android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: બેફામ ફી ઉઘરાવતી ઉદગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી, આવતીકાલે થશે સુનાવણી
calendar_today January 26, 2026

Ahmedabad News: બેફામ ફી ઉઘરાવતી ઉદગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી, આવતીકાલે થશે સુનાવણી

અમદાવાદની જાણિતી ઉદગમ સ્કૂલ સામે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ અધિકારીએ પણ આ સ્કૂલ સામે રજૂઆત કરવા છતાં પગલાં નહીં લીધા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આવતીકાલે હાઈકોર્ટમાં આ અરજીને લઈને સુનાવણી યોજાશે. આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી આવતીકાલે હાઈકોર્ટમાં અમદાવાદની જાણિતી ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજીને લઈને સુનાવણી હાથ ધરાશે. અરજદાર દ્વારા કોર્ટમાં વિગતવાર જવાબ આપવામાં આવશે. ઉદગમ સ્કૂલ ફી વધારા મુદ્દે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. હાઈકોર્ટમાં આ સ્કૂલ સામે પગલાં લેવાની રજૂઆત સાથે અરજી કરવામાં આવી છે. સ્કૂલ સામે અરજી કરનાર આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરશે. ફી વધારાને લઈને પણ સ્કૂલ સામે અનેક વખત રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન

Read Full Story arrow_forward
Surat: તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત, ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોટથી શોધખોળ શરૂ
calendar_today January 26, 2026

Surat: તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત, ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોટથી શોધખોળ શરૂ

સુરતની શાન ગણાતા કેબલ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.તાપી નદીમાં મોતની છલાંગસુરતના વ્યસ્ત ગણાતા કેબલ બ્રિજ પર આજે એકાએક એક યુવકે તાપી નદીના ઉંડા પાણીમાં પડતું મૂક્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવક કંઈ વિચારે તે પહેલા જ તેણે બ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.સ્મિત પટેલ તરીકે થઈ ઓળખપ્રાથમિક તપાસ અને બ્રિજ પરથી મળી આવેલી વિગતો મુજબ, આપઘાત કરનાર યુવકનું નામ સ્મિત પટેલ હોવાનું સામે આવ્યું છે. સ્મિતે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો:ઘોઘાના PSI ના ત્રાસથી કોન્સ્ટેબલે ઝેર ગટગટાવ્યાનો પરિવારનો આરોપ, જવાબદાર PSI સામે ફરિયાદની માગ

Read Full Story arrow_forward
Vadodara News : પાદરાની ગણપતપુરા ગ્રામપંચાયતમાં હોબાળો, ગ્રામજનોએ વિરોધ કરતા પોલીસ દોડતી થઈ
calendar_today January 26, 2026

Vadodara News : પાદરાની ગણપતપુરા ગ્રામપંચાયતમાં હોબાળો, ગ્રામજનોએ વિરોધ કરતા પોલીસ દોડતી થઈ

પાદરાની ગણપતપુરા ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો થયો છે. પંચાયતને અન્ય જગ્યાએ ખસેડવાના ઠરાવથી હોબાળો મચી જવા પામ્યો છે. ગણપતપુરાના લોકોએ આ ઠરાવનો વિરોધ કર્યો છે. ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બોલાવવામાં આવી છે. ગણપતપુરા ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ વડોદરાના પાદરા તાલુકાની ગણપતપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામ સભામાં જર્જરિત ગ્રામ પંચાયતને મુળ જગ્યા પરથી અન્ય જગ્યાએ લઈ જવાનો ઠરાવ કરવા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગામની અન્ય પડતર માંગણીઓની રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનોને પોલીસની બીક બતાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામસભામાં હોબાળો થતાં જ પોલીસ પહોંચી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા કમરકસી હતી. આ પણ વાંચોઃ Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન

Read Full Story arrow_forward