Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ તકરાર થયા બાદ પથ્થરમારો
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નનોવરઘોડો નીકળવા બદલ માથાકૂટ થઇ હતી જેમાં ભારે બબાલ થતા સામ સામે પથ્થરમારો થયો હતો. બનાવમાં એક મહિલા ઘાયલ થઇ હોવાનું જાણવા મળે છે. વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલીમળેલી માહિતી પ્રમાણે ગામમાં વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો ચાલુ વરઘોડામાં જ આ મુદ્દે ભારે બોલાચાલી થયા બાદ હંગામો મચ્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો ઘટનામાં એક મહિલા ઘાયલ પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ તત્કાળ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો સંભાળી લીધો હતો. પોલીસ તપાસ શરુ ઘટનાના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મામલો શું હતો અને કઇ રીતે બનાવ બન્યો તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ શરુ થઇ છે. આ પણ વાંચો----- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?
Read Full Story arrow_forward