android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સનાતન ધર્મમાં સંતો સર્વોપરી, અવિમુક્તેશ્વરાનંદના અપમાનથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ
calendar_today January 24, 2026

Ahmedabad News : સનાતન ધર્મમાં સંતો સર્વોપરી, અવિમુક્તેશ્વરાનંદના અપમાનથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના કથિત અપમાનને લઈને સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં સંત સમાજ એક અભિન્ન અંગ છે અને તેમનું સન્માન જળવાવું અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંતોની પ્રાથમિક ફરજ વિવાદને સંવાદ દ્વારા ઉકેલવાની હોય છે. પ્રયાગરાજ મેળામાં સંતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે અપીલ કરી છે કે બંને પક્ષો વચ્ચેના મતભેદોનું વહેલી તકે સમાધાન લાવવામાં આવે જેથી ધર્મનું ગૌરવ જળવાઈ રહે.વાદ નહીં સંવાદ ઋષિ ભારતી બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન ધર્મનો વ્યાપ વધારવા માટે સરકાર અને સંત સમાજ બંનેએ સાથે મળીને વિચારવું જોઈએ. સંતોએ બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહીને સમાજને સાચી દિશા બતાવવાનું કાર્ય કરવું જોઈએ. ખાસ કરીને પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળે ચાલી રહેલા વિવાદથી શ્રદ્ધાળુઓમાં ખોટો સંદેશ ન જાય તે માટે સરકારે પણ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે. સંત સમાજની ગરિમા અને શંકરાચાર્ય પદની મર્યાદા જાળવી રાખીને આ વિવાદનો સુખદ અંત લાવવા માટે તેમણે આહ્વાન કર્યું છે. આ પણ વાંચો : Surat માં સ્કૂલ ફંક્શન બન્યું અખાડો, પાલ વિસ્તારમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન મિસ-મેનેજમેન્ટને લઈ ભારે મારામારી

Read Full Story arrow_forward
GTU Education News : કઠલાલની મેઘા દવેને GTUમાં AI & Data Scienceમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો
calendar_today January 24, 2026

GTU Education News : કઠલાલની મેઘા દવેને GTUમાં AI & Data Scienceમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો

મેઘા દવેને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બ્રાન્ચ ટોપર બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.મેઘા દવેએ પોતાના અભ્યાસની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી કરી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ યોજાયો હતો ડિગ્રી બાદ તેમણે GTU ચાંદખેડા ખાતે *માસ્ટર ઓફ એન્જિનિયરિંગ (AI & Data Science)માં પ્રવેશ લીધો હતો. મેઘા દવેએ એ 2026માં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 10 માંથી 9 પોઇન્ટ (CPI) મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે મેઘા દવે GTUમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચના ટોપર બન્યા અને તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તેમજ અલ્હાબાદ યુનિવર્સિટીના ચાન્સલર આશિષકુમાર ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અલ્હાબાદ યુનિવર્સિટીના ચાન્સલર આશિષકુમાર ચૌહાણ પણ હાજર રહ્યાં સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કઠલાલના મેઘા દવેને AI & Data Scienceમાં બ્રાન્ચ ટોપર બનવાના કારણે આશિષકુમાર ચૌહાણના હસ્તે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેઘા દવેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતાં પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ તેમજ કઠલાલ વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સૌએ મેઘા દવેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.આ પણ વાંચો : Agriculture News : સુરેન્દ્રનગરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે મળશે વૈશ્વિક બજાર, આત્મા પ્રોજેક્ટ દ્વારા 'નેચરલ સર્ટિફિકેશન'ની પ્રક્રિયાને વેગ

Read Full Story arrow_forward
Junagadhમાં એમ્બરગ્રીસ સ્મલિંગ રેકેટનો પર્દાફાશ, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
calendar_today January 24, 2026

Junagadhમાં એમ્બરગ્રીસ સ્મલિંગ રેકેટનો પર્દાફાશ, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

જૂનાગઢ એસઓજી પોલીસે વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતી કિંમતી એમ્બરગ્રીસના સ્મગ્લિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.એમ્બરગ્રીસ સાથે 72 વર્ષના વૃદ્ધ આરોપીની ધરપકડ પોલીસે બાતમીના આધારે વિજાપુર પાટીયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો વૃદ્ધ આવ્યો ત્યારે તેને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા એમ્બરગ્રીસ સાથે 72 વર્ષના વૃદ્ધ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક કિલોથી વધુ વજનની એમ્બરગ્રીસ કબ્જે કરાઇ પોલીસે આરોપી પાસેથી એક કિલોથી વધુ વજનની એમ્બરગ્રીસ કબ્જે કરી છે, જેના આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1 કરોડ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાલીતાણાથી જૂનાગઢ ડિલિવરી કરવા આવ્યો તપાસમાં ખુલ્યું છે કે આરોપી પાલીતાણાથી જૂનાગઢ ડિલિવરી કરવા આવ્યો હતો અને ગ્રાહક શોધીને ગેરકાયદે વેચાણ કરવાની પેરવીમાં હતો.  તપાસ માટે મામલો વન વિભાગને સોંપવામાં આવ્યો સમગ્ર કેસની વધુ તપાસ માટે મામલો વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગની તપાસમાં વૃદ્ધ આરોપી એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દા પર તપાસ થઇ રહી છે.આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward