android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradeshમાં રાજ્યપાલ આવાસનું નામ બદલાયું, હવે 'જન ભવન'ના નામથી ઓળખાશે 'રાજ ભવન'
calendar_today January 25, 2026

Uttar Pradeshમાં રાજ્યપાલ આવાસનું નામ બદલાયું, હવે 'જન ભવન'ના નામથી ઓળખાશે 'રાજ ભવન'

ઉત્તર પ્રદેશમાં રાજભવનનું નામ બદલીને 'જન ભવન' રાખવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે રાજભવન હવે 'જન ભવન' તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં રાજભવનોના નામ બદલવાની સૂચનાઓ જાહેર કરી હતી. આ પછી, પીકે રાજભવનનું નામ પણ બદલવામાં આવ્યું. રવિવારે (25 જાન્યુઆરી) રાજભવનની નેમપ્લેટ દૂર કરવામાં આવી અને નવી 'જન ભવન' નેમપ્લેટ લગાવવામાં આવી.લખનૌમાં આવેલું રાજભવન હવે 'જન ભવન' તરીકે ઓળખાશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનનું નામ બદલીને 'જન ભવન' રાખવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે દેશભરમાં રાજ્યપાલોના નિવાસસ્થાનોના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે. નામ પરિવર્તન તાત્કાલિક અમલમાં આવશે. જાહેર ભાગીદારી અને પારદર્શિતાનું પ્રતીક 'જનભવન' નામ જાહેર જોડાણ અને પારદર્શિતાનું પ્રતીક છે. રાજભવનનું નામ બદલવા પાછળનો સંદેશ એ છે કે બંધારણીય હોદ્દા ધરાવતા લોકો સંપૂર્ણપણે જનતાને સમર્પિત છે. આ અધિકારીઓ જાહેર હિતમાં કામ કરે છે. નામ બદલવા પછી તમામ સત્તાવાર પત્રવ્યવહાર, આમંત્રણ પત્રો, દસ્તાવેજો, બોર્ડ અને સાઈનબોર્ડ 'રાજભવન'ને બદલે 'જનભવન' નામ ધરાવતું રહેશે. આ ફેરફાર વહીવટી સ્તરે તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ રાજ્યોના રાજભવનોના નામ પણ બદલવામાં આવ્યા ઉત્તર પ્રદેશ ઉપરાંત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, ગુજરાત અને ત્રિપુરામાં રાજભવનોના નામ બદલવામાં આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાનને હવે 'લોક નિવાસ' કહેવામાં આવશે, જે પહેલા રાજ નિવાસ તરીકે ઓળખાતું હતું. 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજભવનોનું નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો ; Mirzapur Conversion Case : આરોપી ઈમરાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, દિલ્હીથી કરાઈ હતી ધરપકડ

Read Full Story arrow_forward
Gir Somnath News : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું
calendar_today January 25, 2026

Gir Somnath News : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના જાહેર સ્થળો પર રોશની કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ગીર સોમનાથમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિરમાં શિવભક્તિની સાથે દેશભક્તિનો પણ અનોખો સંગમ જોવા મળ્યો છે. કેસરી ધજા અને ત્રિરંગા ધ્વજનો ભવ્ય શણગાર સોમનાથ મંદિરમાં કેસરી ધજા અને ત્રિરંગા ધ્વજનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જય સોમનાથ સાથે ભારત માતાકી જયના નારા લાગ્યા છે. સોમનાથમાં હાલમાં વાતાવરણ દેશભક્તિ મય બન્યું છે. સોમનાથમાં ધાર્મિક આસ્થા સાથે દેશભક્તિના ગૌરવનો પણ સંદેશ અપાયો છે. સમગ્ર પરિસર ત્રિરંગા લાઈટીંગથી શોભાયમાન થયું છે.આ પણ વાંચોઃ Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી

Read Full Story arrow_forward
Patan: તાળા તોડ્યા વગર ઘરમાં ઘૂસી તસ્કરોએ તિજોરીઓ કાપી, રૂ. 2.75 લાખના મુદ્દામાલની મત્તા સાફ
calendar_today January 25, 2026

Patan: તાળા તોડ્યા વગર ઘરમાં ઘૂસી તસ્કરોએ તિજોરીઓ કાપી, રૂ. 2.75 લાખના મુદ્દામાલની મત્તા સાફ

પાટણ શહેરના ઐતિહાસિક અને ગીચ વિસ્તાર ગણાતી સિદ્ધચક્રની પોળમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સફાયો બોલાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા સાથે કોઈ છેડછાડ કર્યા વગર અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ કાપીને લાખોની મત્તાની ચોરી કરી છે.પૈતૃક મકાનમાં તહેવારની મુલાકાત સમયે ચોરીનો ખુલાસોમૂળ પાટણના વતની અને હાલ મુંબઈના બોરીવલીમાં રહી એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા કુશલભાઈ સંઘવીનું આ પૈતૃક મકાન છે. તેઓ ગત 23 જાન્યુઆરીના રોજ પરિવાર સાથે મંદિરે ધજા ચઢાવવાના પ્રસંગે પાટણ આવ્યા હતા. જ્યારે તેમણે મકાન ખોલ્યું ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. છેલ્લે ગત 27 ડિસેમ્બરના રોજ આ મકાન ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ તે બંધ હતું.તિજોરીઓ કાપીને સોના-ચાંદીના દાગીનાની ચોરીતસ્કરોએ મકાનમાં પ્રવેશ્યા બાદ કોઈ કટર કે આધુનિક સાધન વડે ઘરમાં રહેલી ત્રણ તિજોરીઓને કાપી નાખી હતી. ચોરીની વિગતો મુજબ સોનાની ચેઈન રૂ. 1.25 લાખની કિંમતની (1 તોલો).ચાંદીની વસ્તુઓ રૂ. 1.26 લાખના વાસણો, સિક્કા અને પૂજાનો સામાન.અન્ય વાસણો રૂ. 24,400 ના તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરના વાસણો. કુલ મત્તા: રૂ. 2,75,400નો સમાવેશ થાય છે.ઘરના મુખ્ય દરવાજાનું તાળું અકબંધ હતુંઆ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું અકબંધ હતું. તસ્કરો અન્ય કોઈ માર્ગે અથવા ડુપ્લીકેટ ચાવીના ઉપયોગ દ્વારા અંદર પ્રવેશ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. તિજોરીઓ કાપવાની પદ્ધતિ જોતા આમાં કોઈ રીઢા ગુનેગારની સંડોવણી હોવાનું મનાય છે.આ પણ વાંચો: Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward