android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: શ્રી સંતરામ મંદિરના મહાસુદ પૂનમના મેળાની તૈયારીઓનો ધમધમાટ
calendar_today January 25, 2026

Kheda: શ્રી સંતરામ મંદિરના મહાસુદ પૂનમના મેળાની તૈયારીઓનો ધમધમાટ

ચરોતરના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવ મહાસુદ પુનમ આગામી તા.1-02-26ને રવિવાર રોજ સાંજે દિવ્ય આરતી દર્શન અને સાકર વર્ષાનું આયોજન કરવામાં આવેલ છે. નડિયાદના સંતરામ મદિરે હાલ ગોવીંદ દેવગીરી મહારાજના મુખેથી શિવાજી કથાનો પ્રારંભ થયો છે. મહાસુદ પૂનમના પારંપરિક મેળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અત્યારથી જ શહેરમાં મેળાની રોનક એવા વિવિધ ચકડોળ પણ લાગી ચૂક્યા છે. પૂનમના દિવસથી નડિયાદ શહેરમાં મેળાનો પ્રારંભ થતો હોય છે. મેળામાં ખેડા તેમજ આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં દર્શન તેમજ મેળો માણવા આવતા હોય છે. ત્યારે મેળામાં બાળકોથી લઈને મોટેરાઓનાં આનંદ - પ્રમોદ માટે અનેક રાઈડ્સ ગોઠવવામાં આવતી હોય છે. મેળા દરમિયાન ચકડોળની અલગ અલગ રાઈડ્સ લોકાર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: નડિયાદ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
calendar_today January 25, 2026

Kheda: નડિયાદ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

તા. 25મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે નડિયાદ શહેર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમ્યાંન સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ અને ચૂંટણી કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.યુવા, સિનિયર સિટીઝન, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ કેટગરી સહિત તમામ વયજૂથ અને સમુદાયના મતદારોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા સુપરવાઇઝર, બીએલઓ અને ઓપરેટર સહિતના કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. નવા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપી મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. તથા જિલ્લા ચૂંટણી તંત્રના તમામ સ્ટાફ્ની કામગીરીને બિરદાવી હતી. વધુમાં, ચૂંટણી અને મતદારયાદી લગતી કોઈ પણ માહિતી માર્ગદર્શન માટે નિઃસંકોચ ચૂંટણી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ તકે મતદારોએ પણ તેમનો પ્રતિભાવ આપી સન્માન બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ લોકતાંત્રિક પરંપરાઓની ગરિમા જાળવી પારદર્શી, ભયમુક્ત અને ન્યાયી પ્રક્રિયાથી મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નડિયાદ સિટી મામલતદાર સંદીપ મિસ્ત્ર્રી, ચૂંટણી તંત્રનો સ્ટાફ્, તમામ વય જૂથ અને સમુદાયના મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઊજવણી
calendar_today January 25, 2026

Kheda: સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઊજવણી

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 05/01/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ મતદાતા વિદ્યાર્થિનીનું તુલસીના છોડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના PSI રાજેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય પ્રો. ડૉ. મહેન્દ્રકુમાર દવે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને મતદાન નાગરિકત્વની ફરજ અને દરેક વ્યક્તિએ લોકશાહીને જીવંત રાખવા મતદાન અવશ્ય કરવું જ જોઈએ. આવનારી ચૂંટણીઓમાં દેશના દરેક નાગરિક મતદાન કરે જ તે માટે વિદ્યાર્થીઓને વિશેષ સમજ આપીહતી. NSS પ્રોગ્રામ ઓફ્સિર ડો. પ્રકાશભાઈ વિછીયા, ડૉ. કલ્પનાબેન ત્રિવેદી અને કોલેજના દરેક અધ્યાપક મિત્રોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward