Junagadh : કેશોદના સોંદરડા GIDCમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી, ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો
જુનાગઢ જિલ્લાના કેશોદના સોંદરડા GIDC વિસ્તારમાં પુરપાટ દોડતી કાર અચાનક દુકાનમાં ઘૂસી ગઇ હતી જેમાં દુકાનના શટર અને દિવાલને મોટું નુકસાન થયું છે. કાર ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ચાલકે કાર પર નિયંત્રણ ગુમાવી દીધું અહેવાલ મુજબ, કારના ચાલકે કાર પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેનાથી આ અકસ્માત સર્જાયો હતો ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો આસપાસના લોકો તત્કાળ ધસી આવ્યા હતા. લોકોએ કારનો દરવાજો તોડી ડ્રાઇવરને બચાવ્યો હતો તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો કાર ચાલક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો----- Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું
Read Full Story arrow_forward