android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur : ક્વાંટમાં બાઇક ચોરીનો નિષ્ફળ પ્રયાસ, બાઇક ચોરીને ભાગતા ચોરને લોકોએ ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો
calendar_today January 26, 2026

Chhota Udepur : ક્વાંટમાં બાઇક ચોરીનો નિષ્ફળ પ્રયાસ, બાઇક ચોરીને ભાગતા ચોરને લોકોએ ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં શાકભાજી ખરીદવા આવેલા વ્યક્તિની બાઈકની ચોરીનો પ્રયાસ કરાયો હતો. બાઇક ચોરીને ભાગતા ચોરમાંથી એકને લોકોએ ઝડપી પાડ્યો અને જાહેરમાં વરઘોડો કાઢ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્રણ ચોરોની ટોળકીમાંથી એક ચોરને બાઈક માલિક અને સ્થાનિકોએ ઝડપી લીધો માહિતી અનુસાર, ત્રણ ચોરોની ટોળકીમાંથી એક ચોરને બાઈક માલિક અને સ્થાનિકોએ ઝડપી લઇ તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. બાઇક માલિકે ચોરનો પીછો કરી બૈડીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો.  વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.. હાલમાં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.આ પણ વાંચો-----     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward
Vav Tharad: 77માં પ્રજાસત્તાક પર્વે ભારતના ભવિષ્યના મનની વાત, કેવું હશે આવતીકાલનું ભારત?
calendar_today January 26, 2026

Vav Tharad: 77માં પ્રજાસત્તાક પર્વે ભારતના ભવિષ્યના મનની વાત, કેવું હશે આવતીકાલનું ભારત?

આજે સમગ્ર ભારતવર્ષ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડૂબેલું છે. ચારેતરફ દેશભક્તિના ગીતો અને તિરંગાની શાન જોવા મળી રહી છે. ગુજરાત માટે આ વર્ષનું પર્વ વિશેષ છે, કારણ કે રાજ્યકક્ષાની ઉજવણી નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ઉમટી પડ્યા છે.'ભારતનું ભવિષ્ય' શું વિચારે છે? સંદેશ ન્યુઝ સાથેની વિશેષ વાતચીતમાં, ઉજવણીમાં ભાગ લેવા આવેલા દેશના ભાવિ નાગરિકો એટલે કે બાળકો અને યુવાનોએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. તેમના મતે, ભવિષ્યનું ભારત માત્ર આર્થિક રીતે જ નહીં, પણ ટેકનોલોજી અને માનવતાની દ્રષ્ટિએ પણ વિશ્વમાં સર્વોપરી હોવું જોઈએ. યુવાનોએ આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં ભારત ભ્રષ્ટાચારમુક્ત, સુશિક્ષિત અને સંપૂર્ણપણે આત્મનિર્ભર બને. નવા જિલ્લામાં નવી આશાઓ વાવ-થરાદના સરહદી વિસ્તારમાં જ્યારે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્થાનિક યુવાનોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. બાળકોના ચહેરા પરની ચમક અને તેમના શબ્દોમાં રહેલો દેશપ્રેમ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. ડિજિટલ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાનું સપનું થશે સાકાર યુવા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓએ એકસૂરે જણાવ્યું કે તેઓ ડિજિટલ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. 77માં પ્રજાસત્તાક પર્વે વાવ-થરાદની ધરતી પરથી ગુંજેલો આ દેશભક્તિનો નાદ સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર કરી રહ્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad : દસક્રોઇમાં સિંચાઇના પ્રશ્ને ધારાસભ્ય લાલઘૂમ, કોન્ટ્રાક્ટરની લાપરવાહીમાં ખેડૂત પાયમાલ

Read Full Story arrow_forward
Mehsana : કોંગ્રેસ નેતા પાર્થ રાવલે નશાની હાલતમાં કર્યો અકસ્માત, પાર્થ રાવલ પાસે PSCના જિલ્લાની છે જવાબદારી
calendar_today January 26, 2026

Mehsana : કોંગ્રેસ નેતા પાર્થ રાવલે નશાની હાલતમાં કર્યો અકસ્માત, પાર્થ રાવલ પાસે PSCના જિલ્લાની છે જવાબદારી

મહેસાણામાં કોંગ્રેસના પીએસસી જિલ્લા મેમ્બર પાર્થ રાવલે દારૂ પિધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે. અકસ્માત મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના આગળ બન્યો હતો. પાર્થ રાવલે નશો કરેલી હાલતમાં બલેનો કારથી સ્કોર્પિયો કારને અકસ્માત કર્યો હતોઅકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી કર્યો તમાશો અહેવાલ મુજબ, પાર્થ રાવલે અકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી તમાશો કર્યો હતો જેથી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન પછી અકસ્માત આ અકસ્માત ગઈ કાલે જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન અને ઉજવણીના પછી બન્યો હોવાનું જણાયું છે. પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો હાલ સુધીનું પ્રારંભિક તારણ એવું છે કે પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં અને સોશિયલ મીડિયામાં વિવાદ ઉઠ્યો છે. મહેસાણા પોલીસે તપાસ શરુ કરી મહેસાણા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. આ પણ વાંચો----     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward