android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: 10થી વધુ મંદિરોની દાનપેટી સાફ કરનાર ગેંગ ઝડપાઈ, LCBએ 3 આરોપીઓની ધરપકડ કરી
calendar_today January 25, 2026

Banaskantha: 10થી વધુ મંદિરોની દાનપેટી સાફ કરનાર ગેંગ ઝડપાઈ, LCBએ 3 આરોપીઓની ધરપકડ કરી

બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડીસા અને ભીલડી પંથકના 10થી વધુ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પવિત્ર સ્થળોએ હાથફેરો કરતી આ ગેંગ પકડાતા ભક્તો અને મંદિર ટ્રસ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો છે.પોલીસની વ્યૂહરચના અને સફળતાજિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં વધી રહેલી ઘરફોડ અને મંદિર ચોરીની ઘટનાઓને રોકવા માટે LCB ઇન્સ્પેક્ટરે ખાસ ટીમો બનાવી હતી. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પી.એસ.આઈ. પી.એલ. આહીરની ટીમ જ્યારે ડીસા ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે જૂના ડીસા વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સો મળી આવ્યા હતા. તેમની કડકાઈથી પૂછપરછ કરતા ચોરીના એક પછી એક પ્રકરણો બહાર આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓ અને તેમની મોડસ ઓપરેન્ડીપોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભાવેશભાઈ પીરાજી ઠાકોર (રહે. લોરવાડા, ડીસા), ભરતસિંહ ચંપુજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા),લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા) આ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ અન્ય સાગરીતો (કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારણસિંહ વાઘેલા) સાથે મળીને રાત્રિના સમયે મંદિરોમાં પ્રવેશ કરતા હતા. તસ્કરો મુખ્યત્વે મંદિરની દાનપેટીઓના તાળા તોડી રોકડ રકમની ચોરી કરતા હતા.મુદ્દામાલ અને ઉકેલાયેલા ગુનાપોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹40,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ડીસા અને ભીલડી વિસ્તારના ૧૦થી વધુ મંદિરોમાં થયેલી ચોરીની કબૂલાત આરોપીઓએ કરી છે. હાલમાં પોલીસ ફરાર થયેલા અન્ય ત્રણ સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Patan: તાળા તોડ્યા વગર ઘરમાં ઘૂસી તસ્કરોએ તિજોરીઓ કાપી, રૂ. 2.75 લાખના મુદ્દામાલની મત્તા સાફ

Read Full Story arrow_forward
Surendranagar News :  પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો
calendar_today January 25, 2026

Surendranagar News : પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો

સુરેન્દ્રનગરના પાટડીમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા કાર ચાલકે સીએનજી પંપ પર લૂંટ કરી મારામારી કરી હતી. બે વ્યક્તિઓએ પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સીએનજી પંપના કર્મચારીને ધોકાથી માર માર્યો અને 4400 રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં મારામારીનો બનાવ સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા પાટડી રોડ ઉપર આવેલ સહજાનંદ સીએનજી પમ્પ ખાતે અજાણ્યા કારચાલક દ્વારા કર્મચારીને માર મારી લૂંટ કરવામાં આવી છે. ક્રેટા કારમાંથી બે વ્યક્તિઓ દ્વારા સીએનજી પમ્પના કર્મચારી ઉપર ધોકા વડે માર મારી લૂંટ ચલાવાઈ છે. કર્મચારીઓ પાસેથી રૂ.4400 લૂંટ ચલાવી માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીએનજી પંપના કર્મચારી સુનિલ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે કારમાં આવેલા બે શખ્સો સામે માર મારવા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી અને કારના નંબરને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી

Read Full Story arrow_forward
Kutch: સરહદ પર ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ, લકીનાળા બકલબેટ પર BSFના જવાનો સાથે કરાયું ધ્વજ વંદન
calendar_today January 25, 2026

Kutch: સરહદ પર ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ, લકીનાળા બકલબેટ પર BSFના જવાનો સાથે કરાયું ધ્વજ વંદન

ભારતના ગણતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સરહદના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર ગણાતા લકીનાળા બકલબેટ ખાતે સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનો અને લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આનબાન અને શાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.BSFના જવાનો સાથે ગૌરવશાળી ઉજવણીકચ્છની રણ સીમા અને દરિયાઈ સીમા જ્યાં મળે છે તેવા સંવેદનશીલ વિસ્તાર લકીનાળા પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સરહદોનું રાત-દિવસ રક્ષણ કરતા BSFના જવાનોના જુસ્સાને વધારવા માટે અહીં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કાતિલ ઠંડી અને પવન વચ્ચે પણ જવાનોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.સાંસદ વિનોદ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમણે જવાનો સાથે મળીને ધ્વજ વંદન કર્યું હતું અને જવાનોની વીરતાને બિરદાવી હતી. સાંસદની આ મુલાકાતથી સરહદ પર તૈનાત જવાનોમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિનોદ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "જવાનોની સતર્કતાને કારણે જ આપણે દેશમાં સુરક્ષિત અને શાંતિથી તહેવારો ઉજવી શકીએ છીએ.આ પણ વાંચો: Banaskantha: 10થી વધુ મંદિરોની દાનપેટી સાફ કરનાર ગેંગ ઝડપાઈ, LCBએ 3 આરોપીઓની ધરપકડ કરી

Read Full Story arrow_forward