Banaskantha News : ઠાકોર સમાજના સંમેલનની અસર, પાકિસ્તાનના ઠાકોર સમાજે બંધારણના અમલનો નિર્ણય લીધો
તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા બનાસકાંઠામાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના બંધારણ માટે યોજાયેલા સંમેલનની અસર પાકિસ્તાનમાં જોવા મળી છે. પાકિસ્તાનના ઠાકોર સમાજે બનાસકાંઠામાં ઘડવામાં આવેલા બંધારણનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. વાવના સરહદી વિસ્તારના લોકો પાકિસ્તાનમાં પણ રહે છે. બંધારણનો અમલ કરવાના નિર્ણયનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું બનાસકાંઠામાં યોજાયેલા સંમેલનમાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ બંધારણનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગે ખર્ચ ઘટાડવાનો પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ નિર્ણય કર્યો છે. વાવ અને ભાભરના સરહદી વિસ્તારમાં ઠાકોર સમાજના નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ સમાજનું બંધારણ અમલમાં મુકવાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ પણ વાંચોઃ Gandhinagar News: આદિવાસી વિસ્તારોમાં 2600 કરોડના ખર્ચે 2020 કિ.મીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે
Read Full Story arrow_forward