android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: AIIMSમાંથી ગુમ થયેલા ડોક્ટર મળી આવ્યા, રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ પોલીસે બચાવી લીધા
calendar_today January 28, 2026

Rajkot News: AIIMSમાંથી ગુમ થયેલા ડોક્ટર મળી આવ્યા, રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ પોલીસે બચાવી લીધા

રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળતા જોવા મળ્યા હતાં. તેઓ હોસ્ટેલમાંથી નીકળતા હતાં તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન આ ડોક્ટર પરાપીપળીયા પાસેથી મળી આવ્યા હતાં. તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં રાજકોટ શહેરની AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. MBBSનો અભ્યાસ કરનારા ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં. તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં જેને એઈમ્સ દ્વારા ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડોક્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન આ ડોક્ટરને પરાપીપળીયા પાસેથી ઝડપી પાડ્યા હતાં. રેલવે ટ્રેકમાં આપઘાત કરે તે પહેલા ડોક્ટર મળ્યાઆ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેઓ આપઘાત કરે તે પહેલા જ તેમને બચાવી લીધા હતાં. પ્રાથમિક તપાસમાં તેઓ એક તરફી પ્રેમમાં હોવાથી આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગાંધી ગ્રામ પોલીસે ડોક્ટરને બચાવીને આપઘાત કરવાના પ્રયાસ પાછળનું કારણ જાણવા વધુ પુછપરછ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News: કોર્ટે ડ્રગ્સના કેસમાં વિદેશી મહિલાને 20 વર્ષની સજા ફટકારી, બે લાખ રૂપિયાનો દંડ પણ કર્યો
calendar_today January 28, 2026

Ahmedabad News: કોર્ટે ડ્રગ્સના કેસમાં વિદેશી મહિલાને 20 વર્ષની સજા ફટકારી, બે લાખ રૂપિયાનો દંડ પણ કર્યો

ડ્રગ્સના કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે એક વિદેશી મહિલાને 20 વર્ષની સજા ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતાં મુકાકીબીબી હાના નામની યુગાન્ડાની મહિલા ઝડપાઈ હતી. DRIએ અમદાવાદ એરપોર્ટથી આ મહિલાની ધરપકડ કરી હતી. મહિલા પાસે 868 ગ્રામની 79 ડ્રગ્સ કેપ્સુલ મળી હતી. આ મહિલાને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.વિદેશી મહિલા મુકાકીબીબી હાનાને 20 વર્ષની સજા આ કેસની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, દેશનું યુવાધન ડ્રગ્સના નશાના કારણે બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. નશીલા પદાર્થોની હેરાફેરીમાં આ મહિલા સંકળાયેલી છે. આ મહિલાઓ પોતાના જીવને પણ જોખમમાં મુક્યો હતો. કોર્ટે આ મહિલાને 20 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે એવો હુકમ પણ કર્યો હતો કે, કોર્ટનો આ હુકમ અમદાવાદ જિલ્લા કલેક્ટરને પણ મોકલી આપવામાં આવે.DRIએ અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી હતી અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડાની એક મહિલા પોતાના પેટમાં હેરોઈન ભરેલી કેપ્શ્યૂલ લઈને આવતા ઝડપાઈ ગઈ હતી. તે શારજાહથી આવેલી ફ્લાઈટમાંથી ઝડપાઈ હતી. DRIના અધિકારીઓએ તેનું ચેકિંગ કરતાં તેની બેગમાંથી કશું જ શંકાસ્પદ મળ્યું નહોતુ. પરંતુ તેના પેટ પર વજન દેખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેનો એક્સરે કરતાં જ મામલો સામે આવ્યો હતો. ડોક્ટરોએ તેના પેટમાંથી 79 જેટલી કેપ્સ્યુલ્સ અને 869 ગ્રામ જેટલું હેરોઇન બહાર કાઢ્યું હતું. આ પણ વાંચોઃ World News: 'પરમાણુ કરાર કરો, નહીંતર આગામી હુમલો વધુ ખતરનાક હશે', Donald Trumpએ Iranને આપી ધમકી

Read Full Story arrow_forward
Ahmedabad News: કલેક્ટર કચેરીમાં આધારકાર્ડ બનાવવા માટે 32 હજારની લાંચ માંગનાર 3 ઝડપાયા
calendar_today January 28, 2026

Ahmedabad News: કલેક્ટર કચેરીમાં આધારકાર્ડ બનાવવા માટે 32 હજારની લાંચ માંગનાર 3 ઝડપાયા

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં લોકોના કામ કરવા માટે લાંચ માંગતા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય હોવા છતાં જાણે કોઈ ડર જ રહ્યો ના હોય તેમ કર્મચારીઓ લાંચ માંગી રહ્યા છે.અમદાવાદમાં આધાર કાર્ડ બનાવવા માટે લાંચ માંગનારા ત્રણ કર્મચારીઓ ઝડપાયા છે. આ ત્રણેય કર્મચારીઓ અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં કામ કરતા હતાં. આધારકાર્ડ બનાવવા 32 હજારની લાંચ માંગી હતી અમદાવાદ કલેક્ટર કચેરીના જન સેવા કેન્દ્રમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયાં છે. એસીબીએ પ્યુન, કોમ્પ્યુટર ઓપરેટર અને મધ્યસ્થી કરનારને ઝડપી પાડ્યા છે. આરોપીઓ 32 હજારની લાંચ લેતા આરોપીઓ રંગેહાથ ઝડપાયા છે. એસીબીના હાથે કરાર આધારિત પ્યુન દિલીપ પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર સંદીપ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Ahmedabad News: કોર્ટે ડ્રગ્સના કેસમાં વિદેશી મહિલાને 20 વર્ષની સજા ફટકારી, બે લાખ રૂપિયાનો દંડ પણ કર્યો

Read Full Story arrow_forward