બાદ બુધવારે સવારના સમયે જોરાવરનગર શાક માર્કેટ વિસ્તારમાં પાણીના વારા સમયે અચાનક લાઈન લીકેજ થઈ હતી. જેને લઈને રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા. અને શાકભાજીના વિક્રેતા તથા શાકભાજી લેવા આવનાર મહિલાઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. શહેરના છેવાડાના વિસ્તારોમાં ભર શિયાળે પાણીની બુમરાણ ઉઠે છે. ત્યારે અન્ય વિસ્તારોમાં આવી રીતે લીકેજ પાણીની લાઈનથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં કતલખાને ધકેલાતા બે પશુઓનો જીવ બચાવાયો
calendar_today January 28, 2026

Surendranagar: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં કતલખાને ધકેલાતા બે પશુઓનો જીવ બચાવાયો

સુરેન્દ્રનગરના ગૌરક્ષકને હળવદથી અમદાવાદ તરફ પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા વસાડવા ચોકડી પાસે વોચ રખાઈ હતી. જેમાં વાહનચાલક સુરેન્દ્રનગરના શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો છે.સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છે. તેઓ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હતા. ત્યારે તેમને હળવદથી અમદાવાદ તરફ જતી પીકઅપમાં પશુઓ હોવાની તથા તેઓને કતલખાને લઈ જવાતા હોવાની માહીતી મળતા વસાડવા ચોકડી પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે ગાળા ગામ તરફ પીકઅપ હંકારી મુકી હતી. આથી ગૌરક્ષકોએ પીછો કરી ગાળા પાસે પીકઅપને આંતરી તપાસ કરાતા તેમાં પાછળ 2 ભેંસ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં હતા. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક સુરેન્દ્રનગરના મહેશ જીલાભાઈને ઝડપી લીધો હતો. અને તેની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ તપાસ એએસઆઈ વી.જી.પરમાર ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: GIDC વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય
calendar_today January 28, 2026

Halvad: GIDC વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય

હળવદમાં જીઆઈડીસીનીનો આરંભ વર્ષ 1997માં થયા બાદ હાલ મીઠાના જુદા જુદા 13 એકમમાં મીઠું પ્રોસેસ થઇ દેશના નવ રાજ્યોમાં વેચાણ અર્થે જઈ વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર ધરાવતા આ વિસ્તારના કારખાનેદારો પાલિકાને દર વર્ષે 35 લાખનો ટેક્સ ભરે છે. આ ઉપરાંત અહીંયા એક હજાર લોકો રોજગારી મેળવે છે તેમ છતાં અહીંયા તમામ પાયાની સુવિધાઓનો અભાવ છેહળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઇડીસી અસ્તિત્વમાં આવ્યું એને ત્રણ દાયકા જેવો સમય થઇ ગયો હાલ માં તેર થી વધુ મીઠા ના એકમો ઉપરાંત પ્લાસ્ટિક પાઇપ ઉદ્યોગ માં મજૂરી કામ કરતા એક હજાર થી વધુ મજૂરો મજૂરી કામ કરે છે અહીંયા સૌથી મોટી મુસીબત પીવા ના પાણી તેમજ રોડ રસ્તા ની હોવાનું આ વિસ્તાર ના રહીશો જણાવી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા માટે વેપારીઓ ના સહયોગથી જીઆઇડીસી દ્વારા પાણીનો એક સંપ બનાવવામાં આવ્યો છે આ પાણીના સંપ સુધી પાણી પહોંચાડવા જીઆઇડીસી ના તમામ વેપારીઓ દ્વારા શહેર માંથી પસાર થતી નર્મદા કેનાલ સુધી પાઇપ લાઇન નાખી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે પણ જ્યારે કેનાલ બંધ હોય ત્યારે આ વિસ્તાર ના લોકો ને ટેન્કર દ્વારા રૂપિયા આપી પાણી મંગાવવું પડતું હોય આ માટે આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરાઇ નથી જીઆઇડીસી ખાતે આવેલા મીઠાના જુદા જુદા 13 એકમોમાં મીઠાની પ્રોસેસ અને પેકિંગ તૈયાર થઈ દેશના વિવિધ રાજ્યોમાં અહીનું મીઠું પહોંચે છે ઉપરાંત અહીંના ટ્રેડમાર્ક સાથે એક કિલોની પેકીંગની હજારો મીઠાની બેગ ખાસ રેલવે મારફ્ત વિવિધ રાજ્યો માં પહોંચે છે અને રોજબરોજના એક હઝાર મજૂરોને રોજીરોટી અહીંયા થી મળે છે તેમ છતાં પણ આ વિસ્તાર માં અમુક જગ્યા એ પાકા રોડ રસ્તા નો અભાવ જોવા મળે છે ત્યારે હાલ તો આ વિસ્તાર જાણે પાલિકાની હદ બહાર હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ જ્યારથી પાલિકા અમલમાં આવી ત્યારથી આજદિન સુધી પાલિકાને એક કરોડથી વધુ વેરો ભર્યો હોવા છતાં પણ આજદિન સુધી પાયાની એક પણ સુવિધા જોવા મળતી નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward