Punjab : ગુરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ, સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
પંજાબના ગુરદાસપુર જિલ્લાના દીનાનગર વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ગામ ઉમરપુર કલામાં મોડી રાત્રે આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. ગામના લોકોએ દાવો કર્યા બાદ પોલીસ અને BSF હરકતમાં આવ્યું અને મોડી રાતથી લઈને સવાર સુધી વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. જો કે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુની પુષ્ટી થઈ નથી.એક યુવકે ખેતરોની ઉપર આકાશમાં શંકાસ્પદ વસ્તુ જોઈ મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉમરપુર કલાના પોટરલી ફાર્મ ક્ષેત્રમાં રહેતા એક યુવકે ખેતરોની ઉપર આકાશમાં શંકાસ્પદ વસ્તુ જોઈ. યુવકે તાત્કાલિક તેની સૂચના ગામના અન્ય લોકોને આપી. ત્યારબાદ ગામમાં ડરનો માહોલ બની ગયો અને લોકોએ આ જાણકારી દૌરાંગલા પોલીસને આપી. સૂચના મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. અંધારૂ વધારે હોવાના કારણે તાત્કાલિક સર્ચ ઓપરેશન ના થઈ શક્યું. ત્યારબાદ રવિવારે સવારે પોલીસ અને BSFની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન સરૂ કર્યું. ખેતરો, ખુલ્લા વિસ્તાર અને આસપાસના ક્ષેત્રમાં તપાસ કરવામાં આવી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ગામના સરપંચે અને ખેતરના માલિકે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં દરેક લોકો કોઈ અનિચ્છનીય બનાવ બનવાના ભયને કારણે ડરેલા હતા. તેમને કહ્યું કે તાજેત્તરના દિવસોમાં જ સરહદી વિસ્તારોમાં વધતી સતર્કતાને જોતા લોકોએ તાત્કાલિક તંત્રને સૂચના આપવી જરૂરી સમજી. આ મામલે ડીએસપીએ જણાવ્યું કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને લઈને પોલીસ પહેલા જ હાઈ એલર્ટ પર હતી. જેવી જ રાત્રે સૂચના મળી કે પોલીસની અલગ અલગ ટીમ ગામમાં મોકલવામાં આવી. રવિવારે સવારે મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને બીએસએફની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેની સાથે જ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી. ડીએસપીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિની પુષ્ટી કરવામાં આવી નથી. તેમને લોકોને અપીલ કરી કે અફવાઓ પર ધ્યાન ના આપે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધની સૂચના તરત જ પોલીસને આપે. તેમને પણ કહ્યું કે પોલીસ 24 કલાક જનતાની સુરક્ષા અને સેવા માટે તૈનાત છે. આ પણ વાંચો: Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED બ્લાસ્ટ, 11 જવાન થયા ઘાયલ
Read Full Story arrow_forward