android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચથી 100 મીટર દૂર ત્રણ શખસે અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકને છરીના ઘા મારી હત્યા કરી
calendar_today January 25, 2026

Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચથી 100 મીટર દૂર ત્રણ શખસે અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકને છરીના ઘા મારી હત્યા કરી

શહેરમાં ગુનાહિત પ્રવૃતિ વધી રહી છે જેમાં મર્ડર, લૂંટ જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો સ્પષ્ટ દર્શાવી જાય છે કે, કાયદો વ્યવસ્થાની ઐસી કી તૈસી કરનારને પોલીસનો કોઈ ભય રહ્યો નથી.જમાલપુરમાં ક્રાઇમ બ્રાન્ચ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ત્રણ શખ્સોએ યુવકની હત્યા કરતા ચકચારમચી ગઈ છે. જેમાં અગાઉના ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ યુવકને છરાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી લીધી છે. જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતા જયેશ ઓડ છૂટક મજૂરી કામ કરે છે. ગત 21 જાન્યુઆરીએ રાત્રે ઘરે હતો ત્યારે મિત્ર ભાવેશનો ફેન આવ્યો હતો કે હું, તારોભાઇ આકાશ અને સોનુ રાવલ રતનપોળથી બાઇક લઇને ઘરે આવતા હતા. ત્યારે ગાયકવાડ હવેલી પાસે પહોચ્યા તે સમયે એક્સેસ પર મીત ઉર્ફે લાલો રાઠોડ અને તેના મિત્રો આવ્યા હતા. બાદમાં બાઇકની આગળ એક્સેસ લાવીને ઉભી કરી દેઇને બાઇક સાથે અથડાવ્યુ હતુ. જેથી આકાશ બાઇક પરથી ઉતરીને ભાગવા લાગ્યો હતો. જેથી મીત છરો લઇને તેની પાછળ દોડીને છરાના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ અંગે જયેશે ત્રણેય શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા પોલીસે મીત, સાહિદ પઠાણ અને સોહિલ નીરાશીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા આકાશ રતનપોળમાં આવેલી સાડીઓની દુકાનમાં સેલ્સ મેન તરીકે નોકરી કરતો હતો. આકાશ સવારે નોકરી જતો અને રાતે નીયત સમયે પરત ઘરે આવતો હતો. મંગળવારે આકાશ અને તેના પડોશમાં રહેતા લાલા રાઠોડ સાથે ગાળ બોલવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આકાશ અને લાલાના કોમન મિત્રોએ ભેગા થઈને બન્નેનું સમાધાન કરાવી દીધુ હતું. તેની અદાવતમાં રેકી કરીને હુમલો કર્યો હતો. આરોપીઓએ એમડી ડ્રગ્સના નશામાં હત્યા કરી હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ આરોપીઓએ અગાઉના ઝઘડામાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે કે તમામે એમડી ડ્રગ્સના નશામાં હત્યા કરી હોવાનું સામેઆવ્યુ છે. મૃતક સામે 16 ગુના પોલીસ ચોપડે નોધાયેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad News : રીક્ષાની અડફેટે શ્વાનના મોત બાદ બબાલ, રીક્ષાચાલકનો સાગરિતો સાથે પરિવાર પર હુમલો
calendar_today January 25, 2026

Valsad News : રીક્ષાની અડફેટે શ્વાનના મોત બાદ બબાલ, રીક્ષાચાલકનો સાગરિતો સાથે પરિવાર પર હુમલો

વલસાડમાં ગજબનો બનાવ સામે આવ્યો છે. રીક્ષાની અડફેટે શ્વાનનું મોત થયા બાદ એક પરિવારે રીક્ષા ચાલકને ટકોર કરતાં મામલો બીચક્યો હતો. રીક્ષા ચાલકે તેના સાગરિતો સાથે પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી. વલસાડ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. રીક્ષાચાલકને ટકોર કરતા મામલો બિચક્યો વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારની આર એમ શ્રૃષ્ટી સોસાયટીમાં રીક્ષાની અડફેટે શ્વાનનું મોત થતા સોસાયટીના એક મકાનમાં રહેતા પરિવારે રીક્ષા ચાલકને ટકોર કરતા મામલો બીચક્યો હતો. ત્યાર બાદ રીક્ષા ચાલકે સોસાયટીના એક પરિવાર સાથે માથાકૂટ કરી હતી. આ રીક્ષા ચાલક બાદમાં તેના સાગરિતો સાથે આવ્યો હતો અને પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. વલસાડ પોલીસે આ સંદર્ભે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ  Madhya Pradesh : સિંગરૌલીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત

Read Full Story arrow_forward
Surendranagar: મૂળીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ફાયરિંગ, જિલ્લા પંચાયત સદસ્યના પુત્રને પગમાં ગોળી વાગી
calendar_today January 25, 2026

Surendranagar: મૂળીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ફાયરિંગ, જિલ્લા પંચાયત સદસ્યના પુત્રને પગમાં ગોળી વાગી

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી શહેરી વિસ્તારમાં રવિવારે સનસનાટીભરી ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે, એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.જિલ્લા પંચાયત સદસ્યના પુત્ર પર હુમલોપ્રાપ્ત વિગતો અનુસાર, મૂળીમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જીલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં સત્યજીતસિંહને પગના ભાગે ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.નિવૃત્ત પોલીસ કર્મચારીએ કર્યું ફાયરિંગચોંકાવનારી બાબત એ છે કે, ફાયરિંગ કરનાર વ્યક્તિ નિવૃત્ત પોલીસ કર્મચારી છે. ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારના ભાઈ અને નિવૃત્ત પોલીસકર્મી હરિશચંદ્રસિંહ પરમાર દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ હુમલા પાછળ કોઈ જૂની અંગત અદાવત જવાબદાર હોઈ શકે છે.પોલીસની કાર્યવાહી અને તપાસફાયરિંગની ઘટના બાદ આરોપી હરિશચંદ્રસિંહ પરમાર સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ મૂળી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આ પણ વાંચો: Bhavnagar: બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવાનો લોહીલુહાણ, એકની હાલત નાજુક

Read Full Story arrow_forward