android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ
calendar_today January 28, 2026

Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ

ખેડા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એકસાથે 4 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના ઓર્ડર જારી કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ છે. આ ફેરબદલ અંતર્ગત નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ચકલાસી પોલીસ સ્ટેશન જેવા મહત્વના મથકોના અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.પોલીસ ઇન્સ્પેક્ટરોની અદલાબદલી બદલીની વિગતો મુજબ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI કે. ચૌધરીને હવે AHTU શાખામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને PI વી.બી. વશની નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે, ચકલાસી પોલીસ સ્ટેશનના PI એમ. ભરવાડની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને તેમના સ્થાને PI એસ.કે. કાંબડને ચકલાસીની જવાબદારી સોંપાઈ છે. આ આંતરિક બદલીઓના પગલે જે-તે પોલીસ સ્ટેશનોના કાર્યક્ષેત્રમાં નવા સમીકરણો જોવા મળશે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : Morbi માં 'વન વીક વન રોડ' અભિયાનમાં ઘર્ષણ, તખ્તસિંહજી રોડ પર વેપારીઓ અને તંત્ર આમને સામને

Read Full Story arrow_forward
Kutchના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ
calendar_today January 28, 2026

Kutchના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા ઝરપરા ગામમાં સરકારી યોજના હેઠળ બની રહેલા ચેકડેમના કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્ર દોડતું થઈ ગયું છે. અંદાજીત ૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ચેકડેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે કોંગ્રેસે ખોલી તંત્રની પોલ મુન્દ્રા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન વિરમ શાખરાએ આ ભ્રષ્ટાચારને જનતા સામે ઉજાગર કર્યો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આક્ષેપ કર્યો છે કે, ચેકડેમના નિર્માણમાં વાપરવામાં આવતો માલસામાન અત્યંત હલકી ગુણવત્તાનો છે. સિમેન્ટ અને રેતીના મિશ્રણથી માંડીને પાયાના કામમાં નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર કાગળ પર જ મજબૂતી બતાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. જનતાના નાણાંનો વેડફાટ ૨ કરોડ જેવી મોટી રકમ જ્યારે ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવી હોય, ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી કામમાં લોટ-પાણીને લાકડા જેવી નીતિ અપનાવવામાં આવતી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. વિરમ શાખરાએ જણાવ્યું કે, જો આટલી નબળી ગુણવત્તાનું કામ થશે, તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ ચેકડેમ ધોવાઈ જવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન વેઠવું પડશે. કાર્યવાહીની માંગ કોંગ્રેસ સમિતિએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કામને ફરીથી ચકાસણી હેઠળ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં સંતોષકારક તપાસ નહીં થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય કોર્ટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ફાયર વિભાગની ગાડીઓ કોર્ટ પહોંચી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ
calendar_today January 28, 2026

Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ

શહેરના ઉચ્ચ અધિકારીઓએને શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે અમારા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ક્વોર્ડ પો.સ.ઇ. એમ.બી.ચાવડા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. મેઘાણીનગનરના ડમરૂ સર્કલ પાસેથી આરોપી ઝડપાયા દરમિયાન પોલીસ કર્મીઓને સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીઓ વિરુદ્ધ શાહિબાગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૫૦૯૮૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૪(૨) ૫૪ મુજબના કામે સોનાની ચેઇન તથા પેડલ કિ.રૂ 1,84,821ની મત્તાના મુદ્દામાલ તથા હિરો કંપનીની સ્પ્લેન્ડ લ્સ મો.સા એન્જીન નંબર- HA11E8RSL01070 તથા ચેચીસ નંબર- MBLHAW239R5201084 જેની આશરે કિ.રૂ.50,000 કિંમક રૂપીયા ૨,૩૫,૮૨૧/-ની મત્તા સાથે મેઘાણીનગર ડમરૂ સર્કલ પાસે ખાતે મળી આવ્યા હતા. ચેઈન સ્નેચિંગના ગુનાના આરોપી શાહીબાગના છે મુદામાલ પંચનામા વિગતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ-૪૬ મુજબ કબ્જે કરી બન્ને આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ ૩૫(૧)(ઇ) મુજબ તા:-૨૭/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગ્યે પકડી અટક કરી શાહિબાગ પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુનો શોધી સારી તેમજ પ્રશંસનિય કામગીરી કરેલ છે. ઝડપાયેલ આરોપીઓના નામ 01-દિવ્યાશુ ઉર્ફે દીપુ સ/ઓફ અશોકભાઇ જાતે કલાલ ઉવ-૨૪ ધંધો-કડીયાકામ હાલ રહે- અંબીકા સોસાયટી વિજયભાઇ મરાઠીના મકાનમા ભાડેથી ડમરૂ સર્કલ પાસે મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ગામ-અર્જુના ગાંધી કોલોની થાના—ઘડી તાલુકો- ઘડી જીલ્લો- બાસવાડા (રાજસ્થાન) 02-હર્ષ સ/ઓફ અશોકભાઇ જાતે કલાલ ઉવ-૨૦ ધંધો-કડીયાકામ હાલ રહે- અંબીકા સોસાયટી વિજયભાઇ મરાઠીના મકાનમા ભાડેથી) ડમરૂ સર્કલ પાસે મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ગામ-અર્થના ગાંધી કોલોની થાના-ઘડી તાલુકો- ઘડી જીલ્લો- બાસવાડા (રાજસ્થાન) આરોપીઓ પાસેથી મળેલ મુદ્દામાલ એક ૧૨.૫૯૦ મીલીગ્રામ જે ૯૧૬ કેરેટ ગોલ્ડ છે. જે સોનાની ચેઇન પેડલ સાથેની કિ.રૂ ૧,૮૪, ૮૨૧/-તથા હિરો કંપનીની સ્પ્લેન્ડ લ્સ મો.સા એન્જીન નંબર- HA11E8R5L01070 તથા ચેચીસ નંબર-MBLHAW239RSL01084 જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એમ.આઇ કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનના IMEI નંબર 865643042848441 IMEI નંબર 865643042848458 નો છે જેની કિંમત રૂપીયા ૧,૦૦૦/- આમ કુલ્લે કિ રૂપીયા ૨,૩૫,૮૨૧/-ની મત્તાનો મુદ્દામાલ.  આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, D બ્લોકના ધાબા પર જામતી હતી દારુની મહેફિલ ?

Read Full Story arrow_forward