Morbi News: 25 માર્ચ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે અને આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી. જેથી આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશન હેઠળ આવેલ 8 ટાપુઓ પર પ્રવેશબંધી અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર આ જાહેરનામા અનુસાર નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં આવેલ મામલીયા ટાપુ, મુર્ગા ટાપુ, અનનેમ ટાપુ-૧, અનનેમ ટાપુ-૨, અનનેમ ટાપુ-૩, અનનેમ ટાપુ-૪, અનનેમ ટાપુ-૫ અને અનનેમ ટાપુ-૬ સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી. સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ કરવી નહીં.આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ પણ વાંચોઃ World News: 'પરમાણુ કરાર કરો, નહીંતર આગામી હુમલો વધુ ખતરનાક હશે', Donald Trumpએ Iranને આપી ધમકી
Read Full Story arrow_forward