android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News :  એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી
calendar_today January 25, 2026

Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી

ડાંગ જિલ્લામાં એસટી બસનો અકસ્માત સર્જાયો છે. વઘઈ આહવા રોડ પર બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. અકસ્માતની જાણ થતાં જ આહવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વઘઇ-આહવા રોડ પર સર્જાયો અકસ્માત ડાંગ જિલ્લામાં વઘઈ આહવા રોડ પર એસટી બસને અકસ્માત નડ્યો છે. બસનું સ્ટીયરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ એસટી બસ ધરમપુરથી આહવા જઈ રહી હતી. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં જેમાંથી બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડ્યા હતાં. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો.આ પણ વાંચોઃ Ahmedabad News : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે

Read Full Story arrow_forward
Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ
calendar_today January 25, 2026

Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આ મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સગીરાનું મોઢું દબાવી આચર્યું પાપમળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પોતાની જ 14 વર્ષની માસૂમ દીકરીને શારીરિક હવસનો શિકાર બનાવી હતી. જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે આ નરાધમ પિતાએ દીકરીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાના આ હેવાનિયતભર્યા કૃત્યથી માસૂમ દીકરી હેબતાઈ ગઈ હતી.માતાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવીઆ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાએ પોતાની માતાને પિતાની કરતૂત વિશે જાણ કરી હતી. સગા પતિના આ કૃત્યથી સ્તબ્ધ થયેલી માતાએ પુત્રીને ન્યાય અપાવવા માટે હિંમત દાખવી અને ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે POCSO (પોક્સો) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ટંકારા પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. આરોપી પિતા ભાગી છૂટે તે પહેલા જ પોલીસે તેને ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો: Porbandar: ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે મુસાફરનું 6 લાખનું કિંમતી મશીન પરત કરી જીત્યા દિલ

Read Full Story arrow_forward
Delhi Blast : અફઘાનિસ્તાનમાં છુપાયેલા આ 'આતંકી ડોક્ટર' સુધી પહોંચી NIA, ઈન્ટરપોલ પાસે માગી મદદ
calendar_today January 25, 2026

Delhi Blast : અફઘાનિસ્તાનમાં છુપાયેલા આ 'આતંકી ડોક્ટર' સુધી પહોંચી NIA, ઈન્ટરપોલ પાસે માગી મદદ

દિલ્હીના લાલ કિલ્લાની પાસે થયેલા ભીષણ બ્લાસ્ટની તપાસમાં મોટા ખુલાસા થયા છે. તપાસ એજન્સીઓએ આ હુમલા માટે લોજિસ્ટિકલ મદદ અને ફંડિંગ આપવાના આરોપી ડો.મુજફ્ફર રાથરને પકડવા માટે ઈન્ટરપોલ પાસે મદદ માગી છે. તેની વિરૂદ્ધ ઝડપી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી શકે છે. તેઓ વ્યવસાયે બાળરોગ ચિકિત્સક છે અને દક્ષિણ કાશ્મીરના રહેવાસી છે.દિલ્હી હુમલાના ષડયંત્રને અંઝામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી ડોક્ટર મુજફ્ફર રાથરને NIA કોર્ટ ભાગેડુ આરોપી જાહેર કરી ચૂકી છે. NIAની તપાસમાં સામે આવ્યું છે કે તેને અફઘાનિસ્તાનથી દિલ્હી હુમલાના ષડયંત્રને અંઝામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે લોજિસ્ટિક્સ, ફંડિંગ, કોમ્યુનિકેશન અને પ્લાનિંગથી લઈને આતંકીઓની વચ્ચે સમન્વય સુધીમાં સક્રિય હતો.આત્મઘાતી હુમલો કરનારો ડો.ઉમર ઉન નબીના સીધા સંપર્કમાં હતો. એટલું જ નહીં તેને સતત નિર્દેશ આપી રહ્યો હતો. ઉમર નબીએ અફઘાનિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને મુઝફ્ફર રાથરના સમર્થનથી આત્મઘાતી હુમલો કર્યો. આ નેટવર્કે માત્ર ફંડિંગ આપી પણ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન દ્વારા બોમ્બ બનાવવા અને ઓપરેશનલ રણનીતિ સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપી હતી. મુઝફ્ફર રાથર ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ થઈને અફઘાનિસ્તાન ગયો. આતંકીઓની પુછપરછમાં શું જાણકારી મળી? તપાસ અધિકારીઓને શંકા છે કે તે ત્યાં સુરક્ષિત ઠેકાણે છુપાયેલો છે અને વિદેશથી જ આતંકી ગતિવિધિઓને અંઝામ આપી રહ્યો છે. પકડવામાં આવેલા આતંકીઓની પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે તેને ટેરર મોડ્યૂલ માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરવાની હતી. લગભગ 6 લાખ રૂપિયાનું યોગદાન આતંકી ફાઈનાન્શિયલ પૂલમાં આપ્યું. વર્ષ 2021માં તે ડો.મુજમ્મિલ અહમદ ગનઈ અને ઉમરની સાથે તુર્કી પણ ગયો હતો. ત્યાંથી તે બીજા હેન્ડલર્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ તે સમયે તે અફઘાનિસ્તાન ના પહોંચી શક્યા પણ તપાસ એજન્સીઓનું માનવું છે કે તે યાત્રા તેમના કટ્ટરપંથી બનવા અને નેટવર્ક તૈયાર કરવાની પ્રક્રિયાનો ભાગ હતો. ત્યારબાદ ફરીદાબાદના અલ ફલાહ યૂનિવર્સિટીના આરોપીઓએ ભારે માત્રામાં કેમિકલ જમા કર્યું, જેમાં અમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર સામેલ હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા સ્થાનિક આરોપીઓની ધરપકડ થઈ આ ષડયંત્ર ત્યારે નિષ્ફળ થયું, જ્યારે શ્રીનગર પોલીસે બાનપોરા, નૌગામ વિસ્તારમાં જૈશના પોસ્ટર લગાવવાના કેસ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજ દ્વારા સ્થાનિક આરોપીઓની ધરપકડ થઈ અને ત્યારબાદ ફરી સમગ્ર આંતરરાજ્ય આતંકી નેટવર્ક સામે આવી ગયું. તપાસ દરમિયાન હરિયાણા અને ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યૂનિવર્સિટી સુધીના તાર જોડયા, જ્યાંથી ગનઈ અને શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. તે સમયે તાત્કાલિક કાર્યવાહી ના થઈ તો નુકસાન મોટું થઈ શક્તું હતું. જો કે પોલીસની સક્રિયતાને જોઈને ઉમર નબી ડરી ગયો, તે વિસ્ફોટકથી ભરેલી કારને લઈને ફરીદાબાદથઈ દિલ્હી પહોંચી ગયો. ત્યારબાદ લાલ કિલ્લાની પાસે બ્લાસ્ટ કરી દીધો. ઈન્ટરપોલ દ્વારા રાથરને ભારત લાવવાની તૈયારી આ કેસમાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.  આ પણ વાંચો : Padma Awards 2026 : આ વર્ષે આ નાયકોનું સન્માન કરવામાં આવશે, જુઓ સંપૂર્ણ યાદી

Read Full Story arrow_forward