android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગોનાં પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું
calendar_today January 26, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગોનાં પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત જુદા-જુદા વિભાગોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ/રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગના સ્ટોલ દ્વારા અભયમ મહિલા હેલ્પ લાઈનની માહિતી અને જાગૃતતા, શસ્ત્ર-હથિયારોનું પ્રદર્શન, કાયદા અને વ્યવસ્થા, નાગરીક સુરક્ષાની માહીતી પ્રદર્શિત કરવામાં આવી હતી. વાસ્મો દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીબ્યુશન - હર ઘર નલ સે જલ', ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થા, વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની પ્રતિકૃતિ, બેનર, વૃક્ષારોપણ, છોડ/રોપા વિતરણ, તાજેતરની જાહેર થયેલ યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ/રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી વિભાગ સહિતના વિભાગોની યોજનાકીય માહિતીના બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા પશુપાલન વિભાગ દ્વારા પ્રચાર પ્રસાર પુસ્તિકા વિતરણ, સ્વચ્છ દૂધ ઉત્પાદન માહિતી પુસ્તિકા વિતરણ, પશુ દવાખાનામાં આપવામાં આવતી સેવાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતાં યોજનાકીય લાભની માહિતી તથા પ્રદર્શન, ૨૫ જેટલી ખાદ્ય વાનગીઓનું પ્રદર્શન, યોજનાકીય માહિતીના બેનરનું પ્રદર્શન, બાલશક્તિ, બાલભોગ, માતૃશક્તિ, ખાદ્યસામગ્રીનું પ્રદર્શન કરાયું હતું. શિક્ષણ વિભાગ દ્વારા શાળાની મોડેલ/પ્રતિકૃતિ, સેલ્ફી પોઇન્ટ, તાજેતરની જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર તથા અપાતી સુવિધા, લાભની માહિતી, સ્કોલરશીપના માહિતી બેનર, નમો લક્ષ્મી, નમો સરસ્વતિ યોજનાની માહિતી દર્શાવવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ સહિતના વિભાગોની યોજનાકીય માહિતીના બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ મોડેલ/પ્રતિકૃતિનું પ્રદર્શન યોજાયું હતું સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અ.જા., વિ.જા. સંકલનમાં સંયુક્ત તાજેતરમાં જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર, પ્રતિનિધિઓ દ્વારા ઓનલાઈન સેવાકીય માહિતીની સમજ આપવામાં આવી હતી. આઈ.ટી.આઈ. અને રોજગાર ખાતા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની માહિતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ મોડેલ/પ્રતિકૃતિનું પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા યોજનાકીય માહિતી, તાજેતરમાં જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર, પ્રતિનિધિ દ્વારા ઓનલાઈન સેવાકીય માહિતી, હસ્તકલાના બેનર તથા પટોળા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આમ, જુદા જુદા વિભાગો દ્વારા યોજાયેલા પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પણ વાંચો : Botad News : મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

Read Full Story arrow_forward
Junagadh: ધોળા દિવસે સિંહ શ્વાન પાછળ પડ્યો, પાતાપુર ફેક્ટરી પાસેના દ્રશ્યો CCTVમાં કેદ
calendar_today January 26, 2026

Junagadh: ધોળા દિવસે સિંહ શ્વાન પાછળ પડ્યો, પાતાપુર ફેક્ટરી પાસેના દ્રશ્યો CCTVમાં કેદ

જૂનાગઢમાં સિંહ અને માનવ વસવાટ વચ્ચેના સંઘર્ષની વાતો અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ તાજેતરમાં પાતાપુર પાસે બનેલી એક ઘટનાએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પાતાપુર સિમેન્ટ ફેક્ટરી નજીક ધોળા દિવસે એક સિંહે શ્વાનનો શિકાર કરવા માટે એવી દોડ લગાવી કે આખી ઘટના જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય.ભરબપોરે સિંહની એન્ટ્રીસામાન્ય રીતે સિંહ રાત્રિના સમયે શિકાર માટે નીકળતા હોય છે, પરંતુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં હવે દિવસના સમયે પણ સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. સવારે અંદાજે 10:45 વાગ્યે જ્યારે ફેક્ટરીમાં કામકાજ ચાલતું હતું, ત્યારે અચાનક એક સિંહ પાતાપુર સિમેન્ટ ફેક્ટરીના રસ્તા પર દેખાયો હતો. આ સિંહ એક શ્વાનનો પીછો કરી રહ્યો હતો.જીવના જોખમે સમયસૂચકતાસિંહને પોતાની પાછળ આવતો જોઈ શ્વાન જીવ બચાવવા માટે ફેક્ટરીના મુખ્ય દરવાજા તરફ દોડ્યો હતો. સિંહ પણ તેની પાછળ એટલી જ ઝડપે દોડ્યો. બરાબર આ જ સમયે ફેક્ટરી પાસે ઉભેલા એક જાગૃત યુવાને જોયું કે સિંહ ફેક્ટરીના દરવાજા સુધી પહોંચી ગયો છે. જો સિંહ અંદર પ્રવેશી ગયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.યુવાને જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરી અને પલકવારમાં ફેક્ટરીનો લોખંડનો દરવાજો બંધ કરી દીધો. સિંહ જેવો દરવાજા પાસે પહોંચ્યો કે તરત જ દરવાજો બંધ થઈ જતાં તે અંદર પ્રવેશી શક્યો નહીં. સિંહના આક્રમક તેવર જોઈને ફેક્ટરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.CCTVમાં કેદ થયા દ્રશ્યોઆ સમગ્ર ઘટના ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે સિંહ શ્વાનનો શિકાર કરવા માટે પાછળ પડે છે અને કેવી રીતે યુવાનના સાહસને કારણે એક મોટી હોનારત ટળે છે. શ્વાન તો ગમે તેમ કરીને બચી નીકળ્યો, પણ આ ઘટનાએ વન વિભાગ અને સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે.આ પણ વાંચો: Jambusar ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત, મૃતક 20 તારીખે ઘરેથી ગુમ થયો હતો

Read Full Story arrow_forward
Deesa : પોલીસ અને હોમગાર્ડ જવાનો સામે ગંભીર આક્ષેપ, બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ
calendar_today January 26, 2026

Deesa : પોલીસ અને હોમગાર્ડ જવાનો સામે ગંભીર આક્ષેપ, બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ

ડીસામાં બે સગી બહેનો દ્વારા પોલીસ કોન્ટેબલ અને બે હોમગાર્ડ જવાનો સામે શોષણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલાએ ડીસા તાલુકા પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.તેની રજૂઆત સાંભળવામાં ન આવી હોવાનો યુવતીનો આક્ષેપ શોષણનો ભોગ બનેલી યુવતી ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરવા ગઈ હતી, પરંતુ તેની રજૂઆત સાંભળવામાં ન આવી હોવાનો યુવતીનો આક્ષેપ છે. રાત્રે એક વાગ્યા સુધી પોલીસ મથકે બેસી રહેલી યુવતી યુવતીનો દાવો છે કે તે રાત્રે દસ કલાક સુધી પોલીસ મથકે રડતી રહી, છતાં પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ન ધરી. રાત્રે એક વાગ્યા સુધી પોલીસ મથકે બેસી રહેલી યુવતીની રજૂઆત ન સાંભળવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જવાનો સામે આરોપ આ મામલે હોમગાર્ડ જવાનો ભરત ગેલોત અને પ્રવીણ બાબુજી તેમજ પોલીસ કોન્ટેબલ ઈશ્વર ચૌધરી સામે શોષણના આક્ષેપ કરાયા છે. આપઘાત કરવાની ચીમકી આપતો વીડિયો વાયરલ ન્યાય ન મળ્યાની લાગણીથી વ્યથિત થઈ યુવતીએ પોલીસ મથકથી આપઘાત કરવાની ચીમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતા અંગે સમાચાર માધ્યમો દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.  ડીસા તાલુકા પોલીસ માટે શરમજનક સ્થિતિ આ ઘટનાને લઈને ડીસા તાલુકા પોલીસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. યુવતી એ પોલીસ મથકથી આત્મહત્યા કરવાની ચીમકી સાથેનો વીડિયો વાયરલ કર્યો

Read Full Story arrow_forward